Western Railway દ્વારા સાબરમતી-બનારસ વચ્ચે વધુ એક મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેનનું આયોજન:

Western Railway દ્વારા સાબરમતી-બનારસ વચ્ચે વધુ એક મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેનનું આયોજન
Email :

પશ્ચિમ રેલવે દ્વારા મહાકુંભ મેળા-૨૦૨૫ દરમિયાન મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને, સાબરમતી-બનારસ વચ્ચે વધુ એક મહાકુંભ મેળા સ્પેશિયલ ટ્રેન વિશેષ ભાડા ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

ટ્રેન નં.09453/09454 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ (2 ટ્રિપ)

ટ્રેન નંબર 09453 સાબરમતી-બનારસ મહાકુંભ મેળા સ્પેશિયલ 22 ફેબ્રુઆરી 2025ના રોજ સાબરમતીથી 11:00 કલાકે ઉપડશે અને બીજા દિવસે 4:00 કલાકે બનારસ પહોંચશે.તેવી જ રીતે, ટ્રેન નં. 09454 બનારસ-સાબરમતી મહાકુંભ મેળા સ્પેશિયલ 23 ફેબ્રુઆરી 2025 ના રોજ બનારસથી 7:30 કલાકે ઉપડશે અને ત્રીજા દિવસે 00:30 વાગ્યે સાબરમતી પહોંચશે.

જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે

માર્ગ માં, બંને દિશાઓ માં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, પિંડવાડા, ફાલના, રાની, મારવાડ, બ્યાવર, અજમેર, કિશનગઢ, જયપુર, દૌસા, બાંદિકુઇ, ભરતપુર, આગ્રા ફોર્ટ, ટુંડલા, ઇટાવા, ગોવિંદપુરી, ફતેહપુર, પ્રયાગરાજ અને જ્ઞાનપુર રોડ સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં એસી 2-ટાયર, એસી 3-ટાયર, સ્લીપર ક્લાસ અને જનરલ સેકન્ડ ક્લાસ કોચ હશે.

ઓનલાઈન કરી શકાશે બુકિંગ

ટ્રેન નંબર 09453 નું બુકિંગ 15 ફેબ્રુઆરી 2025 થી બધા પીઆરએસ કાઉન્ટરો અને આઈઆરસીટીસી વેબસાઇટ પર શરૂ થશે. ટ્રેનોના સ્ટોપેજ, સમય અને સંરચના અંગે વિગતવાર માહિતી માટે, મુસાફરો કૃપા કરીને www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

Related Post