World TB Day 2025 : ભારતમાં આ દિગ્ગજોના ટીબીથી થયા મોત,જાણીલો થીમ

World TB Day 2025 : ભારતમાં આ દિગ્ગજોના ટીબીથી થયા મોત,જાણીલો થીમ
Email :

ટીબી, માનવ ઇતિહાસનો સૌથી જૂનો રોગ, ન તો ગરીબ જુએ ન અમીર. ક્ષય રોગ હજુ પણ વિશ્વમાં એક મોટો રોગ માનવામાં આવે છે. WHOએ 1982માં વિશ્વ ટીબી દિવસની શરૂઆત કરી, ત્યારથી દર વર્ષે 24 માર્ચે વિશ્વ ક્ષય દિવસ ઉજવવામાં આવે છે. તેનો હેતુ લોકોને ટીબી વિશે જાગૃત કરવાનો છે.

વિશ્વ ટીબી દિવસ, જેને ટ્યુબરક્યુલોસિસ તરીકે પણ ઓળખવામાં આવે છે, દર વર્ષે 24 માર્ચે આ દિવસે ટીબીને લઇને જાગૃત્તિ ફેલાવવામાં આવે છે. આ સંદર્ભમાં, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) વિવિધ દેશોમાં જરૂરિયાતમંદ લોકોને મદદનો હાથ લંબાવે છે. આ વખતે ટીવી ડેની થીમ છે Yes! We Can End TB: Commit, Invest, Deliver હા અમે ટીબીને ખતમ કરી શકીએ છીએ: પ્રતિબદ્ધ, રોકાણ, ડિલિવર.

ટીબીના કારણે આ પ્રખ્યાત હસ્તીઓનું અવસાન થયું છે

ભારતના મહાન ગણિતશાસ્ત્રી શ્રીનિવાસ રામાનુજનથી માંડીને કમલા નેહરુ સુધી, ટીબીથી મૃત્યુ પામેલા પ્રખ્યાત વ્યક્તિઓની લાંબી યાદી છે. સત્યજિત રે, પ્રેમચંદ, સુભદ્રા કુમારી ચૌહાણ, નંદલાલ બોઝ અને વિષ્ણુદાસ ભટનું મૃત્યુ ટીબીને કારણે થયું હતું. જ્યારે ફિલ્મ નિર્દેશક અને લેખક સત્યજીત રેનું 1992માં ટીબીથી અવસાન થયું હતું, ત્યારે હિન્દી સાહિત્યના મહાન લેખક પ્રેમચંદને ટીબી હતો, જેના કારણે 1936માં તેમનું અવસાન થયું હતું. 1948માં સ્વાતંત્ર્ય સેનાની અને કવિયત્રી સુભદ્રા કુમારી ચૌહાણનું ટીબીથી અવસાન થયું હતું. 1982માં પ્રખ્યાત ચિત્રકાર નંદલાલ બોઝ અને 1965માં પ્રખ્યાત સંગીતકાર વિષ્ણુદાસ ભટનું ટીબીથી અવસાન થયું.

ભારત ટીબી મુક્ત તરફ આગળ વધી રહ્યું છે

ભારત પણ ટીબી મુક્ત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે. ટીબી નાબૂદી તરફ ભારતની સમર્પિત યાત્રાને વૈશ્વિક સ્તરે ઓળખવામાં આવી હતી, જેમાં 2015 થી 2023 સુધીમાં ટીબીના કેસોમાં 17.7 ટકાનો ઘટાડો થયો હતો. આ દર વૈશ્વિક સરેરાશ 8.3 ટકાના ઘટાડા કરતાં બમણો છે. WHOએ ગ્લોબલ ટીબી રિપોર્ટ 2024માં આ વાતનો ખુલાસો કર્યો હતો. ભારત સરકારનો નેશનલ ટ્યુબરક્યુલોસિસ એલિમિનેશન પ્રોગ્રામ (NTEP) એ એક સીમાચિહ્નરૂપ છે, જે 2025 સુધીમાં દેશમાં ટીબીને નાબૂદ કરવાના મહત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવામાં મદદ કરે છે.

Leave a Reply

Related Post