WhatsAppનું આવ્યું નવું ફીચર! હવે ટાઇપ કર્યા વગર થશે ચેટ:

WhatsAppનું આવ્યું નવું ફીચર! હવે ટાઇપ કર્યા વગર થશે ચેટ
Email :

વિશ્વભરમાં 3.5 અબજથી વધુ યુઝર્સઓ સાથે સૌથી લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન, WhatsApp એ તેના યુઝર્સઓના અનુભવને વધુ સારો બનાવવા માટે એક નવું ફીચર લાવી રહ્યું છે. હવે ગ્રુપ ચેટમાં ટાઇપ કરવાની જરૂર નથી. વોટ્સએપે ગ્રુપ વોઇસ ચેટ નામનું એક નવું ટૂલ લોન્ચ કર્યું છે, જે વાતચીતને વધુ સરળ અને મનોરંજક બનાવશે.

હવે વાત કરો, ટાઇપ કરવાની જરૂર નથી

વોટ્સએપનું આ નવું ફીચર ખાસ કરીને એવા લોકો માટે છે જેઓ ગ્રુપમાં લાંબા મેસેજ લખવાનું ટાળવા માગે છે. હવે તમે ગ્રુપ ચેટમાં સીધા તમારા પોતાના અવાજથી, હેન્ડ્સ-ફ્રી અને રીઅલ-ટાઇમમાં વાત કરી શકો છો. આનો મતલબ એ થયો કે કોલ કર્યા વિના, ગ્રુપમાં સીધા જ લાઇવ વોઇસ ચેટ શરૂ કરી શકાય છે.

બધા પ્રકારના ગ્રુપમાં ઉપલબ્ધ છે

શરૂઆતમાં આ સુવિધા ફક્ત મોટા ગ્રુપ માટે જ કરવામાં આવ્યું હતુ, પરંતુ હવે તે બધા ગ્રુપ માટે રજૂ કરવામાં આવ્યું છે. તમારા ગ્રુપમાં 3-4 લોકો હોય કે 100 થી વધુ સભ્યો હોય, હવે બધા યુઝર્સ આ વોઇસ ચેટનો લાભ લઈ શકે છે.

એન્ડ્રોઇડ અને iOS બંને માટે રોલઆઉટ શરૂ થયું

આ ફીચર ધીમે ધીમે બધા યુઝર્સ માટે રોલઆઉટ કરવામાં આવી રહી છે. જો આ અપડેટ હજુ સુધી તમારા ફોન પર નથી આવ્યું, તો થોડી રાહ જુઓ, ટૂંક સમયમાં તે તમારા ડિવાઇસ પર પણ આવી જશે. આ ફીચર એન્ડ્રોઇડ અને iOS બંને પ્લેટફોર્મ પર કામ કરશે.

આ ચેટ સુવિધા વોઇસ નોટ્સથી અલગ છે

આ નવું ફીચર વોઇસ નોટ્સથી અલગ છે. જ્યારે વોઇસ નોટ્સ એક-તરફનું મેસેજિંગ છે, ત્યારે વોઇસ ચેટ કોલ બટન દબાવ્યા વિના સીધા જ ગ્રુપ વાર્તાલાપ શરૂ કરીને લાઇવ ગ્રુપ કોલિંગ અનુભવ પ્રદાન કરે છે.

આ ફીચર કેમ ખાસ છે?

મિત્રો સાથે પ્રવાસનું આયોજન હોય કે ઓફિસ ટીમ સાથે મીટીંગ હોય, આ નવું ફીચર ફક્ત વાતચીતને ઝડપી નહીં પણ વધુ ઇન્ટરેક્ટિવ પણ બનાવશે. ડિજિટલ વાતચીતને પહેલા કરતા વધુ સરળ અને અસરકારક બનાવવા માટે વોટ્સએપ તેની સેવાઓમાં સતત સુધારો કરી રહ્યું છે.

Leave a Reply

Related Post