Lifestyle: કિચનમાં AC ના હોય તો બીજું શું લગાવી શકાય?

Lifestyle: કિચનમાં AC ના હોય તો બીજું શું લગાવી શકાય?
Email :

ગરમીમાં કિચનમાં કામ કરવું ખુબ મુશ્કલે બની જાય છે. ગેસની ગરમી અને વરાળના કારણે પસીનો થઈ જાય છે. ભેગા મળીને ખાવાનું બનાવું વધારે મુશકેલ બની જાય છે. પરંતુ કોઈ પોતાના કિચનમાં એસી તો ના લગાવી શકે. કિચનમાં એસી લગાવાના ફાયદા હોતા નથી. આવામાં સવાલ એ ઉભો થાય છે કે કિચનમાં એસી નહી તો ઠંડક માટે બીજુ શું કરી શકાય? 

કિચનમાં એક્ઝોસ્ટ લગાવો

એક્ઝોસ્ટ ફેન બધા કિચનની જરૂરત છે. આ ગરમ હવા, વરાળને બહાર કાઢે છે. અને તેનાથી કિચનમાં ગરમી લાગતી નથી. આના ઘણા ફાયદા છે જેમ કે ગરમ હવા બહાર કાઢે છે. કિચનમાં હવાનું સર્કુલેશન સુઘારે છે. આ ફેન સ્સ્તો હોય છે.

ટાવર કુલરનો ઉપયોગ કરો

ટાવર કુલર એક પાતળું અને લાંબુ કુલર હોય છે જે ઓછી જગ્યામાં ફિટ થઈ જાય છે. આને તમે કિચનમાં કે એક જગ્યાએ રાખી શકો છો. આ કુલર સારી હવા આપે છે અને આ લગાવ્યા પછી ઠંડક પણ રહે છે.

મિની કૂલર કે ટેબલ કુલર

જો તમારી પાસે ઓછી જગ્યા છે તો મિની કૂલર કે ટેબલ કૂલર એ વધુ સારો વિકલ્પ છે. આ કદમાં નાનું હોય છે પરંતુ તે સીધી ઠંડી હવા આપે છે. હલકું અને પોર્ટેબલ હોય છે. તમારે જ્યાં લઈને જવું હોવું ત્યા લઈ જઈ શકો છો. સસ્તી કિંમતમાં ઠંડી હવા આપે છે.

ડ્યુઅલ ફંક્શન ફેન

ડ્યુઅલ ફંક્શન ફેન એટલે એવો ફેન જે હવા તો આપે જ છે પરંતુ તેની સાથે સાથે હવાને ફિલ્ટર પણ કરે છે. આ ફેનના ઘણા ફાયદા છે. ઠંડી અને સાફ હવા આપે છે તેમજ તેને ગમે ત્યા ફેરવી શકો છો તે મૂવેબલ હોય છે. ધ્યાન આપવું કિચનમાં વેંટિલેશન ખૂબ જરૂરી છે

Disclaimer: આ માહિતી માત્ર જાણકારી માટે છે, સંદેશ તેની પુષ્ટિ કરતું નથી. 

Leave a Reply

Related Post