Daily Horoscope: ચૈત્ર વદ એકાદશીને ગુરુવાર, વરુથિની એકાદશી પર જાણો રાશિફળ

Daily Horoscope: ચૈત્ર વદ એકાદશીને ગુરુવાર, વરુથિની એકાદશી પર જાણો રાશિફળ
Email :

વિક્રમ સંવત 2081 ચૈત્ર વદ એકાદશીને ગુરુવાર, પંચક. વરુથિની એકાદશી. વલ્લભાચાર્ય જયંતી.

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

મેષ રાશિ

આપની વ્યવસાયિક સમસ્યાને સૂલઝાવવી શકશો, ગૃહવિવાદ ટાળજો, ખર્ચ વધે નહીં તે જોજો.

વૃષભ રાશિ

મનની શાંતિ માટે આધ્યાત્મિક વલણ ઉપયોગી બને, આવકની તક સર્જાય, સફળતા માટે પ્રયત્નો જરૂરી.

મિથુન રાશિ

સાનુકૂળતાની તક સર્જાય, લાભની આશા, સ્નેહીથી સંવાદિતા સર્જી શકશો.

કર્ક રાશિ

આપના પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો, વિવાદમાં સમાધાન જરૂરી, ખર્ચ ટાળજો.

સિંહ રાશિ

આપની પ્રગતિ ધીમી બનતી લાગે ગૂંચવણનો અનુભવ, ટેન્શન વધવાની શક્યતા.

કન્યા રાશિ

ધીરજ અને સંયમ જરૂરી જણાય, કૌટુંબિક કાર્ય થઈ શકે, આરોગ્ય સાચવાની સલાહ છે.

તુલા રાશિ

પ્રતિકૂળતાનો સામનો કરવો પડે, વિલંબ વધતો જણાય, પ્રવાસની તક આવી મળે.

વૃશ્ચિક રાશિ

આપના મનની મુરાદ મનમાં રહેતી લાગે, સામાજિક કામ પ્રસંગથી આનંદ, નાણાભીડ અનુભવાય.

ધન રાશિ

અશાંતિ અને અજંપાનો અનુભવ થતો લાગે, દલીલથી દૂર રહેવું, પ્રશ્નો હલ થતાં લાગે.

મકર રાશિ

ધીરજના ફળ મીઠા સમજવા, કાર્ય સફળતા અંગે સાનુકૂળ તક સર્જાય, વિવાદ અટકે.

કુંભ રાશિ

સમસ્યાનો અનુભવ થતો લાગે,અવરોધનો પ્રસંગ, ખર્ચ વધતું લાગે.

મીન રાશિ

માનસિક તણાવ હળવું બને, સામાજિક કામ પ્રસંગ થાય, અગત્યની વ્યક્તિની મદદ ઉપયોગી બને.

Leave a Reply

Related Post