દુષ્કર્મી સાવકા પિતાની ધરપકડ: એક સંતાનની માતા એવી દીકરીને કુકર્મનો વીડિયો મોકલી ફરી માગણી કરી; 12 વર્ષ પહેલા આચરેલા ગુનામાં FIR

દુષ્કર્મી સાવકા પિતાની ધરપકડ:એક સંતાનની માતા એવી દીકરીને કુકર્મનો વીડિયો મોકલી ફરી માગણી કરી; 12 વર્ષ પહેલા આચરેલા ગુનામાં FIR
Email :

15 વર્ષની વયે સાવકા પિતા દ્વારા યૌનશોષણનો ભોગ બનેલી 27 વર્ષીય યુવતીનો બિભત્સ વીડિયો 12 વર્ષ બાદ ફરી દીકરીને મોકલી અઘટિત માંગણી કરી હતી. દીકરીએ 12 વર્ષ બાદ સાવકા પિતાના તાબે થવાનો ઇન્કાર કરી દીધો હતો. પરિણીત અને એક સંતાનની માતા એવી પુત્રીએ સાવકા પિતા વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી સાવકા પિતાને રાજસ્થાન બોર્ડર પરથી ઝડપી પાડ્યો હતો. હજી પણ પિતાના મોબાઈલમાં

બિભત્સ વીડિયો છે. પિતાએ 12 વર્ષ બાદ ફરી પોત પ્રકાશ્યું પોલીસ પાસેથી મળતી માહિતી પ્રમાણે, કાપોદ્રા પોલીસ મથકે 27 વર્ષીય યુવતી તેના પતિ સાથે ફરિયાદ નોંધાવવા પહોંચી હતી. પોતાની 15 વર્ષની વય હતી ત્યારે સાવકા પિતા દ્વારા જ યૌનશોષણનો ભોગ બની હોવાની ચોંકાવનારી ફરિયાદ નોંધાવી છે. યુવતીએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તે સમયે પોતાની સાથે થયેલો દુષ્કર્મની યાતનામાંથી માંડ બહાર આવી હતી અને લગ્ન કરી ફરી પારિવારીક જીવનમાં આગળ વધવાની કોશિશ

કરી હતી. પરંતુ 12 વર્ષ બાદ હવસખોર સાવકા પિતાએ ફરી પોત પ્રકાશ્યું હતું. દુષ્કર્મ આચરવા સમયનો વીડિયો મોકલી અઘટિત માંગણી કરી હતી. પીડિતાની માતાએ 2012માં બીજા લગ્ન કર્યા હતાં 2009માં પિતાનું અવસાન થતાં માતાએ સમાજનાં જ યુવક સાથે 2012માં બીજાં લગ્ન કર્યા હતા. 2013માં માતા બહાર હતી, ત્યારે સાવકા પિતાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. જે તે સમયે માતાને ફરિયાદ કરતાં પિતા બંનેને રાજસ્થાન મામાને ત્યાં મૂકી આવ્યા હતા. થોડાંક સમય બાદ

યુવતીએ કાપોદ્રા વિસ્તારમાં જ રહેતાં સમાજના યુવક સાથે લગ્ન કર્યા હતા અને એક સંતાનની માતા પણ બની હતી. થોડાંક દિવસ પહેલાં સાવકા પિતા આવ્યા હતા અને બિભત્સ માંગણી કરી હતી. બિભત્સ વીડિયો-ફોટો અંગે પતિને જાણ કરી યુવતીએ તેને ધમકાવી હાંકી કાઢતાં 18 મેએ અજાણ્યા નંબર ઉપરથી હું તને તારી ઔકાત બતાવી દઇશ તેવો મેસેજ આવ્યો હતો. આ નંબર ધારકની ડી.પી.માં યુવતીનો બિભત્સ ફોટો હતો. થોડાંક સમય બાદ આ યુવતીનો 21 સેકન્ડનો

અશ્લીલ વીડિયો મોકલવામાં આવતાં સાવકા પિતાનું જ કૃત્ય હોવાનું જાણી ગયેલી યુવતીએ પતિને સમગ્ર હકીકત જણાવતાં તેની સાથે કાપોદ્રા પોલીસ મથકે ફરિયાદ કરવા આવ્યો હતો. બળાત્કાર સમયનો વીડિયો ઉતારી લીધો હતો સગીર વયની હતી ત્યારે હેવાન બનેલા સાવકા પિતાએ તેના પર દાનત બગાડી હતી અને તેની પર બળાત્કાર ગુજાર્યો હતો. ત્યારબાદ અવાર-નવાર શારીરિક અડપલા ચાલુ રાખી બળાત્કાર સમયનો વીડિયો તેની જાણ બહાર ઉતારી લીધો હતો. જે વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી તેને

બ્લેકમેલ કરી રહ્યો હતો. જોકે, આ બિભત્સ વીડિયો હાલમાં પણ તેના સાવકા પિતાના મોબાઈલમાં છે. શરીર સંબંધની માગણી કરતા પોલીસ ફરિયાદ દુષ્કર્મ સમયે ઉતારેલો વીડિયો સાવકા પિતાએ દીકરીને વ્હોટ્સએપમાં વન ટાઈમ મેસેજ રૂપે મોકલ્યો હતો અને વીડિયો વાઇરલ કરવાની ધમકી આપી ફરી શરીર સંબંધની માંગણી શરૂ કરી હતી. આથી કાપોદ્રા પોલીસે ગુનો નોંધવાની સાથે જ રાજસ્થાન બોર્ડર પરથી આરોપી પિતાને ઝડપી લીધો હતો. ઈન્સપેક્ટર એમ.આર. સોલંકી વધુ તપાસ કરી રહ્યા છે.

Leave a Reply

Related Post