મે મહિનામાં અમદાવાદનું મહત્તમ તાપમાન 26.9 ડિગ્રી!: માવઠાના કારણે અમદાવાદ, સુરત, અને વડોદરા સહિતના શહેરોમાં તાપમાન ગગડ્યું, લોકોએ ઠંડીનો અનુભવ કર્યો

મે મહિનામાં અમદાવાદનું મહત્તમ તાપમાન 26.9 ડિગ્રી!:માવઠાના કારણે અમદાવાદ, સુરત, અને વડોદરા સહિતના શહેરોમાં તાપમાન ગગડ્યું, લોકોએ ઠંડીનો અનુભવ કર્યો
Email :

અમદાવાદ સહિતના શહેરોમાં સર્જાયેલી માવઠાની સ્થિતિના કારણે રાજ્યના મહત્તમ તાપમાનમાં જોરદાર ઘટાડો થયો છે. થોડા દિવસો પહેલા જે શહેરોનું તાપમાન 40ને પાર નોંધાઈ રહ્યું હતું તેમાં માવઠાના કારણે 8 થી 14 ડિગ્રીનો ઘટાડો થયો છે. અમદાવાદ સહિતના અનેક શહેરોમાં મેં મહિનામાં લોકોએ ઠંડીનો અનુભવ કર્યો હતો. હવામાન વિભાગે આગામી 11 તારીખ સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આજે વિવિધ શહેરમાં નોંધાયેલું મહત્તમ તાપમાન આજે 18 જિલ્લામાં ભારે વરસાદની આગાહી ગુજરાતમાં હવામાન વિભાગે આગામી 11 મે સુધી કમોસમી

વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે આગામી 11 મે સુધી ભારે વરસાદની આગાહી કરી છે. આજે અમરેલી અને ભાવનગરમાં રેડ એલર્ટ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. જ્યારે રાજકોટ, બોટાદ, અમદાવાદ, આણંદ, ભરૂચ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ સાથે ભારે વરસાદની આગાહી અને જૂનાગઢ, ગીર સોમનાથ, સુરેન્દ્રનગર, ગાંધીનગર, ખેડા, વડોદરા, નર્મદા, સુરત, નવસારી, તાપી અને ડાંગ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કરાયું છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા અતિભારે વરસાદની આગાહી હવામાન વિભાગના ડાયરેક્ટર એ.કે. દાસના જણાવ્યા અનુસાર રાજ્યમાં

આજે અતિભારે વરસાદની આગાહી છે. એક સાથે બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા વરસાદની આગાહી કરવામાં આવી છે. મધ્યપ્રદેશ તરફ સાયકલોનિક સર્ક્યુલેશન સક્રિય થવાથી આ સ્થિતિ સર્જાઈ છે. અરબી સમુદ્રમાં પણ એક વરસાદી ટ્રફ લાઇન બની છે. બે વરસાદી સિસ્ટમ સક્રિય હોવાથી રાજ્યમાં અતિભારે વરસાદની આગાહી કરાઇ છે. ગાજવીજ વિજળીના કડાકા અને ભારે પવન સાથે રાજ્યમાં વરસાદની આગાહી છે. રાજ્યમાં પવનની ગતિ 60-70 કિમી પ્રતિકલાક ની રહેશે રાજ્યમાં ક્યાંક રેડ અલર્ટ તો ક્યાંક ઓરેન્જ અલર્ટ આપવામાં આવ્યું છે.

Leave a Reply

Related Post