અકસ્માત સર્જી નબીરાએ ક્યાં વિતાવ્યા 30 કલાક: બે સગા ભાઈનો જીવ લેનાર કીર્તન ત્રણ કલાક ગાર્ડનમાં બેઠો; રેલવે સ્ટેશન-હોટલમાં રાત ગુજારી બહાર નીકળ્યો ને પકડાયો

અકસ્માત સર્જી નબીરાએ ક્યાં વિતાવ્યા 30 કલાક:બે સગા ભાઈનો જીવ લેનાર કીર્તન ત્રણ કલાક ગાર્ડનમાં બેઠો; રેલવે સ્ટેશન-હોટલમાં રાત ગુજારી બહાર નીકળ્યો ને પકડાયો
Email :

સુરતમાં ગત 7 ફેબ્રુઆરીના રોજ રાત્રે આઉટર રિંગ રોડના વાલક પાટિયા પાસે તાપી બ્રિજ પર રફતાર અને દારૂના નશામાં છાકટા થઈ 130ની ઝડપે નબીરાએ કાર હંકારી ડિવાઈડર કુદાવી પાંચ વાહનોને અડફેટે લઈ બે સગા ભાઈ ઓને મોતને ઘાટ ઉતારી દીધા હતા. નબીરા કીર્તન ડાખરાની 30 કલાક બાદ ધરપકડ થઈ હતી. પોલીસે તેને સ્ટેશન પાસેથી પકડ્યો હતો. પોલીસે આજે કીર્તનને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, નબીરો અકસ્માત કર્યા બાદ ત્રણથી ચાર કલાક જેટલો સમય ગાર્ડનમાં બેઠો હતો. ત્યારબાદ પિતાને જાણ કરતા પિતાએ ઘરે આવી જવા જણાવ્યું હતું જોકે તે ઘરે ગયો ન હતો. ત્યારબાદ અકસ્માતની રાત્રે નબીરો રેલવે સ્ટેશન પર જ સુઈ

ગયો હતો. સવાર થતા જ આસપાસમાં આમતેમ આટાફેરા માર્યા બાદ સાંજ થતાં રેલવે સ્ટેશન પાસે આવેલી હોટલમાં ગયો હતો અને ત્યાં રાત ગુજારી હતી.જ્યાંથી ગતરોજ (9/02/2025) સવારે હોટલમાંથી ચેક આઉટ કરીને રેલ્વે સ્ટેશન પાસે હતો ત્યારે પોલીસની પકડમાં આવી ગયો હતો. કીર્તને લંગડાતા લંગડાતા ઘટનાનું રિકન્ટ્રક્શન કર્યું સુરતમાં 130ની સ્પીડે કાર ચલાવીને બે લોકોના મોત નીપજાવનાર આરોપી કીર્તન ડાખરાને જે જગ્યા પર અકસ્માત થયો હતો ત્યાં લઈ જઈને ઘટનાનું રિકન્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન કીર્તને બે હાથ જોડેલા હતા અને તમામ ઘટના અંગે જણાવ્યું હતું. આ સાથે જ કીર્તન લંગડાતો લંગડાતો ચાલતો હોવાથી બે પોલીસ જવાનો દ્વારા તેને પકડીને ચલાવવામાં આવી રહ્યો હતો. બ્રિજ પર કાર

ચલાવ્યા બાદ જ્યાંથી ડિવાઇડર ખુદાવી હતી અને કઈ જગ્યા પર બાઈકચાલકોને ઉડાવ્યા હતા તે અંગે કીર્તને તમામ માહિતી આપી હતી. નબીરાએ દારૂ અને રફતારના નશામાં અકસ્માત સર્જ્યો હતો સુરતના આઉટર રિંગ રોડને રેસિંગ ઝોન બનાવી નબીરાઓ ગાડી હંકારતાં હોવાની બૂમ વચ્ચે ગત શુક્રવારે રાત્રે કાપોદ્રામાં હીરાના પેકેટ બનાવવાનું કારખાનું સાથે સંકળાયેલા 20 વર્ષીય કીર્તન મનોજ ડાખરા (રહે. વિઠ્ઠલનગર, હીરાબાગ)એ દારૂ અને રફતારના નશામાં ગોઝારો અકસ્માત સર્જ્યો હતો. કીર્તન તેના મિત્ર પ્રિન્સ સાથે કામરેજના યુનિવર્સલ વિકેન્ડ હોમ્સ ગ્રૂપ એન્ડ વિલ્લામાં કોલેજિયન્સના ગ્રૂપે રાખેલી પાર્ટીમાં ગયો હતો. પાર્ટીમાંથી વહેલા નીકળેલી યુવતી અને જૈમિશના બાઇક બગડતાં તે તેમને ઘરે મૂકવાના ઈરાદે જે કારમાં આવ્યો હતો. તે હેકસા કારમાં બેસાડી પોતાની

