બાળક ગટરમાં પડ્યો ત્યારથી અત્યાર સુધી શું થયું?: 20 કલાકથી વધુ સમય વીત્યો, ફાયર અને NDRF જવાનોના તનતોડ પ્રયાસો બાદ પણ માસૂમનો પત્તો નહીં

બાળક ગટરમાં પડ્યો ત્યારથી અત્યાર સુધી શું થયું?:20 કલાકથી વધુ સમય વીત્યો, ફાયર અને NDRF જવાનોના તનતોડ પ્રયાસો બાદ પણ માસૂમનો પત્તો નહીં
Email :

સુરત શહેરના ન્યુ કતારગામ વિસ્તારમાં 5 ફેબ્રુઆરીના સાંજના 5:30ની આસપાસ 2 વર્ષીય માસુમ કેદાર સ્ટ્રોમમાં ખાબક્યો હતો. 20 કલાકથી વધુ સમય થયો હોવા છતાં પણ હજુ સુધી બાળકનો કોઈ પત્તો લાગ્યો નથી. ફાયર વિભાગના 50થી વધુ જવાનો વિવિધ ટીમોમાં વહેંચાઈને શોધખોળમાં જોડાયા છે. ફાયર વિભાગે ઘટનાસ્થળેથી 700 મીટર સુધી સ્ટ્રોમ ડ્રેનેજની તમામ લાઈનો તપાસ કરી છે. અંતે હવે વડોદરાથી NDRFની ટીમ સુરત બોલાવવામાં આવી છે. સ્ટ્રોમ ડ્રેનેજ લાઈનો જે વરીયાવ ખાડી સુધી જાય છે, તેને સંપૂર્ણ રીતે ચકાસવામાં આવી છે. ખાડીની દિવાલ તોડી અંદર પાણીમાં બોટ મારફતે શોધખોળ કરવામાં આવી

રહી છે. થાળી સુધી આવેલા 12 ગટર લાઈન પણ ફાયર વિભાગના અધિકારીઓએ ચેક કરી છે. 20 ફૂટ નીચે ઉતરીને ફાયરની ટીમ સતત શોધખોળ કરી રહી છે. ફાયર વિભાગની તમામ સંભાવનાઓ પર તપાસ ચાલુ છે. ઘટનાને પગલે ફાયર વિભાગે તમામ શક્યતાઓને ધ્યાનમાં રાખીને શોધખોળ તેજ કરી છે. હજુ સુધી બાળકીનો કોઈ પત્તો ન લાગતા સંડોવાયેલો સ્ટાફ સતત વિભિન્ન ટેક્નિક અને સાધનો દ્વારા શોધખોળ ચાલુ રાખી રહ્યો છે. ફાયર બ્રિગેડની 50થી વધુ જવાનોની ટીમો સતત શોધખોળમાં લાગી છે. સમગ્ર ઘટનાક્રમ ડ્રેનેજ વિભાગના અધિકારી ભૈરવ દેસાઈએ જણાવ્યું હતું કે, "નજીક પંપિંગ સ્ટેશન

આવેલું છે, જ્યાં હાલ શોધખોળ ચાલુ છે. અમે તમામ શક્યતાઓ પર કામ કરી રહ્યા છીએ અને કોઈ કસર રાખવા માંગતા નથી એટલે તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે. ડ્રેનેજ લાઈનમાં આ ઘટના બની નથી, તે હું સ્પષ્ટ કરવા માંગું છું." જુની ડ્રેનેજ લાઈનો બદલવા કરોડોનો ખર્ચ અમરેલી સેન્ટ્રલ ઝોન એવાં વિસ્તારોમાં જુની ડ્રેનેજ લાઈનો છે અને હાલમાં બજેટ મુજબ કરોડો રૂપિયાના ખર્ચે આ લાઈનોને બદલવામાં આવી રહી છે. આ માટે કોન્ટ્રાક્ટ પણ આપી દેવામાં આવ્યા છે અને ઠેર-ઠેર કામગીરી પણ ચાલી રહી છે. કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની બેદરકારી સ્પષ્ટ કામ કરતી ટીમો ડ્રેનેજની

કામગીરી બાદ ઢાંકણ બહાર મૂકીને જતી રહે છે. ન તો કોન્ટ્રાક્ટર અને ન તો અધિકારીઓ તેની ઉપર નજર રાખે છે. ગટરના તૂટેલા ઢાંકણાં માટે કોણ જવાબદાર છે તે તપાસનો વિષય છે. ઢાંકણું ક્યારે તૂટ્યું અને કેમ તૂટ્યું તે અંગે તપાસ થવી જરૂરી છે. આ મુદ્દે સુરત મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે પણ અધિકારીઓને સૂચના આપી છે, કે આ બાબતે ગંભીર તપાસ કરવામાં આવે. મેઈન ગટરના બે એક્ઝિટ પોઈન્ટ આ મેઈન ગટરનું એક એક્ઝિટ પોઈન્ટ વરિયાવ પમ્પિંગ સ્ટેશન તરફ છે, જ્યારે બીજું નજીકથી પસાર થતી ખાડીમાં છે. ગટરમાં અંદાજે 5થી 7 ફૂટ

ઊંડું પાણી વહે છે, જેના કારણે બાળક કઈ બાજુ ગયું તે જાણી શકાતું નથી. ફાયર બ્રિગેડની ટીમે હાથ ધરી શોધખોળ ડભોલી, કોસાડ અને મોરાભાગળની 5 ફાયર સ્ટેશનોની ટીમો ઘટનાસ્થળે હાજર છે. ફાયરના 2થી 4 સભ્યોની અલગ-અલગ ટીમો ઓક્સિજન અને સેફ્ટી સાધનો સાથે ગટરના ચેમ્બરોએ અંદર ઉતરી શોધખોળ કરી રહી છે. શોધમાં પડતી મુશ્કેલીઓ ફાયર અધિકારીઓએ જણાવ્યું કે ,પાણીના ઘસમસતા વહેણ અને ગટરની અંધારી ગહનાઈના કારણે બાળક શોધવામાં મુશ્કેલીઓ આવી રહી છે. જો કે, બંને એક્ઝિટ પોઈન્ટની નજીક તપાસ ચલાવવામાં આવી રહી છે અને જલ્દીથી બાળકને શોધી કાઢવા ફાયર બ્રિગેડના તમામ પ્રયાસો ચાલુ છે.

આ સાથે જ વડોદરાથી NDRFની ટીમ પણ બાળકને શોધવામાં કામે લાગી છે. અઢી કિલોમીટર રેન્જમાં તપાસ કરાઈઃ ફાયર વિભાગ સુરત ફાયર વિભાગના અધિકારી બસંત પરેખે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં અઢી કિલોમીટર રેન્જમાં તપાસ કરવામાં આવી છે. એક લાઈન ખાડી તરફ જાય છે, જ્યારે બીજી લાઈન સુએઝ વોટર પ્લાન્ટ તરફ જાય છે. ખાડી સુધીની તપાસ લગભગ 10થી 12 વખત કરવામાં આવી છે. બીજી લાઈનમાં પાણીનો પ્રવાહ સૌથી વધુ છે, જે સુએઝ વોટર પ્લાન્ટ સુધી જાય છે. હાલ ત્યાં પાણીનો પ્રવાહ વધુ છે, જે ઓછો થતા જ અમે ત્યાં પણ તપાસ કરીશું.

Related Post