Weight Loss Tips: વજન ઘટાડવાની ચિંતામાંથી છુટકારો, 'દોરડા કૂદો અને ઉતારો વજન'

Weight Loss Tips: વજન ઘટાડવાની ચિંતામાંથી છુટકારો, 'દોરડા કૂદો અને ઉતારો વજન'
Email :

આજે સ્થળૂતાપણું એક ગંભીર સમસ્યા બની છે. વજન ઘટાડવા માટે આજકાલ ડોક્ટર પાસે ખાસ પ્રકારનો ડાયટ પ્લાન બનાવે છે. તો કેટલાક લોકો ફેટ ઉતારવા માટે સપ્લિમેન્ટસનો ઉપોયગ કરતા હોય છે. આ બધી માથાકૂટના બદલે જો બાળપણની એક રમત રમવામાં આવે તો ઝડપથી વજન ઉતરશે. આપણે બાળપણમાં મિત્રો સાથે પરિવારના કઝિન ભાઈ-બહેન સાથે દોરડા કૂદવા જેવી રમત રમતા હતા. આ રમતને ફરી પાછા પોતાના રોજિંદા જીવનમાં સામેલ કરવાથી ચોક્કસ ફાયદો થશે.

પહેલા જ્યારે આપણે ઘરની બહાર રમાતી રમતનો આનંદ લેતા હતા ત્યારે આપણને આ રમતના લાભ વિશે વધુ જાણકારી નહોતી. આજે દોરડા કૂદવાના અદભૂત લાભ જણાવીશું. ખાસ કરીને જે લોકો જીમમાં ગયા વગર અને ડાયટ કર્યા વગર વજન ઉતારવા માગે છે તેમના માટે આ ટીપ્સ બહુ મહત્વની સાબિત થશે. દોરડા કૂદવું (Jump Rope) એક અત્યંત અસરકારક અને સરળ વ્યાયામ છે, જેનાથી અનેક સ્વાસ્થ્યલાભ થાય છે. અહીં કેટલાક મુખ્ય લાભો આપવામાં આવ્યા છે:

દોરડા કૂદવાથી થતા સ્વાસ્થ્ય લાભ

હૃદયના સ્વાસ્થ્યમાં સુધારો

દોરડા કૂદવું એ એરોબિક કસરત છે, જે હૃદયને મજબૂત બનાવે છે અને બ્લડ સર્ક્યુલેશન સુધારે છે. જ્યારે તમે ઝડપથી દોરડા કૂદકો છો, ત્યારે શરીરમાં રક્ત પ્રવાહ સુધરે છે. આવી સ્થિતિમાં, એક મહિના સુધી નિયમિતપણે દોરડા કૂદવાથી તમારી સહનશક્તિ વધશે, ફેફસાંની ક્ષમતામાં સુધારો થશે અને તમારા હૃદયને પણ મજબૂત બનાવશે.  દોરડા કૂદવાથી કોઓર્ડિનેશન અને બેલેન્સ સુધરે છે, ખાસ કરીને એટલેટ્સ માટે ફાયદાકારક. તે હાડકાંઓ પર હળવો દબાણ લાવે છે, જે અવસ્થાના હાડકાંને મજબૂત બનાવે છે. આ ઉપરાંત દોરડા કૂદવાથી માનસિક તણાવ પણ દૂર થાય છે. માનસિક તણાવ દૂર થતા હૃદય પર થતું દબાણ ઘટે છે અને હાર્ટએટેકનું જોખમ દૂર થાય છે.

શરીરમાં સ્ફૂર્તિ વધશે

દોરડા કૂદવા માટે શરૂઆતના દિવસોમાં દોરડા કૂદતા તમને થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે, પરંતુ એક મહિના સુધી દરરોજ તેનો અભ્યાસ કરવાથી તમારા શરીરનું સંતુલન ઘણું સુધરશે. આ તમને ફક્ત દોરડા કૂદવામાં જ નહીં પરંતુ તમારી દૈનિક પ્રવૃત્તિઓમાં પણ વધુ ચપળ બનાવશે. દોરડા કૂદતી વખતે હાથ, પગ અને આંખો વચ્ચે ઉત્તમ સંકલન જરૂરી છે. કારણ કે જ્યારે દોરડા કૂદીએ ત્યારે તે આગળ અને પાછળ જાય ત્યારે આપણું ધ્યાન ફક્ત દોરડા પર જ રહે છે. આમ, આપણે એક જ વસ્તુ પર ધ્યાન કેન્દ્રીત કરીએ છીએ. દોરડા કૂદવાના કસરત નિયમિત કરવાના કારણે હાથ અને પગના સ્નાયુઓ મજબૂત બનતા આપણે સ્ફૂર્તિનો અનુભવ કરીશું

ચરબી બર્ન કરવામાં મદદરૂપ

જો તમે વજન ઘટાડવાનું વિચારી રહ્યા છો, તો દોરડા કૂદવાનો વિકલ્પ તમારા માટે શ્રેષ્ઠ વિકલ્પોમાંથી એક છે.  તે ખૂબ ઝડપથી કૅલોરીઝ બર્ન કરાવે છે, જે વજન ઘટાડવા માંગતા લોકો માટે ઉત્તમ છે. પગ, હાથ, પેટ અને ખભાની માંસપેશીઓ પર તેનો સારો પ્રભાવ પડે છે. તે ખૂબ જ ઝડપથી કેલરી બર્ન કરે છે. આ જ કારણ છે કે માત્ર 10 મિનિટની કસરત કરવાથી લગભગ 30 મિનિટ દોડવા જેટલી કેલરી બર્ન થઈ શકે છે. આને તમારા દિનચર્યામાં સામેલ કરવાથી, તમે જોશો કે ફક્ત એક મહિનામાં તમારું વજન નોંધપાત્ર રીતે ઘટવા લાગશે. 

Leave a Reply

Related Post