Daily Horoscope: જેઠ સુદ પાંચમને શનિવાર, આ રાશિની મુશ્કેલી ટળશે

Daily Horoscope: જેઠ સુદ પાંચમને શનિવાર,  આ રાશિની મુશ્કેલી ટળશે
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ.

વિક્રમ સંવત 2081 જેઠ સુદ પાંચમને શનિવાર, શુક્ર મેષ રાશિમાં પ્રવેશ.

મેષ રાશિ

આપના પ્રયત્નો વધારવાથી સફળતાની તક આવી મળે, સ્વજનોથી મતભેદ ટાળજો.

વૃષભ રાશિ

આર્થિક મૂંઝવણનો ઉપાય પ્રાપ્ત થતો જણાય, અગત્યની તક સર્જાતી જોવા મળે.

મિથુન રાશિ

ધીમે ધીમે સાનુકૂળતાના સંજોગો ઉભા થાય તેનો લાભ ઉઠાવવાનું ન ચૂકતા.

કર્ક રાશિ

સામાજિક, સાંસારિક બાબતોથી મૂંઝવણ અનુભવાય અને મહત્ત્વના કામમાં સફળતા.

સિંહ રાશિ

ઉશ્કેરાટ કે ઉગ્રતાને અંકુશમાં રાખીને સમાધાન વૃત્તિ કેળવીને શાંતા સફળતા પ્રાપ્ત કરાશે.

કન્યા રાશિ

આપના કાર્યોને સફળ બનાવવા ઈચ્છિત મદદ-તક સર્જાય, સ્વજનનો સહયોગ.

તુલા રાશિ

આપની કામગીરીઓને સફળ બનાવવા કુનેહ અને સતર્કતા જરૂરી.

વૃશ્ચિક રાશિ

ધાર્યા કામમાં વિઘ્ન હશે તો તે પાર કરવા અગમચેતી અને જાગૃતિ જરૂરી.

ધન રાશિ

આપના વિપરિત લાગતા સંજોગોને સંકલ્પ શક્તિથી બદલીને આગળ વધતા સફળતા મળે.

મકર રાશિ

સર્જનાત્મક કાર્ય થઈ શકે, સ્નેહીથી મિલન, મુલાકાત, અગત્યની તક મળે.

કુંભ રાશિ

શાંતિ કે નિરાંતની કામના કરતા ઈષ્ટફળની કિંમત સમજજો, સ્વજન ઉપયોગી બને.

મીન રાશિ

પ્રશ્નો ગૂંચવાયા હશે તો ઉકેલનો માર્ગ મળે, સાનુકૂળ સંજોગનો ઉપયોગ કરી લેજો.

Leave a Reply

Related Post