ન્યુ ગુજરાત ગ્રાઉન્ડ રિપોર્ટ: ‘અમે 1971નું યુદ્ધ જોયું, ત્યારે બોમ્બ પડતા અત્યારે કંઈ નથી, બાકી થવું હશે એ થશે’

ન્યુ ગુજરાત ગ્રાઉન્ડ રિપોર્ટ:‘અમે 1971નું યુદ્ધ જોયું, ત્યારે બોમ્બ પડતા અત્યારે કંઈ નથી, બાકી થવું હશે એ થશે’
Email :

મિહિર ભટ્ટ

રાપર તાલુકાનું બેલા ગામ, અંદાજે 1200 મકાન અને આશરે 6000 હજારની વસ્તીવાળા આ ગામે 1965 અને પછી 1971માં સરહદપારથી તોપમારાનો સામનો કર્યો હતો, જો કે, આજે તંગસ્થિતિ વચ્ચે પણ લોકોમાં ભારે શાંતિ છે...! જે થવું હશે તે થશે આપણી આર્મી પર પુરો ભરોસો છે. આ માનસીકતા વચ્ચે અહીંય યુધ્ધ કે તંગદિલીની કોઈ વાત નથી, જનજીવન સામાન્ય છે. ગામના ચોરે બેઠેલા વડીલો પણ અલક-મલકની વાતો કરી રહ્યાં છે, બે દેશ વચ્ચેના ટેન્શનની અહીંયા તલભાર ચિંતા નથી. આ ગામથી રણ શરૂ થાય છે અને બરોબર 36 કિમીએ બેલા ગામ છે.
બેલા ગામના અગ્રણી લક્ષ્મણસિંહ વાઘેલા અમને બી.એસ.એફ ચોકીના પોઈન્ટ સુધી લઈ ગયાં. રસ્તામાં કોઈ અવરજવર નહોતી. આ છેલ્લા પોઈન્ટ પર આવેલા શ્રી વરૂડી માતાના મંદીર પાસે BADP (બોર્ડર એરીયા ડેવલોપમેન્ટ પ્રોગ્રામ) હેઠળ બનેલો પાકો રસ્તો પણ પુરો થઈ જાય છે. મંદીરના ઓટલે બેસી લક્ષ્મણસિંહે કહ્યું, અમે 1971નું યુધ્ધ જોયેલું છે, ત્યારે બોમ્બ પડતા અહીંયા, આજે એવું તો કશું નથી તો ચિંતા શું કરવાની. બાકી જે થવું હશે એ થશે. ડીસા, જૂનાગઢ, સેલવાસમાં ખોટી પોસ્ટ મૂકનારાના 4ની ધરપકડ અમદાવાદ | ભારત પાકિસ્તાન વચ્ચે તંગદિલી સર્જાતા સોશિયલ મીડિયા પર ખોટી પોસ્ટ મૂકનારા ડીસામાં તેજા માળી નામના યુવકની ધરપકડ કરવામાં આવી હતી. જૂનાગઢમાં 62 વર્ષીય વેટરનરી ડોક્ટર વલ્લભભાઈ રામજીભાઈ કુંજડીયા સામે પોલીસે ગુનો નોંધી તેની અટક કરી. જ્યારે સેલવાસમાં દેશ વિરોધી ગતિવિધિઓમાં સામેલ હુસેન દેવજાની પર ઇન્ડિયા ઓન.માય.ડિક જેવા આપત્તિજનક નામવાળી આઈડીની પોસ્ટ મુકવા બદલ અને અયામાસ ખાનની પાકિસ્તાનને પરોક્ષ રીતે મદદ કરવા બદલ ધરપકડ કરવામાં આવી છે. વાવ,સુઈગામ,પાલનપુર | હાલ ભારત પાકિસ્તાન યુદ્ધની તણાવભરી પરિસ્થિત સર્જાઈ છેપાકિસ્તાન તરફથી કરાતા હુમલાનો ભારતીય સેના દ્રારા જડબાતોડ જવાબ આપવામાં આવ્યો છે ત્યારે બનાસકાંઠા જિલ્લાના સરહદી સુઇગામ વાવ તાલુકાના 24 ગામડાઓમાં ગુરુવારે બ્લેક આઉટની વહીવટીતંત્ર ની સૂચના મળતા સ્વયં સરપંચો નવયુવાનો દ્રારા ગામડાંઓમાં એક સાથે બ્લેક આઉટ કરી દીધું હતું ગમે તેવી પરિસ્થિતિ બને તો પણ વહીવટીતંત્ર સાથે ગામના યુવાનો મદદ કરવા તૈયાર છે. જોકે, અહીંયા કોઈપ્રકારનું ટેન્શન નથી.

Leave a Reply

Related Post