સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓને મળશે સવેતન રજા: 16 ફેબ્રુઆરી 2025ના રોજ મતદાન, કર્મચારીઓના પગારમાંથી કપાત નહીં થાય

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં શ્રમયોગીઓને મળશે સવેતન રજા:16 ફેબ્રુઆરી 2025ના રોજ મતદાન, કર્મચારીઓના પગારમાંથી કપાત નહીં થાય
Email :

અમરેલી જિલ્લામાં આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી-2025 અંતર્ગત 16 ફેબ્રુઆરી, 2025ના રોજ મતદાન યોજાશે. લોક પ્રતિનિધિત્વ ધારા-1951ની જોગવાઈ અનુસાર, તમામ ઔદ્યોગિક એકમો, કારખાના અને બાંધકામ ક્ષેત્રના શ્રમયોગીઓને મતદાન માટે સવેતન રજા આપવામાં આવશે. મહત્વપૂર્ણ નિર્ણય અનુસાર, મતદાનના દિવસે આપવામાં

આવનારી રજાના કારણે કર્મચારીઓના પગારમાંથી કોઈ કપાત કરવામાં આવશે નહીં. સતત પ્રક્રિયાવાળા કારખાનાઓમાં કામ કરતા શ્રમયોગીઓને મતદાન માટે ઓછામાં ઓછા 3-4 કલાકની સવેતન રજા ફરજિયાત આપવી પડશે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર કારખાના માલિક કે નોકરીદાતા સામે કાયદા હેઠળ શિક્ષાત્મક

કાર્યવાહી કરવામાં આવશે. જૂનાગઢ ઔદ્યોગિક સલામતી અને સ્વાસ્થ્યની કચેરીના નાયબ નિયામકે જણાવ્યું કે, જો કોઈ કર્મચારીની ગેરહાજરીથી કામગીરીમાં જોખમ સર્જાવાની સંભાવના હોય અથવા વ્યાપક નુકસાન થવાની શક્યતા હોય, તેવા કિસ્સામાં પણ કર્મચારીને મતદાન માટે પૂરતો સમય આપવો ફરજિયાત છે.

Related Post