Daily Horoscope: વૈશાખ વદ દસમને ગુરુવાર, આ રાશિએ ખર્ચ ટાળવો

Daily Horoscope: વૈશાખ વદ દસમને ગુરુવાર, આ રાશિએ ખર્ચ ટાળવો
Email :

વિક્રમ સંવત 2081 વૈશાખ વદ દસમને ગુરુવાર, પંચક. પારસી જરથોસ્તનો દિસો.

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

મેષ રાશિ

આપની તબિયતની ચિંતા દૂર થાય, કૌટુંબિક કાર્ય અંગે સાનુકૂળતા, પ્રવાસ ફળે.

વૃષભ રાશિ

તણાવ તંગ દિલીમાંથી છૂટવા કાર્યશીલ રહેજો, નાણાભીડનો અનુભવ, ખર્ચ ટાળજો.

મિથુન રાશિ

આપની મૂંઝવણોને વધતી અટકાવવા વાણી પર અંકુશ જરૂરી, નાણાકીય કાર્ય થાય.

કર્ક રાશિ

સફળતાની કામનાને પૂર્ણ કરવા આપનો આત્મવિશ્વાસ અને ઈશ્વર પરની શ્રાદ્ધા વધારજો.

સિંહ રાશિ

મનની મુરાદ મનમાં રહેતી લાગે, ખર્ચ-વ્યય વધે નહીં તે જોજો.

કન્યા રાશિ

પ્રતિકૂળતાભર્યા સંજોગો જણાતા હશે તો તેમાંથી બહાર આવી શકશો, ટેન્શન હળવું બને.

તુલા રાશિ

આપના મનની મૂંઝવણનો ઉકેલ મળતો જણાય, સ્નેહીનો સહકાર, નાણાભીડ દૂર થાય.

વૃશ્ચિક રાશિ

આપની અગત્યની કામગીરી અંગે સમય સુધરતો જણાય. કૌટુંબિક સંવાદિતા સર્જી લેજો.

ધન રાશિ

આપની ધારેલી યોજનાને આગળ વધારવા સમાધાનકારી વલણ જરૂરી માનજો.

મકર રાશિ

સાનુકૂળતા માટે પ્રસન્નતા અનુભવાય, ચિંતા-અશાંતિ દૂર થાય, મિલન-મુલાકાત.

કુંભ રાશિ

સામાજિક કાર્ય સફળ બને, નોકરી-ધંધામાં વિલંબ વધતો લાગે, નાણાભીડ રહે.

મીન રાશિ

પ્રતિકૂળતામાંથી બહાર આવી શકશો, ગૃહજીવનમાં સમાધાન કારગત નીવડે, વિઘ્ન દૂર થાય.

Leave a Reply

Related Post