WTC 2025 ફાઈનલની પ્રાઇઝ મનીની જાહેરાત થઈ: વિનરને 30.79 કરોડ રૂપિયા મળશે; ત્રીજા નંબર પર રહેલા ભારતને 12.32 કરોડ રૂપિયા મળશે

WTC 2025 ફાઈનલની પ્રાઇઝ મનીની જાહેરાત થઈ:વિનરને 30.79 કરોડ રૂપિયા મળશે; ત્રીજા નંબર પર રહેલા ભારતને 12.32 કરોડ રૂપિયા મળશે
Email :

ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC)ની રકમમાં વધારો કર્યો છે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે 11 થી 15 જૂન દરમિયાન લોર્ડ્સમાં રમાશે. વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના વિનરને 30.79 કરોડ રૂપિયાની રકમ મળશે, જ્યારે હારનારી ટીમને 18.47 કરોડ રૂપિયાની રકમ મળશે. છેલ્લી બે ફાઈનલ કરતાં 17.96 કરોડ વધુ આ વખતે વિજેતા ટીમ માટે ઈનામી રકમ છેલ્લા બે

ફાઈનલ, ન્યૂઝીલેન્ડ (2021) અને ઓસ્ટ્રેલિયા (2023)ના વિજેતાઓએ જીતેલી રકમ કરતાં 17.96 કરોડ રૂપિયાથી વધુ છે. છેલ્લી બે ફાઈનલમાં, વિજેતાને 13.68 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા, જ્યારે રનર-અપને 6.84 કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. ટીમ ઈન્ડિયાને 12.32 કરોડ રૂપિયા મળશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં રમનાર તમામ 9 ટીમને ઈનામની રકમ મળશે. નવમા સ્થાને રહેલા પાકિસ્તાનને પણ 4.10 કરોડ રૂપિયા મળશે. ત્રીજા ક્રમે

રહેલી ટીમ ઈન્ડિયાને 12.32 કરોડ રૂપિયા મળશે. ટૉપ-2માં રહીને સાઉથ આફ્રિકા-ઓસ્ટ્રેલિયા ફાઈનલ માટે ક્વોલિફાય થયા વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના ત્રીજા તબક્કામાં, સાઉથ આફ્રિકાએ 69.44 ટકા સાથે પોઈન્ટ ટેબલમાં ટોચનું સ્થાન મેળવીને ફાઈનલમાં સ્થાન મેળવ્યું. જ્યારે ઓસ્ટ્રેલિયાએ 67.54 ટકા સાથે બીજા સ્થાને રહીને ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું. ભારત મોટાભાગે પોઈન્ટ ટેબલમાં ટોચ પર રહ્યું, પરંતુ અંતે 50.00 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને રહ્યું. ભારતને

છેલ્લી બે સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો હતો. ન્યૂઝીલેન્ડ સામે ઘરઆંગણે શ્રેણી હાર્યા બાદ, તેમને ઓસ્ટ્રેલિયામાં હારનો સામનો કરવો પડ્યો. ICC પ્રમુખ જય શાહે કહ્યું- ત્રીજો તબક્કો ખૂબ જ રસપ્રદ હતો ICC ચેરમેન જય શાહે કહ્યું કે ત્રીજો તબક્કો ખૂબ જ રસપ્રદ હતો. અંતે ફાઈનલિસ્ટનો નિર્ણય લેવામાં આવ્યો. મને ખાતરી છે કે એક મહિના કરતાં પણ ઓછા સમયમાં જ્યારે ઓસ્ટ્રેલિયા

અને સાઉથ આફ્રિકા એકબીજા સામે ટકરાશે ત્યારે લોર્ડ્સના દર્શકો તેમજ વિશ્વભરમાંથી પ્રવાસ કરતા ચાહકોને આ પ્રતિષ્ઠિત ફોર્મેટમાં શાનદાર ક્રિકેટનો આનંદ માણવા મળશે. પેટ કમિન્સે કહ્યું- અમારા માટે ટ્રોફીને ડિફેન્ડ કરવી મહત્વપૂર્ણ ઓસ્ટ્રેલિયા ટીમના કેપ્ટન પેટ કમિન્સે કહ્યું કે લોર્ડ્સમાં ટ્રોફીને ડિફેન્ડ કરવી અમારા માટે ગર્વની વાત છે. છેલ્લા બે વર્ષમાં ટીમનો ભાગ રહેલા તમામ ખેલાડીઓને ફાઈનલમાં પહોંચવા બદલ હું અભિનંદન આપું

છું અને તે અમારા માટે સન્માનની વાત છે. આ માટે બધાએ ખૂબ મહેનત કરી છે. અમે ઇંગ્લેન્ડમાં સાઉથ આફ્રિકાના પડકારની રાહ જોઈ રહ્યા છીએ. ટેમ્બા બાવુમાએ કહ્યું - ICC ટાઇટલ જીતવાની સારી તક સાઉથ આફ્રિકાની ટીમના કેપ્ટન ટેમ્બા બાવુમાએ કહ્યું છે કે તેઓ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પહોંચીને ખૂબ જ ખુશ છે. અમાપી પાસે ICC ટાઇટલ જીતવાની સારી તક છે.

Leave a Reply

Related Post