Daily Horoscope: વૈશાખ વદ ચૌદસને સોમવાર, આ રાશિએ ધીરજ રાખવી

Daily Horoscope: વૈશાખ વદ ચૌદસને સોમવાર, આ રાશિએ ધીરજ રાખવી
Email :

વિક્રમ સંવત 2081 વૈશાખ વદ ચૌદસ, સોમવાર, દુર્ગાષ્ટમી

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

મેષ રાશિ

સાનુકૂળ તકનો ઉપયોગ કરી શકશો, મનની ચિંતા દૂર થતી જણાય, સ્નેહી સ્વજનથી સહકાર.

વૃષભ રાશિ

ધાર્યું કામ વિલંબમાં પડતું જણાય, સામાજિક કામ પ્રસંગમાં મનદુઃખ અનુભવાય.

મિથુન રાશિ

આપની મહત્ત્વની કામગીરી આડેના વિઘ્નને પાર કરી શકશો, કૌટુંબિક સંવાદિતા સર્જી શકશો.

કર્ક રાશિ

માનસિક સંવેદનાઓને સંયમમાં રાખજો, કાર્ય સફળતાની તક, પ્રયત્નો ફળે.

સિંહ રાશિ

આપની અપેક્ષાઓ અધૂરી રહેતી લાગે, નાણાભીડનો હલ જડે, સ્વજનથી મનમેળ.

કન્યા રાશિ

પ્રગતિકારક કાર્ય રચના અને સામાજિક ગૃહજીવનના પ્રશ્નોના ઉકેલની તક સર્જાય.

તુલા રાશિ

પ્રતિકૂળ સંજોગો બદલાશે અને કોઈ સાનુકૂળ તક સર્જાતી જણાય, આર્થિક ચિંતાનો હલ મળે.

વૃશ્ચિક રાશિ

મહત્ત્વની કામગીરીઓને આગળ ધપાવી શકશો પ્રયત્નોનું મીઠું ફળ વિલંબથી ચાખી શકશો.

ધન રાશિ

નાણાકીય અથવા કૌટુંબિક કાર્ય રચના અને પ્રવાસનું આયોજન થઈ શકે.

મકર રાશિ

નિરાશાને ખંખેરી નાખશો પ્રયત્નો વધારવાથી આપની ઈચ્છા ફળીભૂત થતી જણાય.

કુંભ રાશિ

સામાજિક બાબતો અંગે સંજોગો સુધરતા જણાય, મનની મુરાદને બહાર લાવવા વધુ ધીરજ જરૂરી.

મીન રાશિ

આપના મનનો બોજ ધીમે ધીમે હળવો થતો જણાય, ગૃહજીવનના કામ અંગે પ્રગતિકારક.

Leave a Reply

Related Post