Daily Horoscope: વૈશાખ વદ તેરસને રવિવાર, શિવરાત્રી પર જાણો રાશિફળ

Daily Horoscope: વૈશાખ વદ તેરસને રવિવાર, શિવરાત્રી પર જાણો રાશિફળ
Email :

વિક્રમ સંવત રાશિ૨૦૮૧. વૈશાખ વદ તેરસ. રવિવાર, શિવરાત્રી. સૂર્ય રોહિણી નક્ષત્રમાં

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

મેષ રાશિ

આપની ધારણાઓ કરતાં અલગ અનુભવ જણાય, પ્રયત્નો ફળદાયી બનતા લાગે.

વૃષભ રાશિ

આપની મૂંઝવણમાંથી મુક્તિ મેળવવા આધ્યાત્મિક ઉપાય કારગત બની શકે.

મિથુન રાશિ

અવરોધોને પાર કરવા વધુ પ્રયત્ન અને સંકલ્પ જરૂરી બને.

કર્ક રાશિ

અગત્યની કામગીરીઓને આગળ ધપાવવાનો માર્ગ સર્જાતો જણાય.

સિંહ રાશિ

સંબંધોની મીઠાશનો આનંદ અને કાર્ય સફળતાનો અનુભવ થતો જણાય.

કન્યા રાશિ

આપના સામેના સંજોગોમાંથી સૂઝ સમજદારી અને સજાગતાથી બહાર નીકળી શકશો.

તુલા રાશિ

મન મરકટને કાબુમાં રાખજો, નાણાભીડ, તકલીફનો ઉકેલ જણાય.

વૃશ્ચિક રાશિ

આપના ગૃહજીવનની ચિંતાનો હલ મળતો લાગે, ખર્ચનો પ્રસંગ, આરોગ્ય જાળવવું.

ધન રાશિ

સામાજિક વ્યવસાયિક અને આર્થિક સમસ્યાઓનો અનુભવ, પ્રવાસની તક.

મકર રાશિ

આપની ધીરજની કસોટીથતી જણાય, આવક વૃદ્ધિનો માર્ગ દેખાય, વિવાદ ટાળજો.

કુંભ રાશિ

અંતરાયને પાર કરીને આપ સફળતાની સીડી ચઢી શકશો, અકસ્માતથી ઉગરી જવાનો અહેસાસ.

મીન રાશિ

પરિસ્થિતિને પ્રતિકૂળ જણાય, પરંતુ ધીરજથી માર્ગ મળે, અગત્યની તક સર્જાય.

Leave a Reply

Related Post