સાથે ધ્રુવ નામના યુવકને લઈને નીકળ્યો હતો. ડિવાઈડર કૂદી સામેથી આવતી પાંચ બાઈકને અડફેટે લીધી હતી કારમાં બેસેલી યુવતીને ઈમ્પ્રેસ કરવાની વાત અને નશો મગજ પર ચડી જતા કારની ગતિ વધારી દીધી હતી. યુવતી અને સાથે બેસેલા યુવકે કાર ધીમી કરવાનું કહેવા છતાં ઝડપ વધારતાં કાર વાલક પાટિયા પાસે તાપી બ્રિજ પર ઓવરસ્પીડને કારણે ડિવાઈડર કૂદી સામેથી આવતી પાંચ બાઈકને અડફેટે લીધી હતી. જેમાં બે નિર્દોષ ભાઈઓ કાળનો કોળિયો બની ગયા હતા. બીજા પાંચ વ્યક્તિઓને પણ ઈજાઓ પહોંચતા હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયા હતા. પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી ઘટના સ્થળેથી જૈમિશ નામનો યુવક ઝડપાઈ જતા તેની પ્રાથમિક પૂછપરછમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. સાતમી ફેબ્રુઆરીએ એક યુવતી અને

સાત યુવકોએ એક ફાર્મ હાઉસમાં દારૂની પાર્ટી કરી હોવાનું સામે આવ્યું છે. દારૂની પાર્ટી કર્યા બાદ યુવતીનું વાહન બગડી જતાં નબીરો અને અન્ય બે યુવકો જ્યારે યુવતીને તેના ઘરે મૂકવા જતા હતા ત્યારે અકસ્માત સર્જ્યો હતો. અકસ્માત સર્જીને કારમાંથી બહાર નીકળી કીર્તન એક રાહદારીની બાઈક પર બેસી મોટા વરાછા સિસિલિયા કોમ્પલેક્ષ પાસે ગયો હતો. જ્યાંથી નજીકમાં જ આવેલ મુન ગાર્ડનમાં ત્રણથી ચાર કલાક બેઠો હતો. જ્યાંથી પિતાને આ અકસ્માત અંગે જાણ કરી હતી અને પિતાએ જણાવ્યું હતું કે ઘરે આવી જા જો કે કીર્તન ઘરે આવ્યો ન હતો. બે દિવસ સવારે રેલવે સ્ટેશન પર આંટા મારતો રહ્યો મુન ગાર્ડનમાંથી નીકળ્યા બાદ કીર્તન સુરત રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યો હતો.

સુરત સ્ટેશન પાસે પિતા મળવા પણ આવ્યા હતા. જ્યાં પિતાએ સમજાવ્યો પણ કીર્તને ઘરે નહિ આવવાની જીદ પકડી રાખી હતી. મોટી રાત સુધી આંટાફેરા માર્યા બાદ ત્યાં જ સુઈ ગયો હતો. બીજા દિવસે સવારે પણ રેલવે સ્ટેશન ખાતે જ આંટાફેરા મારતો રહ્યો હતો. ત્યારબાદ સાંજ થતાં સુરત રેલવે સ્ટેશનની નજીકમાં આવેલી આકાશ હોટલમાં ગયો હતો અને એક રૂમ રાખીને રાત વિતાવી હતી. રાત્રિ દરમિયાન એકવાર તેના ઘરે પણ આવ્યો હોવાનું પિતાએ નિવેદનમાં નોંધાવ્યું હતું. ત્યારબાદ બીજા દિવસે સવાર થતાં ચેક આઉટ કર્યું હતું અને ફરી રેલવે સ્ટેશન તરફ જઈ રહ્યો હતો. તે દરમિયાન પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. મિત્રોએ દારૂ પીવાની ના પાડી છતાં કીર્તન

