Weekly Horoscope: તમારું આખું અઠવાડિયું કેવું રહેશે, જાણો સાપ્તાહિક રાશિફળ

Weekly Horoscope: તમારું આખું અઠવાડિયું કેવું રહેશે, જાણો સાપ્તાહિક રાશિફળ
Email :

આગામી સપ્તાહ તા. 22-02-25 થી 28-02-25 સુધી કેવુ રહેશે આપના માટે થશે લાભ કે થશે નુકસાન જાણી લો. રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આગામી આખુ અઠવાડિયુ કેવુ રહેશે.

મેષ (અ.લ.ઈ.)

નિરાશાના ઓળાઓ ઉતરતા જણાય અને ઉત્સાહ ઉમંગનો સંચાર અનુભવશો. નાણાકીય ચિંતાનો હલ આવતો લાગે, ઉધાર-ઉછીના- કરજ-વ્યાજ- લોન કામગીરીઓ અંગે જણાતા અવરોધો વિઘ્નોને પાર કરી શકો. નોકરિયાતને સમસ્યા ઉકેલાય, ધંધા-વેપાર અંગે સાનુકૂળ તક, ગૃહજીવનમાં નાનીમોટી ચકમક ઝરે, 'માફ કરો', 'જતુ કરો'નીતિ ફળે, આરોગ્ય સાચવવું, પ્રવાસમાં વિલંબ.

વૃષભ (બ.વ.ઉ.)

મનોસ્થિતિ અસ્વસ્થ- ચંચળ બને નહીં તે જોજો, આશાવાદી બનોે, આર્થિક વ્યવહારોમાં સાચવી, સાવધ રહી ચાલવું, વિશ્વાસે ચાલવાથી હાનિ, ઉધારી-ઉઘરાણી મેળવી શકો, કાર્ય સફળતા મેળવવા વધુ યત્નો કરવા પડે, નોકરી અંગેની ચિંતા જણાય, ધંધામાં કોઈ લાભની આશા ફળતી જણાય, ગૃહ, દામ્પત્ય- કૌટુંબિક બાબતો અંગે વધુ ધ્યાન આપવું રસ લેવો, મન દુઃખ નિવારી શકો, તબિયત નરમ બનશે, પ્રવાસમાં ટેન્શન જણાય.

મિથુન (ક.છ.ઘ.)

તાણ-ચિંતા- ભય- દ્વિધાઓ શંકા-કુશંકાના જાળામાંથી બહાર આવતા હાશ થાય, આવક વધારવાના પ્રયત્નો હવે ફળદાયી જણાય, સામે ઉઘરાણી કરવી, ખોટા-ખર્ચા પર કાબૂ રાખવો, મકાન-વાહન-અન્ય મહત્ત્વની કચેરીઓની બાબતો નોકરી યા ધંધા-વેપારના પ્રશ્નોના હલ માટે સાનુકૂળ તક સર્જાય, જીવનસાથીનો સહકાર મળે, કૌટુંબિક પ્રસંગ- આનંદદાયી રહે, પ્રિયજનથી મનમાં ગેરસમજ વધે, આરોગ્ય સાચવવું, પ્રવાસમાં પ્રસન્નતા.

કર્ક (ડ.હ.)

આપના મનની મૂંઝવણો અને સંતાપ ઉદ્વેગો દૂર થતા જણાય, આવક કરતાં વ્યય વધુ જણાશે, ઉઘરાણી પર ધ્યાન આપવું, ખોટી જગ્યાએ લાલચુ બની નાણાં ન રોકવા. અગત્યના કામકાજો વાહન-મકાન ઇત્યાદિ પ્રશ્નો નોકરીની સમસ્યા કે વેપાર-ધંધાના કામમાં ગ્રહયોગો નબળા છે પણ સાચવશો તો બગડે નહીં. કૌટુંબિક પ્રસંગો, દામ્પત્યજીવનની મૂંઝવણ-સગા- સંબંધી અંગે સંજોગો સારા થાય, આરોગ્ય નરમ બને, પ્રવાસમાં સાવધ રહેવું.

સિંહ (મ.ટ.)

આપના મનને સમતોલ અને મક્કમ રાખીને આગળ વધી શકશો, આર્થિક ક્ષેત્રે ઘણી મહેનત છતાં અલ્પ ફાયદો દેખાય, આવક પણ ધારેલી ન મળે તેવું બને, ત્યારે ખર્ચાઓ ઘટાડવા જરૂરી નોકરી ક્ષેત્રે પણ સમય સાચવીને ચાલવા જેવો, ઉન્નતિ બઢતીમાં વિલંબ દેખાય, બદલીની શક્યતા રહે,ધંધા-વ્યવસાયમાં બોજો અનુભવાય, કૌટુંબિક કાર્ય સફળ બને, સ્વજનની સહાય ઉપયોગી, મિલન-મુલાકાત ફળે, આરોગ્ય જળવાશે, પ્રવાસ સફળ રહે.

કન્યા (પ.ઠ.ણ.)

અણધાર્યા સંજોગોના કારણે કોઈ ચિંતા યા તણાવ હશે તો તે નિવારી શકશો, નાણાકીય પરિસ્થિતિને આવક-જાવક પલ્લાને સમતોલ રાખી ટકાવી શકશો, ઉઘરાણી સફળ બને, નોકરિયાતો માટે સમય સાર્થક બને, કામગીરી સફળ થાય જે ઉન્નતિ તરફ દોરી જશે, ધંધા-વ્યવસાયમાં આપના પ્રયત્નોના કારણે મુશ્કેલી અટકે અને પ્રગતિ જોવા મળે, સ્વજન-મિત્ર કે સગા સંબંધીઓ અંગે અસંતોષ અનુભવાય પણ પરવા કરવી નહીં, આરોગ્ય સાચવી શકશો, પ્રવાસ ફળદાયી બને.

