પોલીસકર્મીએ યુવતીને ખભે ઊંચકી કાદવ-કીચડમાં ચાલીને હોસ્પિટલ પહોંચાડી: ખેતરમાં દવા પી લેતાં વાહન ન પહોંચ્યું, ઝેરની અસર ન થાય એ માટે સતત વાતચીત કરાવી જીવ બચાવ્યો

પોલીસકર્મીએ યુવતીને ખભે ઊંચકી કાદવ-કીચડમાં ચાલીને હોસ્પિટલ પહોંચાડી:ખેતરમાં દવા પી લેતાં વાહન ન પહોંચ્યું, ઝેરની અસર ન થાય એ માટે સતત વાતચીત કરાવી જીવ બચાવ્યો
Email :

સુરતના સારોલી વિસ્તારમાં આવેલા એક ખેતરમાં રહેતી યુવતીએ ઝેરી દવા પી લીધાની જાણ થતાં ઘટનાસ્થળે પહોંચેલા પોલીસકર્મી યુવતીને ખભે ઊંચકી પોલીસવાન સુધી અને ત્યાર બાદ હોસ્પિટલ પહોંચાડી હતી. ખેતરની જે ઓરડીમાં યુવતીએ ઝેરી દવા પીધી હતી ત્યાં સુધી પોલીસવાન કે એમ્બ્યુલન્સ પહોંચી શકે એમ ન હોવાથી પોલીસકર્મી યુવતીને ખભે ઊંચકી કાદવ ભરેલા ખેતરમાં દોડ્યા હતા. આ યુવતી હોસ્પિટલ સુધી સમયસર પહોંચે અને બેભાન

ન થાય એ માટે રસ્તામાં સતત વાતચીત કરાવતા રહ્યા હતા. યુવતીને તાત્કાલિક સારવાર મળી જતાં તેનો જીવ બચી ગયો હતો. પોલીસ કોન્સ્ટેબલ અજમલભાઈ વર્દાજીની આ કામગીરીને સુરતના ઉચ્ચ પોલીસ અધિકારીઓએ બિરદાવી છે. 'સાહેબ, ખેતરમાં એક યુવતીએ દવા પી લીધી છે' 15 એપ્રિલના રોજ સાંજે 5:03 વાગ્યે સુરત પોલીસ કંટ્રોલ રૂમમાંથી એક ઇમર્જન્સી મેસેજ મળ્યો કે સરોલી વિસ્તારમાં આવેલા પૂજન પ્લાઝા સામે, વિત્રાગ લોન્સ પાસેના

ખેતરમાં એક યુવતીએ ઝેરી દવા પી લીધી છે. આ મેસેજ મળતાંની સાથે જ પી.સી.આર. વાન-66ના ઇન્ચાર્જ, અ.હે.કો. અજમલભાઈ વર્દાજી તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા. ઘટનાસ્થળ સુધી વાહન પહોંચી શકે એમ નહોતું ઘટનાસ્થળ એવું હતું, જ્યાં કોઈપણ પ્રકારનું વાહન, પીસીઆર વાન, એમ્બ્યુલન્સ પહોંચી શકે એમ નહોતી. જમીન પર ભારે કાદવ અને કીચડ હતો છતાં કોન્સ્ટેબલ અજમલભાઈએ પગપાળા ખેતરમાં ઊતરી તપાસ શરૂ કરી હતી. થોડી વારમાં જ

એક ઝૂંપડી જેવી જગ્યાએ બેભાન અવસ્થામાં યુવતી મળી આવી. તેણીએ ઝેરી દવા પીધી હોવાથી સમયસર સારવાર ન મળે તો મોત પણ થઈ શકે એમ હતું. જેથી પળનો પણ વિલંબ કર્યા વિના હેડ કોન્સ્ટેબલ અજમલભાઈએ તુરંત જ મહિલાને ખભે ઊંચકી કાદવ અને ખખડધજ રસ્તા પરથી પગપાળા બહાર લાવ્યા. ગેટ બંધ હતો તો એક નાની દીવાલ પર ચડીને મહિલા સાથે બહાર આવ્યા હતા. એમ્બ્યુલન્સની રાહ

જોયા વગર પીસીઆર વાનમાં જ હોસ્પિટલ તરફ આગળ વધ્યા ઘટનાસ્થળે 108 એમ્બ્યુલન્સ પહોંચે એ પહેલાં અજમલભાઈએ મહિલાને સીધી પી.સી.આર. વાનમાં બેસાડી શાયોના પ્લાઝા તરફ રવાના થયા હતા. રસ્તામાં એમ્બ્યુલન્સ આવી જતાં તેને ત્યાંથી શિફ્ટ કરીને તાત્કાલિક સ્મિમેર હોસ્પિટલ લઈ જવામાં આવી. ઝેરની અસર ન થાય એ માટે રસ્તામાં વાતચીત ચાલુ રાખી હોસ્પિટલ સુધી પહોંચતા સુધી હેડ કોન્સ્ટેબલ અજમલભાઈ યુવતી સાથે સતત વાતચીત કરતા રહ્યા, જેથી તે

બેભાન ન થઈ જાય અને તેનું મોરાલ ડાઉન ન થાય. તેમના માનવતાભર્યા કાર્યએ યુવતીને જીવતી રાખી. પોલીસકર્મીની કામગીરીને ઉચ્ચ અધિકારીઓએ બિરદાવી પોલીસ કમિશનર અનુપમ સિંહ ગેહલોત, ખાસ પોલીસ કમિશનર (સેક્ટર 01), ડી.સી.પી. ઝોન-01 તથા એ.સી.પી. “બી” ડિવિઝન તરફથી હેડ કોન્સ્ટેબલ અજમલભાઈની કામગીરીને વખાણવામાં આવી. ત્યાર બાદ પોલીસ અને “સી ટીમ” દ્વારા યુવતીનું કાઉન્સેલિંગ પણ કરવામાં આવ્યું, જેથી તે આવું પગલું ફરી ક્યારેય ન ભરે.

Leave a Reply

Related Post