યુવકને ઈન્સ્ટાગ્રામથી હનીટ્રેપમાં ફસાવી ₹21 લાખ પડાવ્યા: મુન્દ્રાના કોંગી નેતા, ભુજના નગરસેવક સહિત 3ની ધરપકડ; આરોપી મુસ્કાન હજુ ફરાર, હરિસિંહે પત્રકારોને ધમકી આપી

યુવકને ઈન્સ્ટાગ્રામથી હનીટ્રેપમાં ફસાવી ₹21 લાખ પડાવ્યા:મુન્દ્રાના કોંગી નેતા, ભુજના નગરસેવક સહિત 3ની ધરપકડ; આરોપી મુસ્કાન હજુ ફરાર, હરિસિંહે પત્રકારોને ધમકી આપી
Email :

ભુજ શહેરમાં હનીટ્રેપનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. એક યુવતીએ સોશિયલ મીડિયા મારફતે યુવકને ફસાવી 21 લાખ રૂપિયા પડાવ્યા છે. આ કેસમાં ભુજના કોંગ્રેસી નગરસેવક સહિત ત્રણ લોકોની અટકાયત કરવામાં આવી છે. ભોગ બનનાર મહેબૂબ શબ્બીર ખાટકીની ફરિયાદ મુજબ, આરોપી મુસ્કાને તેને ઇન્સ્ટાગ્રામ પર ફસાવ્યો હતો. બાદમાં તેને ભુજના હિલગાર્ડન પાસે લઈ ગઈ હતી. ત્યાં નગરસેવક અબ્દુલ હમીદ સમાએ બંનેની તસવીરો પાડી હતી. આ કાવતરામાં મુન્દ્રાના

કોંગી અગ્રણી હરિસિંહ જાડેજાનું નામ પણ સામે આવ્યું છે, જે ખોટી ઓળખ આપી પોલીસ તરીકે ધમકી આપતો હતો. ભુજ એ-ડિવિઝન પોલીસમાં ફરિયાદ કચ્છ જિલ્લાના ભુજ શહેરમાં હિલગાર્ડન પાસે હનીટ્રેપનો વધુ એક ચકચારી બનાવ સામે આવ્યો છે. આ ઘટનામાં ફરિયાદી પાસેથી બ્લેકમેલ કરીને રૂ. 21 લાખ ખંખેરવામાં આવ્યા હોવાનો ગુનો ભુજ એ-ડિવિઝન પોલીસ મથકે નોંધાયો છે. આ મામલે યુવતી સહિત કુલ પાંચ આરોપી સામે ફરિયાદ નોંધવામાં આવી છે, જેમાંથી

ત્રણ શખસની અટકાયત કરવામાં આવી છે, જ્યારે મુખ્ય આરોપી યુવતીની શોધખોળ ચાલુ છે. સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવ્યા ભુજના રહેવાસી મહેબૂબ શબ્બીર ખાટકી દ્વારા નોંધાવેલી ફરિયાદ અનુસાર, આદિપુરની રહેવાસી યુવતી મુસ્કાનએ સોશિયલ મીડિયા (ઇન્સ્ટાગ્રામ) મારફતે સંપર્ક સાધી તેમને મોહજાળમાં ફસાવ્યા હતા. ત્યારબાદ, ભુજમાં મળીને ચા-નાસ્તો કર્યા બાદ હિલગાર્ડન પાસે લઈ જઈ, કાવતરામાં સામેલ નગરસેવક અબ્દુલ હમીદ સમાએ તેમની સાથેની તસવીરો ખેંચી હતી. આ તસવીરોનો ઉપયોગ કરીને ફરિયાદીના ભાઈ સરફરાઝ

રઝાક ખાટકી અને અન્ય આરોપીઓ દ્વારા બ્લેકમેલ કરવામાં આવ્યો હતો. રૂ. 21 લાખ ખંખેરી લીધા આ કાવતરામાં યુવતીના ખોટા પતિ તરીકે મામદ નોડેને રજૂ કરવામાં આવ્યો હતો. ફરિયાદીને ધમકાવીને રૂ. 18 લાખ પડાવ્યા ગયા હતા. ત્યારબાદ, ખોટી પોલીસ ફરિયાદના નામે વધુ 3 લાખ ખંખેરવામાં આવ્યા હતા. આ કાવતરામાં મુન્દ્રાના કોંગી અગ્રણી હરિસિંહ જાડેજાનું નામ પણ સામે આવ્યું છે, જે ખોટી ઓળખ આપી પોલીસ તરીકે ધમકી આપતો હતો.

પોલીસની કાર્યવાહી ભુજના નગરસેવક અબ્દુલ હમીદ સમા, સરફરાઝ ખાટકી અને હરિસિંહ જાડેજાની અટકાયત કરવામાં આવી છે. મુખ્ય આરોપી યુવતી મુસ્કાનની શોધખોળ ચાલુ છે. આ ઘટના 17 નવેમ્બર 2024થી 2 ફેબ્રુઆરી 2025 દરમિયાન બની હતી, જે અંગેની ફરિયાદ મોડી રાત્રે નોંધાઈ હતી. આવા કિસ્સામાં પોલીસની મદદ લેવા સલાહ પોલીસવડા વિકાસ સુડાએ જણાવ્યું કે આ પ્રકારના કિસ્સાઓમાં ગભરાવવાના બદલે તાત્કાલિક પોલીસની મદદ લેવી જોઈએ. તેમણે વધુમાં જણાવ્યું કે મુખ્ય આરોપી યુવતીને

ઝડપવા માટે તપાસ તેજ કરવામાં આવી છે. નાગરિકો માટે ચેતવણી આ ઘટના નાગરિકો માટે ચેતવણીરૂપ છે કે સોશિયલ મીડિયા પર અજાણ્યા લોકો સાથે સંપર્ક કરતી વખતે સાવચેત રહેવું જોઈએ. આ પ્રકારના કિસ્સાઓમાં પોલીસને તાત્કાલિક જાણ કરવી જરૂરી છે. હરિસિંહે પત્રકારોને ધમકી આપી આ દરમિયાન ચોંકાવનારી બાબત એ રહી કે આરોપી હરિસિંહ જાડેજાએ પોલીસની હાજરીમાં કવરેજ માટે હાજર પત્રકારોને નોટિસ પાઠવવાની ધમકી આપી ડરાવવાનો પ્રયાસ કરી પોતાની લુખ્ખાગીરી બતાવી હતી.

Leave a Reply

Related Post