ન માન્યો પોલીસે ગત રોજથી પકડાયેલ જેમિશ ભિંગરાડિયા, યુવતી, અન્ય મિત્ર ધ્રુવ, પ્રીન્સનાં નિવેદન લીધા હતા. જે નિવેદનમાં તમામે કીર્તન અને જેમીશે દારૂ પીધો હોવાનું જણાવ્યું હતું.પોલીસે ઘટના સ્થળ પર પકડાયેલા જેમીશ વિરુદ્ધ દારૂ પીધેલાનો ગુનો નોંધી તેની ધરપકડ કરી હતી. કીર્તન પકડાઈ જતા તેણે પોલીસને પોતે ડ્રીંક નહિ કરતો હોવાનું રટણ કરતા પોલીસે મેડિકલ તપાસની કાર્યવાહી હાથ ધરી હતી. તમામ હાજર મિત્રો કીર્તનને દારૂ ન પીવાનું કહેતા રહ્યા પણ કીર્તન તસનો મસ ના થયો. પોલીસે આલ્કોહોલના રિપોર્ટ માટે વાળના સેમ્પલ લીધા પોલીસ ધરપકડ કરવાની સાથે દારૂ પીધાનું સાબિત કરવા બ્લડ સેમ્પલ લેતી હોય છે. ઇરાદાપૂર્વક કીર્તન 30 કલાક સુધી ભાગતો ફરતો રહ્યો હોવાની સાથે મીડિયાની વારંવાર પુછપરછ થતાં

કીર્તન મૌન રહ્યો હતો અને આંસુ સારવાનું નાટક કર્યું હતું. આ બધુ આરોપીની સ્ટ્રેટેજી હોવાની સંભાવનાઓ હોવાની ભારે ચર્ચા ચાલી હતી. જોકે પોલીસે બ્લડ સેમ્પલ્સની સાથે તેના વાળના સેમ્પલ્સ પણ લીધા હતા. બ્લડ સેમ્પલમાં આલ્કોહોલનું પ્રમાણ ન આવે તો વાળના સેમ્પલ પરથી આલ્કોહોલનું પ્રમાણ આવી શકે છે. ફાર્મ હાઉસમાં કોઈ CCTV કેમેરા જોવા મળ્યા ન હતા ગોઝારો અકસ્માત કરનાર કીર્તન અને તેની સાથેના શખ્સોએ કામરેજ યુનિવર્સલ વિક્રેન્ડ હોમ્સ એન્ડ વિલામાં કોલેજના વિદ્યાર્થીઓએ પાર્ટી રાખી હતી. દિવસ દરમિયાન પાર્ટી કરવાની સાથે ત્યાં દારૂ પીધો હોવાનું જૈમિશે જણાવ્યું હતું. લસકાણ પોલીસ જ્યારે આ ફાર્મ હાઉસ પર પહોંચી હતી ત્યારે ત્યારે કોઇ સીસીટીવી કેમેરા જોવા મળ્યા ન હોવાનું પોલીસે જણાવ્યું હતું.

પહેલાં પણ કામરેજના ફાર્મમાં થાઇગર્લ પાર્ટીને લઇ ભારે વિવાદ થયો હતો, ત્યારે સીસીટીવી રાખવાનો આદેશ ધોળીને પી જવાયો છે. કીર્તનનું મેક્સિમમ સમય માટે લયસન્સ રદ કરાશે લસકાણા પીઆઈ કે.એ.ચાવડાએ જણાવ્યું હતું કે, કીર્તન પકડાયા બાદ તેની પૂછપરછ કરતા તેની પાસેથી લાઇસન્સ હોવાની હકીકત જાણવા મળી હતી. કીર્તન પિતાને પાર્ટીમાં જતો હોવાનું કહી ફોર વ્હીલ ગાડી લઈ ગયો હતો. કીર્તને પોલીસને ડ્રીંક નહિ કરતો હોવાનું નાટક બાજી કરી હતી. પોલીસે કીર્તન, ધ્રુવ અને યુવતીના બ્લડ સેમ્પલ લઈ ડ્રીંક કર્યું હતું કે નહિ તે રિપોર્ટ માટે મોકલી આપ્યા છે. પોલીસ કીર્તનનું ડ્રાઈવિંગ લાઈસન્સ રદ કરવા માટેની કાર્યવાહી કરશે. મેક્સિમમ સમય માટે થાય તે માટે આરટીઓમાં રિપોર્ટ કરવામાં આવશે.

Related Post