WhatsAppએ રજૂ કર્યુ નવું AI ફીચર, મેસેજ વાંચવા માટે હવે વધુ સરળતા:

WhatsAppએ રજૂ કર્યુ નવું AI ફીચર, મેસેજ વાંચવા માટે હવે વધુ સરળતા
Email :

WhatsAppએ નવું AI Summarize ફીચર લોન્ચ કર્યુ છે. જે તમામ અનરીડ મેસેજનો સારાંશ આપશે. જેમાં યુઝર્સ પ્રાઇવસી સાથે મેસેજ ખોલ્યા વગર તમામ જરુરી માહિતી જાણી શકશે. WhatsAppનું આ નવું AI ફીચર ગ્રુપ ચેટ્સ અને પર્સનલ મેસેજ માટે કામ કરશે. જે યુઝર્સ મેસેજ વાંચવાનું ભૂલી જતા હશે અથવા કામની વ્યસ્તતાની વચ્ચે મેસેજ ખોલવાના રહી જતા હશે તેમના માટે આ કારગર AI ફીચર છે.

ગોપનીયતા નીતિ પ્રત્યે ગંભીર WhatsApp

AI Summarize ફીચર તમને એ તમામ મેસેજની ઝલક આપશે જે તમે નથી વાંચ્યા. આ ફીચર દ્વારા તમે કોઇ જરુરી માહિતી ચૂકી નહી શકો. અને તમે તમારી માહિતી સાથે હમેંશા અપડેટ રહેશો. WhatsApp હંમેશા તેની ગોપનીયતા નીતિ પ્રત્યે ગંભીર રહ્યું છે, અને આ વખતે પણ કંપનીએ સ્પષ્ટ કર્યું છે કે વપરાશકર્તાઓની વ્યક્તિગત માહિતી સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. આ નવું AI ફીચર પ્રાઇવેટ પ્રોસેસિંગ નામની ટેકનોલોજી પર કામ કરે છે. જે ખાતરી કરે છે કે તમારી વાતચીત ફક્ત તમારા માટે જ છે. WhatsApp કહે છે કે આ પ્રોસેસિંગ ટ્રસ્ટેડ એક્ઝિક્યુશન એન્વાયર્નમેન્ટ નામના સુરક્ષિત ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર થાય છે, જે ડેટાને સંપૂર્ણપણે ખાનગી અને સુરક્ષિત બનાવે છે.

AI સંદેશનો સાર અને સૂચન આપશે

આ નવા ફીચર વિશે બીજી ખાસ વાત એ છે કે તે ફક્ત સંદેશનો સારાંશ જ નહીં આપે, પરંતુ તમને એ પણ સૂચવશે કે કયા સંદેશા મહત્વપૂર્ણ છે અને કયા તાત્કાલિક વાંચવાની જરૂર નથી. એટલે કે, તમારો સમય પણ બચશે અને મહત્વપૂર્ણ વસ્તુ તમારા સુધી પણ પહોંચશે. હાલમાં, આ ફીચર અમેરિકામાં કેટલાક યુઝર્સને ઉપલબ્ધ છે અને હાલમાં ફક્ત અંગ્રેજી ભાષાને સપોર્ટ કરે છે. પરંતુ કંપની આગામી સમયમાં તેને અન્ય ભાષાઓમાં લાવવાની યોજના ધરાવે છે, જેથી વધુને વધુ લોકો તેનો લાભ લઈ શકે. જ્યારે આ સુવિધા તમારા WhatsApp પર આવશે. ત્યારે તમને તમારા ચેટ વિભાગમાં જ બધા ન વાંચેલા સંદેશાઓનો સારાંશ સૂચિ અથવા બુલેટ સ્વરૂપમાં દેખાશે. આનાથી દરેક મહત્વપૂર્ણ વસ્તુ પર નજર રાખવાનું વધુ સરળ બનશે. WhatsAppનું આ નવું AI સમરાઇઝ સુવિધા એવા લોકો માટે વરદાન સાબિત થઈ શકે છે. જેઓ દરરોજ સેંકડો સંદેશાઓથી પરેશાન છે અથવા સમયના અભાવે બધું વાંચી શકતા નથી. હવે મહત્વપૂર્ણ વસ્તુઓ સાથે કનેક્ટ થવું પહેલા કરતાં વધુ સરળ બનશે. તે પણ તમારી ગોપનીયતા સાથે સમાધાન કર્યા વિના.

Leave a Reply

Related Post