Daily Horoscope: વૈશાખ સુદ ત્રીજને બુધવાર, અક્ષય તૃતીયા પર જાણો રાશિફળ

Daily Horoscope: વૈશાખ સુદ ત્રીજને બુધવાર, અક્ષય તૃતીયા પર જાણો રાશિફળ
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081 વૈશાખ સુદ ત્રીજ. બુધવાર, અક્ષય તૃતીયા. અખાત્રીજ. મુ. જિલ્કાદ.

મેષ રાશિ

આપના મહત્ત્વના કામકાજમાં અવરોધ બાદ સફળતા જણાશે, ગૃહવિવાદ ટાળજો, સંતાન બાબતની ચિંતા.

વૃષભ રાશિ

વધુ પડતા ઉતાવળા સાહસોથી દૂર રહેજો, માનસિક વિષાદ દૂર થશે, આશાનું કિરણ લાધશે.

મિથુન રાશિ

ધાર્યા કામકાજો અંગે કેટલીક સાનુકૂળતા સર્જાતી જોઈ શકશો, વિવાદથી દૂર રહેજો, આર્થિક સંકડામણ.

કર્ક રાશિ

માનસિક મૂંઝવણમાંથી બહાર આવી શકશો, ગૃહજીવનની સમસ્યા હલ થાય, તબિયતની કાળજી જરૂરી.

સિંહ રાશિ

ધીરજના મીઠા ફળ ચાખી શકશો, ઈશ્વરીય સહાયનો અનુભવ કરી શકશો, પ્રિયજનથી મિલનનો યોગ.

કન્યા રાશિ

પ્રવાસમાં વિઘ્ન દૂર થતું લાગે, તમારી ઈચ્છાઓને સાકાર કરવાની દિશા મળી આવે, લાભની તક ઝડપવી.

તુલા રાશિ

સામાજિક બાબતો અંગેની ચિંતા, સમસ્યાનો ઉકેલ દેખાય, આર્થિક મૂંઝવણ, મિલન-મુલાકાત.

વૃશ્ચિક રાશિ

પ્રયત્નોનું મીઠું ફળ ચાખી શકશો, આરોગ્ય સાચવવું, કૌટુંબિક સ્વજન અંગે મૂંઝવણ.

ધન રાશિ

કાર્ય લાભ અને પ્રગતિના સંજોગો સર્જાતા જોવા મળે, વિવાદ અટકે, અકસ્માત ભય.

મકર રાશિ

મહત્ત્વની તક સર્જાતી જણાય, પરિશ્રામ વધારવાથી લાભ, સફળતાનો યોગ, ગૃહજીવનની સમસ્યા હલ થાય.

કુંભ રાશિ

આપના વ્યવસાયિક ક્ષેત્રે સંજોગો સાનુકૂળ બનતા લાગે, વિઘ્નને પાર કરી શકશો, મિલન-મુલાકાતથી આનંદ.

મીન રાશિ

અકારણ ઉદ્વેગ, અશાંતિમાંથી બહાર આવી શકશો, પ્રવાસ સફળ બને, નાણાકીય પ્રશ્ન હલ થાય.

Leave a Reply

Related Post