નિરમા યુનિવર્સિટીમાં મહિલા સશક્તિકરણ વર્કશોપ: સાયબર ક્રાઇમ, કાનૂની અધિકારો અને બાળ સંરક્ષણ કાયદા અંગે માહિતી અપાઈ

નિરમા યુનિવર્સિટીમાં મહિલા સશક્તિકરણ વર્કશોપ:સાયબર ક્રાઇમ, કાનૂની અધિકારો અને બાળ સંરક્ષણ કાયદા અંગે માહિતી અપાઈ
Email :

નિરમા યુનિવર્સિટીના ઇન્સ્ટિટ્યૂટ ઓફ લો અને હેપી ફેસ ફાઉન્ડેશને મહિલા સશક્તિકરણ અને સામાજિક સુરક્ષા પર વર્કશોપનું આયોજન કર્યું છે. 28 ફેબ્રુઆરી, 2025ના રોજ યોજાનારા આ વર્કશોપનો મુખ્ય ઉદ્દેશ દરેક વયની કામકાજી મહિલાઓને શિક્ષિત અને સશક્ત બનાવવાનો છે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ લોના ડીન અને ડિરેક્ટર (આઈ/સી)

પ્રોફેસર ડૉ. માધુરી પરીખે રોજિંદા જીવનમાં કાનૂની સાક્ષરતાના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું. કાર્યક્રમમાં લો સ્કૂલના વિદ્યાર્થીઓએ સાયબર ક્રાઇમ વિશે આકર્ષક સ્કિટ રજૂ કરી. વર્કશોપમાં બાળકોના જાતીય શોષણ સામે રક્ષણ આપતા કાયદાની જોગવાઈઓની વિસ્તૃત સમજ આપવામાં આવી. બાળ સંરક્ષણ કાયદાઓ, દુરુપયોગની ઓળખ અને સલામત વાતાવરણ

નિર્માણ જેવા મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. ઘરેલુ હિંસાના મુદ્દાઓ પર પણ ચર્ચા થઈ. કાર્યક્રમમાં સ્વ-જાગૃતિ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. જેથી સહભાગીઓ પોતાની શક્તિઓને ઓળખી શકે અને આત્મવિશ્વાસ કેળવી શકે. ઇન્ટરેક્ટિવ સત્રો દ્વારા સહભાગીઓને પોતાની અને પરિવારની સુરક્ષા માટે વ્યવહારિક જ્ઞાન આપવામાં આવ્યું.

Related Post