મોડલની મર્સિડીઝ કોણે સળગાવી?: 12 કલાકમાં મોડલની 2 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, કહ્યું-વેપારીએ ફેક સો. મીડિયા એકાઉન્ટ બનાવી પર્સનલ ફોટો પોસ્ટ કર્યા

મોડલની મર્સિડીઝ કોણે સળગાવી?:12 કલાકમાં મોડલની 2 પોલીસ સ્ટેશનમાં ફરિયાદ, કહ્યું-વેપારીએ ફેક સો. મીડિયા એકાઉન્ટ બનાવી પર્સનલ ફોટો પોસ્ટ કર્યા
Email :

સુરત શહેરની જાણીતી મોડલે શહેરના બે પોલીસ સ્ટેશનમાં બે ફરિયાદ નોંધાવી છે. વેસુ પોલીસ સ્ટેશનમાં મર્સિડીઝને અજાણ્યા શખ્સો દ્વારા આગ ચાંપવા અંગે ફરિયાદ નોંધાવી છે. જ્યારે અલથાણ પોલીસ સ્ટેશનમાં મિતેશ જૈન નામના વેપારીએ ઈન્સ્ટાગ્રામ પર તેમના નામથી ફેક એકાઉન્ટ બનાવી તેના પર્સનલ ફોટો અપલોડ કરવા અંગે ફરિયાદ કરી છે. મોં પર રૂમાલ બાંધી મર્સિડિઝ પર જ્વલનશીલ પદાર્થ રેડી આગ ચાંપી શહેરના પોશ વિસ્તારમાં બુધવારની રાત્રે એક ચોંકાવનારી ઘટના બની હતી, જેમાં મોડલિંગ કરતી યુવતીની મર્સિડીઝને અજાણ્યા શખ્સે આગ ચાંપી દીધી હતી. ગેલ કોલોની નજીક એક સોસાયટીમાં મોડલે પોતાની મર્સિડીઝ પાર્કિંગમાં ઉભી

રાખી હતી. આ દરમિયાન રાત્રે લગભગ 8:30 વાગ્યે મોપેડ પર બે લોકો આવ્યા હતા. જેમાંથી એકના મોઢે રૂમાલ બાંધેલો હતો. ત્યાર બાદ જ્વલીનશીલ પદાર્થની બોટલ કાર પર ઠાલવી આગ ચાંપી દીધી હતી. મોડલે જૂના મિત્ર પર આશંકા વ્યક્ત કરી આ દરમિયાન નજીકમાં રમતા બાળકોએ હોબાળો મચાવતાં આજુબાજુના રહેવાસીઓ દોડી આવ્યા હતા. આ આગમાં કારનું બોનેટ તથા કાચ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગયા હતા. આ અંગે જાણ થતા વેસુ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. પોલીસ તપાસ દરમિયાન મોડલે પોતાના એક જૂના મિત્ર પર શંકા વ્યક્ત કરી અને અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ

ફરિયાદ નોધાવી હતી. પીછો કરવો, જાનથી મારી નાંખવાની ધમકી સહિતના આક્ષેપો સાથે ફરિયાદ જ્યારે મોડલે અલથાણ પોલીસ સ્ટેશનમાં બીજી ફરિયાદ દાખલ કરાવી હતી. ફરિયાદ મુજબ મોડલે પોતાનો પીછો કરવો, ફોન પર જાનથી મારી નાંખવાની ધમકી આપવી તથા સોશિયલ મીડિયા પર પર્સનલ ફોટો અપલોડ કરવા મામલે એક મિતેષ નામના વેપારી પર આક્ષેપ કર્યા છે. હવે સ્થિતિ એ છે કે, તેના ઘર પાસે આગ લગાડવાની ઘટના સામે આવ્યા બાદ પોલીસને બંને પક્ષોની ભૂમિકા તપાસી રહી છે. ઉલ્લેખનીય છે કે થોડા મહિના પહેલા જ મોડેલે મિતેષ જૈન પર દુષ્કર્મની ફરિયાદ પણ નોધાવી હતી. જોકે મોડલના

નિવેદન બાદ હાઈ કોર્ટમાં કેસ રદબાતલ થઈ ગયો હતો. પરંતુ હવે ફરીથી આ વિવાદ ઉભો થયો છે. એપ્રિલમાં વેપારીની પત્નીએ પણ મોડલ સામે ફરિયાદ કરી હતી ગત 22 એપ્રિલે શહેરના ટેક્ષટાઇલ ઉદ્યોગ સાથે સંકળાયેલા વેપારી અને પત્નીના નામે ઈન્સ્ટાગ્રામ પર ત્રણ એકાઉન્ટ બનાવવામાં આવ્યા હતા. વેપારીની પત્નીએ મોડલ ઉપર સોશિયલ મીડિયા મારફતે ચરિત્રહનન કર્યાનો ગંભીર આક્ષેપ કરી ઉમરા પોલીસ સ્ટેશનમાં મોડલ સામે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદ અનુસાર વેપારીની પત્ની તથા તેના પતિ મિતેશના ફોટો સાથે સોશિયલ મીડિયામાં બિભત્સ પોસ્ટ કરી મોડલે ત્રણ ફેક ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ મારફતે વાઇરલ કર્યા હતા. મોડલના

જીજાજીની ક્રેટાને કોણે આગ લગાવી? વેસુમાં મર્સિડીઝ કારને આગ લગાડવાના બનાવ બાદ પોલીસે તલસ્પર્શી તપાસ શરૂ કરી છે. વધુ મળતી વિગત મુજબ તાજેતરમાં પાંડેસરામાં રહેતા મોડલના જીજાજીની ક્રેટા કારને પણ આગ ચાંપવામાં આવી હતી, ત્યારે મોડેલે શંકા વ્યકત કરી છે કે મારી મર્સિડીઝને સળગાવનાર વ્યક્તિએ જ પાંડેસરામાં રહેતા મારા જીજાજીની કારને સળગાવી છે. મોડલના જીજાજીની કાર પણ બે વ્યક્તિએ સળગાવી હતી, ત્રણેય કેસની તપાસ ચાલુ : ડીસીપી સમગ્ર મામલે ડીસીપી વિજય સિંહ ગુર્જરે જણાવ્યું હતું કે, હાલમાં વેસુ પોલીસ CCTVના આધારે તપાસ આગળ ધપાવી રહી છે. આગ ચાંપનાર યુવકની ઓળખ કરવા ટેકનિકલ સોર્સિસ

પણ કાર્યરત કરવામાં આવ્યા છે. સમગ્ર ઘટના પાછળ શંકાસ્પદ એજન્ડા કે જૂની અદાવત છે કે નહીં તે બાબતે પોલીસ તપાસમાં લાગી છે. આ જ રીતે મોડેલના જીજાની પણ કાર બે અજાણ્યા વ્યક્તિ દ્વારા સળગાવવામાં આવી હતી.. બન્ને ઘટનાની તપાસ ચાલુ છે. સાથે મોડલે આરોપી સામે ફરિયાદ દાખલ કરી છે કે જ્યારે તેમના સંબંધ હતા ત્યારના ફોટો ઈન્સ્ટાગ્રામ પર એકાઉન્ટ બનાવીને અપલોડ કરવામાં આવ્યા છે. ત્રણેય કેસની તપાસ કરવામાં આવી રહી છે. મોડલે અગાઉ મિતેષ જૈન પર દુષ્કર્મની ફરિયાદ દાખલ કરી હતી. જોકે હાઇકોર્ટમાં તેના નિવેદન પર ક્વોશિંગની પ્રક્રિયા થઈ હતી.

Leave a Reply

Related Post