Daily Horoscope: મહા વદ બારસને મંગળવાર, બુધ શનિની યુતિ પર જાણીલો રાશિફળ

Daily Horoscope: મહા વદ બારસને મંગળવાર, બુધ શનિની યુતિ પર જાણીલો રાશિફળ
Email :

વિક્રમ સંવત 2081. મહા વદ બારસ. મંગળવાર, બુધ શનિની યુતિ પ્રદોષ વ્રત.

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

મેષ રાશિ

મિલન-મુલાકાત અને સંબંધો દ્વારા લાભ, પ્રવાસ ફળે, ભાગ્યનો સાથ જણાય.

વૃષભ રાશિ

આર્થિક લેવડદેવડ, લોન-હપ્તા અંગે મદદ, સાનુકૂળતા, તબિયત સાચવવી.

મિથુન રાશિ

સામાજિક કાર્યમાં પ્રગતિ-આનંદ, ગૃહજીવનમાં સંવાદિતા, પ્રવાસ ફળે.

કર્ક રાશિ

ખર્ચ-વ્યયનો પ્રસંગ જણાય, કોઈ અવરોધ જણાય, તબિયત સાચવવી.

સિંહ રાશિ

લાભદાયી કાર્ય રચના, અગત્યની વ્યક્તિથી મુલાકાત ફળે, પ્રિયજનથી મનમેળ.

કન્યા રાશિ

આપના પ્રયત્નો ફળદાયી રહે, કોઈ અગત્યનો પ્રસંગ સુખદ- ચિંતા દૂર થાય.

તુલા રાશિ

આશાવાદી કાર્ય રચના, પ્રવાસ-પર્યટન થાય, સ્નેહીથી મિલન થાય.

વૃશ્ચિક રાશિ

અવરોધ બાદ કાર્ય લાભ, આર્થિક સમસ્યા જણાય, શત્રુભય અનુભવાય.

ધન રાશિ

અગત્યના કામમાં કોઈની મદદ મળે, ભાગીદારી અંગે સાનુકૂળતા, ગૃહજીવન અંગે શુભ.

મકર રાશિ

આરોગ્ય સાચવવું, વિઘ્ન આવતું લાગે, ખર્ચનો પ્રસંગ, ચિંતા જણાય.

કુંભ રાશિ

આપના પ્રયત્નોનો લાભ વિલંબથી મળે, સ્નેહીથી મિલન, સંતાન સમસ્યા હલ થાય.

મીન રાશિ

વ્યવસાયિક તેમજ સંપત્તિ-વાહન મકાન બાબતો અંગે સાનુકૂળ કાર્ય રચના, સફળતાની તક મળે.

Related Post