Daily Horoscope: વૈશાખ વદ એકાદશીને શુક્રવાર જાણો રાશિફળ

Daily Horoscope: વૈશાખ વદ એકાદશીને શુક્રવાર જાણો રાશિફળ
Email :

વિક્રમ સંવત 2081. વૈશાખ વદ એકાદશી. શુક્રવાર, પંચક. અપરા એકાદશી

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

મેષ રાશિ

આપનું આયોજન સફળ બનાવવાની સાનુકૂળતા મળે, કૌટુંબિક કાર્ય અંગે ઠીક.

વૃષભ રાશિ

જાવક વધતી જણાય, નાણાભીડનો અનુભવ તીવ્ર થાય, પ્રવાસ ફળે.

મિથુન રાશિ

આપના વિરોધીઓના હાથ હેઠાં પડે, મુશ્કેલીઓને પાર કરી શકશો.

કર્ક રાશિ

તમારી વધુ પડતી અપેક્ષાઓ ફળે નહીં, લાગણી પર કાબુ રાખવો હિતાવહ, સાહસ ટાળજો.

સિંહ રાશિ

માનસિક-વ્યથા-ચિંતાઓમાંથી બહાર નીકળી શકશો, આપના કામકાજો અંગે સંજોગો સુધરે.

કન્યા રાશિ

મહત્ત્વની કામગીરી આડેના વિઘ્નો બાદ સફળતાની આશા જણાય, પ્રવાસ મજાનો રહે.

તુલા રાશિ

સંજોગો સુધરે તેની રાહ જોવા કરતાં સંજોગો સુધારવા તરફ ધ્યાન આપી કાર્ય સફળ કરી શકો.

વૃશ્ચિક રાશિ

મહત્ત્વની કામગીરી કે પ્રવૃત્તિ અંગે સાનુકૂળ તક સર્જાય, આકસ્મિક બનાવથી તણાવનો અનુભવ.

ધન રાશિ

નાણાકીય મુશ્કેલી અને સમસ્યાનો હલ મળતો જણાય, ગૃહજીવનના કાર્ય અંગે સમાધાનવૃત્તિ જરૂરી.

મકર રાશિ

ચિંતા અને અશાંતિના વાદળો વિખેરાતા જણાય, સ્વસ્થતા અને સમતોલન અનુભવાય.

કુંભ રાશિ

આપના હાથ ધરેલાં કાર્યોને આગળ ધપાવી શકશો, ફળ વિલંબમાં પડેલું જોવાય.

મીન રાશિ

મનગમતી પ્રવૃત્તિઓનોે આનંદ અનુભવી શકશો, મિત્રની મદદ ઉપયોગી લાગે, ખર્ચ વધતું લાગે.

Leave a Reply

Related Post