Daily Horoscope: જેઠ સુદ ચોથને શુક્રવાર, વિનાયક ચોથ પર જાણો રાશિફળ

Daily Horoscope: જેઠ સુદ ચોથને શુક્રવાર, વિનાયક ચોથ પર જાણો રાશિફળ
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081 જેઠ સુદ ચોથને શુક્રવાર, વિનાયક ચોથ. ગુરુ અર્જુન દેવ શહીદ દિન.

મેષ રાશિ

કઠિન સંજોગ જણાતા હોય તો પુરુષાર્થની માત્રા વધારવાથી માર્ગ સરળ બની શકશે.

વૃષભ રાશિ

વિકાસની કેડી કંડારવા તમારે ધીરજ અને સહાયની જરૂર પડે. ખર્ચ-ખરીદી પર કાબુ.

મિથુન રાશિ

આપના હાથ ધરેલા કામકાજો અંગે જણાતી મુશ્કેલીમાંથી સફળતાપૂર્વક બહાર નીકળી શકશો.

કર્ક રાશિ

વધુ પડતા ખર્ચ અને આવેશ પર સંયમ જરૂરી માનજો, મતભેદો નિવારજો, સ્વજન મિત્રથી મિલન.

સિંહ રાશિ

ઝડપી લાભ મેળવવાની લાલચ રોકશો તો નુકસાનથી બચી શકશો, પ્રયત્નોનું ફળ ચાખી શકશો.

કન્યા રાશિ

અંગત સમસ્યા અંગેની ચિંતા દૂર થતી લાગે, મહેનતનું પરિણામ વિલંબથી મળતું જણાય.

તુલા રાશિ

આપની મનની મૂંઝવણ દૂર થતી જણાય, આશાસ્પદ સંજોગ, મુલાકાત ફળે.

વૃશ્ચિક રાશિ

ધીમે ધીમે પ્રગતિનો અહેસાસ, મહેનતનું ફળ મળે, સ્નેહીનો સહકાર.

ધન રાશિ

ચિંતા-અશાંતિના વાદળ વિખેરાય, પરિસ્થિતિ સુધરતી જણાય, તબિયત સાચવજો.

મકર રાશિ

સમસ્યા હશે તો દૂર થાય, આર્થિક પ્રશ્ન હલ થાય, પ્રવાસ ફળે.

કુંભ રાશિ

આપના પ્રયત્નો સફળ બનતા જણાય, લાભની તક, કૌટુંબિક બાબતથી આનંદ.

મીન રાશિ

મુશ્કેલીને પાર કરી શકશો, ખર્ચ વ્યયનો પ્રસંગ, સામાજિક કાર્ય થઈ શકે.

Leave a Reply

Related Post