Daily Horoscope: ચૈત્ર વદ બારસને શુક્રવાર,ચંદ્ર શુક્રની યુતિ પર જાણો રાશિફળ

Daily Horoscope: ચૈત્ર વદ બારસને શુક્રવાર,ચંદ્ર શુક્રની યુતિ પર જાણો રાશિફળ
Email :

વિક્રમ સંવત 2081. ચૈત્ર વદ બારસ. શુક્રવાર, પંચક. પ્રદોષ. ચંદ્ર શુક્રની યુતિ.

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

મેષ રાશિ

આપના કામકાજ આડેના કોઈ વિઘ્ન હશે તો તેને પાર કરી શકશો, મુલાકાત ફળદાયી બને. પ્રવાસ મજાનો.

વૃષભ રાશિ

અગત્યની કામગીરીઓને આગળ વધારવા વિવાદ ટાળજો, તબિયત સાચવજો,

મિથુન રાશિ

માનસિક મૂંઝવણ વધતી લાગે. ગૂંચવણ, વિઘ્નનો ઉકેલ વિલંબિત જણાય. નાણાભીડ અનુભવાય.

કર્ક રાશિ

ધીરજની કસોટી થતી લાગે, ખર્ચાળ પ્રસંગ, ગૃહવિવાદનો પ્રસંગ ટાળજો.

સિંહ રાશિ

પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો, કામગીરી ફળદાયી બને, તબિયત સાચવવી.

કન્યા રાશિ

પ્રતિકૂળતાના સંજોગોમાંથી બહાર આવવાની તક મળે, ખર્ચ વ્યય જણાય, અકસ્માત ભય.

તુલા રાશિ

પરેશાની દૂર થાય, ખર્ચ પર કાબૂ રાખો, સામાજિક કામ પ્રસંગથી આનંદ.

વૃશ્ચિક રાશિ

ધીમે ધીમે સમય સુધરતો જણાય, પર્યટન ફળદાયી બને, સ્નેહી સ્વજનથી મિલન.

ધન રાશિ

આર્ધ્યા અધૂરા ન રહી જાય તે જોજો, પ્રેમ પ્રસંગથી વ્યથા અનુભવાય, વ્યયનો પ્રસંગ.

મકર રાશિ

આપની નોકરી-ધંધા અંગેની બાબતો અંગે સાનુકૂળ તક મળે, સ્નેહી સ્વજનનો સહકાર.

કુંભ રાશિ

પરિસ્થિતિ બદલાતી લાગે, ચિંતાના વાદળ હઠતા જણાય, તબિયત સુધરવાની આશા, પ્રવાસ ફળે.

મીન રાશિ

માનસિક વ્યગ્રતા અનુભવાય, વિવાદથી દૂર રહેજો, નાણાકીય પ્રશ્ન હલ થતો જણાય.

Leave a Reply

Related Post