પાટડીની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પાણી માટે હાલાકી: નગરપાલિકાએ ટેન્કર સેવા બંધ કરતાં લોકો કેરબામાં પાણી લાવવા મજબૂર

પાટડીની ઝૂંપડપટ્ટી વિસ્તારમાં પાણી માટે હાલાકી:નગરપાલિકાએ ટેન્કર સેવા બંધ કરતાં લોકો કેરબામાં પાણી લાવવા મજબૂર
Email :

સુરેન્દ્રનગર જિલ્લાના પાટડીમાં જેનાબાદ રોડ પર આવેલી ઝૂંપડપટ્ટીમાં પીવાના પાણીની ગંભીર સમસ્યા સર્જાઈ છે. છેલ્લા કેટલાક મહિનાથી અહીંના રહીશો પીવાના પાણી માટે વલખાં મારી રહ્યા છે. પાટડી નગરપાલિકાએ શરૂઆતમાં ટેન્કર મારફતે પાણી પૂરું પાડ્યું હતું. પરંતુ અચાનક જ આ સેવા બંધ

કરી દેવામાં આવી છે. આના કારણે નાના બાળકો અને વૃદ્ધોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિક રહીશો સાયકલ અને વાહનો પર કેરબા મૂકીને પાણી લાવવા મજબૂર બન્યા છે. આ સમસ્યાની જાણ સ્થાનિક યુવા આગેવાન વિક્રમ રબારીને કરવામાં આવી હતી. વિક્રમ

રબારી અને નરેશ મકવાણાએ વિસ્તારની મુલાકાત લીધી હતી. નગરપાલિકાના કેટલાક લોકોએ જાણીજોઈને પાણી પુરવઠો બંધ કરાવ્યો હોવાના આક્ષેપો કરવામાં આવ્યાં છે. સ્થાનિક રહીશોએ વિક્રમ રબારી પાસે મદદની માંગણી કરી છે. તેમણે આગામી 25 ફેબ્રુઆરીએ યોજાનારી ટ્રેક્ટર રેલીમાં જોડાવાની પણ તૈયારી દર્શાવી છે.

Related Post