‘પાક.ને દુનિયાના નકશામાંથી મિટાવી દો’: વડોદરાની બજારો જડબેસલાક બંધ, પાકિસ્તાન હાય હાયના નારા લાગ્યા; વેપારીઓએ કહ્યુ- અમે તન, મન અને ધનથી સરકાર સાથે છીએ

‘પાક.ને દુનિયાના નકશામાંથી મિટાવી દો’:વડોદરાની બજારો જડબેસલાક બંધ, પાકિસ્તાન હાય હાયના નારા લાગ્યા; વેપારીઓએ કહ્યુ- અમે તન, મન અને ધનથી સરકાર સાથે છીએ
Email :

22 એપ્રિલના રોજ જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં વિરોધમાં આજે 28 એપ્રિલને સોમવારના રોજ વડોદરાના ચાર દરવાજા અને મંગળ બજાર સહિતના બજારો આજે જડબેસલાક બંધ રહ્યાં છે. અહીં વેપારીઓએ પાકિસ્તાન હાય હાયના નારા લગાવ્યા હતા અને પાકિસ્તાનને દુનિયાના નકશામાંથી હટાવી દેવાની માગ કરી છે. મૃતકોના ફોટા સાથે શ્રદ્ધાંજલિ અપાઈ વડોદરા શહેરના મંગળ બજાર

પૂર્વ વિભાગ, પશ્ચીમ વિભાગ, વાસણ બજાર, મુન્શી ખાંચા, કલા મંદિર ખાંચા, પદ્માવતી શોપિંગ સેન્ટર, ચાર દરવાજા લારી પથારા એસોસિએશન અને જૂના વડોદરાના આસપાસના તમામ દુકાનદારો દ્વારા સ્વેચ્છાએ બજારો બંધ રાખવામાં આવ્યા છે. આંતકી હુમલામાં માર્યા ગયેલા નાગરિકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. મંગળ બજારની બહાર વેપારીઓ દ્વારા મૃતકોના ફોટા સાથે તમામ મૃતકોને

શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. યુદ્ધ કરી પાકિસ્તાનને નકશામાંથી સરકાર મિટાવી દેઃ જય ઠાકોર વેપારી અગ્રણી જય ઠાકોરે જણાવ્યું હતું કે, પહેલગામમાં થયેલા આતંકી હુમલાના વિરોધમાં આજે વેપારીઓએ જડબેસલાક બંધ પાળ્યું છે. આતંકી હુમલામાં ધર્મ પૂછી-પૂછીને ગોળીઓ મારવામાં આવી તેના વિરોધમાં અને ભારતના જે નાગરિકો શહીદ થયા છે, તેમને શ્રદ્ધાંજલિ આપવામાં આવી છે. તમામ વેપારી

એસોસિયેશન દ્વારા આજે બંધ પાળવામાં આવ્યું છે. પાકિસ્તાન સામે ભારતના અનેકવાર યુદ્ધ થઈ ચૂકી છે અને તમામ વખત ભારતનો વિજય થયો છે. અમને અમારી આર્મી, નેવી અને એરફોર્સ પર ગર્વ છે. અમે ઇચ્છીએ કે, હવે ફરીથી યુદ્ધ થાય અને દુનિયાના નકશામાંથી પાકિસ્તાનને મિટાવી દેવામાં આવે. જેને લઈને અમે સરકારના સમર્થનમાં છીએ. તન,

મન અને ધનથી સરકારની સાથે છીએ. અમે સરકારને મદદ કરવા તૈયાર છીએઃ ધ્રુપદ પુરોહિત વેપારી અગ્રણી ધ્રુપદ પુરોહિતે જણાવ્યું હતું કે, પહેલગામમાં થયેલા હુમલામાં હિન્દુ સનાતનીઓને ધર્મ પુછી પૂછીને મારવામાં આવ્યા છે. તેના વિરોધમાં અને મૃતકોને શ્રદ્ધાંજલિ આપવા માટે આજે બંધ પાડવામાં આવ્યો છે. અમે લોકો સરકારને હંમેશા મદદ કરવા તૈયાર છીએ. અમારા ધર્મમાં

લખ્યું છે કે, કોઈની હત્યા ન કરવીઃ મહોમ્મદ નાસિર કપડવાલા વેપારી અગ્રણી મહોમ્મદ નાસિર કપડવાલાએ જણાવ્યું હતું કે, પહેલગામમાં બનેલી ઘટના એકદમ ધૃણાસ્પદ છે. સૌથી પહેલા અમારો ધર્મ ભારતીય છે. કોઈનો પણ ધર્મ પૂછીને આ પ્રકારે હત્યા ના કરવી જોઈએ. અમારા ધર્મમાં પણ લખ્યું છે કે આ પ્રકારે કોઈની હત્યા ન કરવી જોઈએ.

Leave a Reply

Related Post