શું સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સોનુ નિગમ પર પ્રતિબંધ મૂકશે?: કોન્સર્ટમાં આપેલા નિવેદન બાદ સિંગર મુશ્કેલીમાં મુકાયો, FIR બાદ તેણે માફી પણ માંગી

શું સાઉથ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સોનુ નિગમ પર પ્રતિબંધ મૂકશે?:કોન્સર્ટમાં આપેલા નિવેદન બાદ સિંગર મુશ્કેલીમાં મુકાયો, FIR બાદ તેણે માફી પણ માંગી
Email :

તાજેતરમાં એક કોન્સર્ટ દરમિયાન સોનુ નિગમ એક ફેન પર ગુસ્સે થતો જોવા મળ્યો હતો, જે સિંગર પાસે કન્નડ ભાષામાં ગીત ગાવાની જિદ કરી રહ્યો હતો. આ પછી મામલો વધુ વકર્યો. જોકે, સિંગરે પોતાના નિવેદન પર સ્પષ્ટતા પણ કરી હતી. પરંતુ મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી આ ઘટનાથી ગુસ્સે છે અને હવે સિંગરથી દૂર રહેવાની તૈયારી કરી રહી છે. ન્યૂઝ18ના અહેવાલ મુજબ, કર્ણાટક ફિલ્મ ચેમ્બર ઓફ

કોમર્સ આજે બેંગલુરુમાં એક બેઠક યોજી હતી, જેમાં મ્યુઝિક ડિરેક્ટર્સ એસોસિએશન, ડિરેક્ટર્સ એસોસિએશન અને પ્રોડ્યુસર્સ એસોસિએશન સહિત અનેક સંસ્થાઓ હાજરી આપશે. અહેવાલો એ પણ સૂચવે છે કે- કન્નડ ફિલ્મ ઈન્ડસ્ટ્રી સોનુ નિગમના તાજેતરના નિવેદન અને તેની આસપાસના વિવાદ પછી તેનાથી દૂર રહેવાની યોજના બનાવી રહ્યો છે. આ કારણોસર, આ બેઠકમાં આ મુદ્દા પર પણ વિચાર કરી શકાય છે કે ભવિષ્યમાં તેને કન્નડ ઈન્ડસ્ટ્રીમાં કામ ન આપવામાં

આવે. જાણો શું છે આખો મામલો? તાજેતરમાં સોનુ નિગમે ​​​​​​બેંગલુરુની એક કોલેજમાં પરફોર્મ કર્યું હતું. જ્યારે સિંગર તેના ફેમસ હિન્દી સોન્ગ ગાઈ રહ્યો હતો, ત્યારે એક ફેને મોટેથી, કન્નડ-કન્નડ બૂમો પાડવાનું શરૂ કર્યું. આ સાંભળીને સોનુ નિગમે પોતાનું પ્રદર્શન અધવચ્ચે જ બંધ કરી દીધું અને ફેનને ઠપકો આપ્યો. ફેનને ઠપકો આપતા સોનુએ કહ્યું- 'મને એ ગમ્યું નહીં કે ત્યાં એક એવો છોકરો જેની ઉંમર કદાચ એટલી પણ

નહીં હોય જેટલા વર્ષોથી હું કન્નડ ગીતો ગાઉં છું. તે એટલો અસંસ્કારી હતો કે તે ભીડમાં "કન્નડ-કન્નડ" બૂમ પાડી રહ્યો હતો. પહેલગામમાં જે બન્યું તેનું આ જ કારણ છે, તમે અહીં જે કરી રહ્યા છો તે જ કારણ છે.' સોનુ નિગમ વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી હતી આ પછી, ગાયક સોનુ નિગમ વિરુદ્ધ કન્નડ સમુદાયની ભાવનાઓને ઠેસ પહોંચાડવા બદલ FIR નોંધવામાં આવી હતી. ગાયક વિરુદ્ધ બેંગલુરુના અવલાહલ્લી

પોલીસ સ્ટેશનમાં કેસ નોંધવામાં આવ્યો હતો. મામલો વધુ વકરી રહ્યો છે તે જોઈને સોનુ નિગમે પણ આ અંગે પોતાનો ખુલાસો આપ્યો. સિંગરે ઇન્સ્ટાગ્રામ પર લગભગ બે મિનિટનો વીડિયો બનાવીને સમગ્ર મામલા પર સ્પષ્ટતા આપી છે. વીડિયોમાં તે કહે છે, 'પ્રેમથી વાત કરવી અને ધમકી આપવી એમાં ફરક છે.' ત્યાં ફક્ત ચાર કે પાંચ ગુંડા પ્રકારના લોકો જ હતા જે બૂમો પાડી રહ્યા હતા. ત્યાં હાજર હજારો

લોકો પણ તેને રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. મને યાદ છે કે છોકરીઓ પણ તેના પર બૂમો પાડી રહી હતી. તે તેમને આવુ કરતા રોકી રહી હતી.પહેલગામમાં ભાષા પૂછીને પેન્ટ ઉતારવામાં નહોતાં આવ્યા. તે પાંચેયને યાદ અપાવવું ખૂબ જ મહત્ત્વપૂર્ણ હતું. કન્નડ લોકો ખૂબ જ પ્રેમાળ હોય છે. તમારે એવું ન વિચારવું જોઈએ કે ત્યાં આવી કોઈ લહેર ચાલી રહી હતી. એવું કંઈ નથી.'સંપૂર્ણ સમાચાર વાંચો..

Leave a Reply

Related Post