Swimming કર્યા બાદ કેમ આપણને ઊંઘ આવે છે, આ છે કારણો:

Swimming કર્યા બાદ કેમ આપણને ઊંઘ આવે છે, આ છે કારણો
Email :

ઉનાળાની ગરમીમાં ઠંડક મેળવવા અનેક પ્રયત્નો કરીએ છીએ. ગરમીની સિઝનમાં શાળાનું વેકેશન પણ હોવાથી અનેક અનેક લોકો સ્વિમિંગ કલાસમાં જોડાય છે.સ્વિમિંગ કરતી વખતે તરવાની વધુ મજા આવે છે.પરંતુ આ લોકો જ્યારે સ્વિમિંગ કરી ઘરે જાય છે ત્યારે ઊંઘવા લાગે છે. એટલે તેમના પરિવારના લોકોને ચિંતા થવા લાગે છે કે આ લોકોને સ્વિમિંગની કોઈ આડઅસર થઈ નથી. સ્વિમિંગ કર્યા પછી થાક અને ઊંઘ આવવી એ ચિંતાજનક નહીં પરંતુ સામાન્ય બાબત છે. સ્વિમિંગ કર્યા પછી શરીરને થાક લાગવા લાગે છે અને તેના કારણે કોઈ કામ કરવું ગમતું નથી અને વધુ થાકના કારણે ઊંઘ આવે છે.

સ્વિમિંગ પછી ઊંઘ આવવાનું આ છે કારણ

સ્વિમિંગ એ આખા શરીરની કસરત છે. સ્વિમિંગ કરતી વખતે શરીરના સ્નાયુઓ, હૃદય અને ફેફસાં સક્રિય રીતે કાર્ય કરે છે. આના કારણે શરીરની કેલરી ઝડપથી ખર્ચ થાય છે, જેના કારણે વ્યક્તિ થાક અને ઊંઘ અનુભવે છે.

જ્યારે સ્નાયુઓમાં ઊર્જાનો સ્ત્રોત ઓછો હોય છે ત્યારે વ્યક્તિ સુસ્તી અનુભવે છે. તરતી વખતે પાણી શરીરનું તાપમાન ઘટે છે. ઠંડા પાણીમાં તર્યા પછી, શરીર ગરમ થવાનો પ્રયાસ કરે છે, જે ઊંઘમાં વધારો કરતું હોર્મોન મેલાટોનિન મુક્ત કરે છે. આ પ્રક્રિયા ઊંઘ લાવે છે.

આપણે સ્વિમિંગ કરીએ ત્યારે હૃદય ઝડપથી કામ કરે છે, જે રક્ત પરિભ્રમણને સુધારે છે. સ્વિમિંગ પછી હૃદયના ધબકારા ધીમા પડી જાય છે, જે શરીરને આરામની સ્થિતિમાં લઈ જાય છે. આ આરામ મગજમાં પેરાસિમ્પેથેટિક નર્વસ સિસ્ટમને સક્રિય કરે છે, જે ઊંઘવાની ઇચ્છા વધારે છે.

જે લોકો પણ સ્વિમિંગ કરે છે તેમને ખ્યાલ છે કે તરતી વખતે શ્વાસ લેવાની તકનીક મહત્વપૂર્ણ છે. પાણીમાં શ્વાસ લેવાનું નિયંત્રિત કરવાથી શરીરમાં ઓક્સિજનનો વપરાશ વધે છે. ઓક્સિજનનો અભાવ અથવા અનિયમિત શ્વાસ લેવાથી મગજ અને સ્નાયુઓ થાકી શકે છે, જેના કારણે ઊંઘ આવે છે.

તરતી વખતે પાણીમાં રહેવાથી વ્યક્તિને ઓછો તણાવ લાગે છે, જેના કારણે તેનું મન શાંત રહે છે. મન શાંત અને તણાવમુક્ત થતાં જ વ્યક્તિને ઊંઘ આવવા લાગે છે. સ્વિમિંગ પુલના પાણીમાં હાજર ક્લોરિન અને અન્ય રસાયણો ત્વચા અને શ્વસનતંત્રને અસર કરી શકે છે. જેના કારણે કેટલાક લોકોને ક્લોરિનની ગંધને કારણે થાક અને ઊંઘ આવી શકે છે.

સ્વિમિંગ પછી ઊંઘ અને સુસ્તી દૂર કરવા માટેની ટિપ્સ

સ્વિમિંગ પહેલાં અને પછી પૂરતું પાણી પીવો. નાળિયેર પાણી, લીંબુ પાણી જેવા ઇલેક્ટ્રોલાઇટ્સનું સેવન કરો. સ્વિમિંગ પછી, શરીરમાં ઉર્જાનું સ્તર જાળવવા માટે ફળો અને બદામ જેવા હળવા નાસ્તા ખાઓ.ઠંડા પાણીમાં વધુ સમય ન રહો અને સ્વિમિંગ પછી ગરમ પાણીથી સ્નાન કરો. સ્વિમિંગ એ એવા પ્રકારનું વર્કઆઉટ્સ છે જેમાં વ્યક્તિનું આખું શરીર કામે લાગે છે. તરવાથી માનસિક તણાવ દૂર થાય છે અને શરીરના સ્નાયુઓ મજબૂત થાય છે.

Leave a Reply

Related Post