તુલા (ર.ત.)

આપનો રઘવાટ-ઉશ્કેરાટને કાબૂમાં રાખજો, ઉતાવળે આંબા પાકશે નહીં, નાણાકીય કામગીરીઓ બૅન્ક લોન યા અન્ય બાબતોને હાથ ધરીને વધુ યત્ને સફળ બનાવી શકશો, મકાન-વાહન- જમીન-જાગીર અંગે આપનો સમય કઠિન જણાય, નોકરિયાતને ધાર્યું થવામાં અવરોધ, ધંધા-વેપારના કાર્યો માટે પુરુષાર્થ જરૂરી, ગૃહજીવન- પતિ-પત્નીના સંબંધો ઉપયોગી, તબિયત સુધરે, પ્રવાસ ફળે.

વૃશ્ચિક (ન.ય.)

આપના મનનો ઉદ્વેગ-તણાવ વધવા ન દેશો, યોગ-ધ્યાનની મદદ જરૂરી, આર્થિક સંજોગો પ્રતિકૂળ બને, આવક સામે વ્યય વધતો લાગે, ઉઘરાણી અટકે નહીં તે જોજો, ધંધા-વેપાર અંગે કોઈ સારી નવીન તક સર્જાય, નોકરી અંગેની આપની અપેક્ષા હજુ અધૂરી લાગે, સગાં-સ્વજન સ્નેહી પતિ-પત્ની સાથેનો સંબંધ મજબૂત રાખજો, આરોગ્ય ચિંતા રહે, પ્રવાસમાં વિલંબ.

ધન (ભ.ફ.ઢ.ધ.)

વહેમ અને ભયમુક્ત મળતી જણાય, ધર્મ અધ્યાત્મ ધ્યાન મદદ કરે, આર્થિક સંજોગો કઠિન જણાય, અલબત અણધારી મદદ કે લાભની તકથી રાહત મેળવી શકો. ખર્ચા ટાળજો, મહત્ત્વના કામકાજો થાય, નોકરીમાં ચિંતા ઉતરે, ધંધામાં આગળ વધાય, વાહન-સંપત્તિ બાબતોથી સાનુકૂળતા, પતિ-પત્ની વચ્ચે સંઘર્ષ ઘર્ષણનોે પ્રસંગ ટાળવો, મિત્ર-સ્નેહીથી સહકાર, આરોગ્ય ચિંતા હળવી બને, પ્રવાસ ઉપયોગી.

મકર (ખ.જ.)

ઉત્સાહ પ્રેરક-આશાવાદી સંજોગો સર્જાય, તણાવ હળવા બને, આર્થિક સ્થિતિને સમતોલ અને સુવ્યવસ્થિત રાખજો, વ્યયનો પ્રસંગ અટકાવજો, મિત્રની મદદ ફળે, આપની નોકરી-વ્યવસાય કાર્યો હોય કે વાહન-જમીનની બાબતો સમયનો સાથ મળે, સગાં-મિત્રનો સહકાર વધે, પતિ-પત્ની વચ્ચે મનમેળ સર્જાય, કુટુંબમાં પ્રસન્નતા, આરોગ્ય માટે સુધારો, પ્રવાસમાં ધીરજની કસોટી થાય.

કુંભ (ગ.શ.સ.)

કોઈ અંગત સમસ્યા કે કોઈ અંતઃકરણનો ઉચાટ હોય નિવારાય, આવક વૃદ્ધિની તક આવે યા સર્જાય, મિત્રનો સહકાર મળે, નવીન તક આવે, લેણ-દેણનો પ્રશ્ન પતે, આપના મહત્ત્વના સરકારી- ખાનગી કચેરીના કામકાજોનો હલ મળે, મદદ ઉપયોગી બને, નોકરીમાં સાનુકૂળતા, વેપાર-ધંધાની ચિંતા ઉકેલાય, ઘર-કુટુંબના કાર્યો અંગે સાનુકૂળતા, કોઈ મતભેદ યા દુઃખી હોય તો તેને નિવારવાનો માર્ગ મળે, આરોગ્ય ચિંતા રહે, પ્રવાસમાં વિલંબ.

મીન (દ.ચ.ઝ.થ.)

માનસિક સમતોલન અને સ્વસ્થતા જાળવી શકશો, આનંદનો અનુભવ નાણાકીય પરિસ્થિતિ ધીમે ધીમે સુધરશે, ઉતાવળે લાભ નહીં મળે, ઉઘરાણી- લેણી રકમ મેળવી શકો, આપના કેટલાક કાર્યો અંગે અવરોધ વિલંબ સર્જાય, ધાર્યું કામ કે તેનું ફળ અટકે, નોકરી અંગે વધુ યત્ન-ધીરજ જરૂરી, ધંધા-વેપારના પ્રતિકૂળતા, જીવનસાથી-સ્નેહી-મિત્ર સાથેના સંબંધો સુધરે, સમાધાન થાય, તબિયત સચવાય, પ્રવાસ વ્યર્થ જણાય.

Related Post