મજેવડી ગામે યુવકની ઘાતકી રીતે હત્યા: દૂધની ડેરી નજીક પુલ પર તીક્ષણ હથિયારો વડે રિયાઝ ભટ્ટીની હત્યા

મજેવડી ગામે યુવકની ઘાતકી રીતે હત્યા:દૂધની ડેરી નજીક પુલ પર તીક્ષણ હથિયારો વડે રિયાઝ ભટ્ટીની હત્યા
Email :

જૂનાગઢના મજેવડી ગામે સમી સાંજે મજેવડીના યુવાનની ઘાતકી રીતે હત્યા થતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. 27 વર્ષીય રિયાઝ અલારખા ભટ્ટી પર તેના જ ગામના શખ્સોએ તીક્ષણ હથિયારો વડે હુમલો કર્યો હોવાનું જાણવા મળી રહ્યું છે. હુમલો એટલો ભયાનક હતો કે રિયાઝે ઘટના સ્થળે જ દમ તોડી દીધો હતો. આ ઘટના સ્થળ પર બે બાઈક અને રોડ પર લોહી જોવા મળ્યું હતું. પ્રાપ્ત

વિગતો મુજબ, રિયાઝ દૂધની ડેરી પાસેથી બાઈક લઈ પસાર થઈ રહ્યો હતો ત્યારે ગામના પુલ પાસે તેને અટકાવી અને તીક્ષણ હથિયારોથી ઉપરાછાપરી ઘા મારી દીધા. હુમલાના પગલે રક્તરંજિત દ્રશ્ય સર્જાયું હતું અને રોડ પર રિયાઝની બાઈક તથા લોહીના નિશાનો જોવા મળ્યા હતા. ઘટનાની જાણ થતાં તાત્કાલિક તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસ દ્વારા હત્યાના કારણે

સંબંધિત દરેક દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા અનુસાર, હત્યાની પાછળ કોઈ જૂના મનદુઃખ કે ઝઘડાનું કારણ હોવાની શકયતા છે. હાલ આરોપીઓ ઘટના પછી ફરાર છે અને તેમની શોધખોળ માટે અલગ-અલગ ટીમો કાર્યરત કરી દેવામાં આવી છે. આ અચાનક બનેલી નૃશંસ હત્યા પછી મજેવડી ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. પોલીસ દ્વારા મૃતકના પરિવારજનોના નિવેદનો લઈ આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.

Leave a Reply

Related Post