નિફ્ટી-50માં ઝોમેટો અને જિયો ફાઇનાન્શિયલની એન્ટ્રી થશે: BPCL અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડેક્સમાંથી દૂર થશે, આ ફેરફારો 28 માર્ચથી અમલમાં આવશે

નિફ્ટી-50માં ઝોમેટો અને જિયો ફાઇનાન્શિયલની એન્ટ્રી થશે:BPCL અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝ ઇન્ડેક્સમાંથી દૂર થશે, આ ફેરફારો 28 માર્ચથી અમલમાં આવશે
Email :

ઝોમેટો અને જિયો ફાઇનાન્શિયલ સર્વિસિસ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) ના બેન્ચમાર્ક સૂચકાંકોમાં પ્રવેશ કરવા જઈ રહ્યા છે. આગામી અર્ધ-વાર્ષિક ફેરફારોમાં નિફ્ટી-50 ઇન્ડેક્સમાં ઝોમેટો અને જિયો ફાઇનાન્શિયલની આ એન્ટ્રી હશે. આ ફેરફારો 28 માર્ચ, 2025થી અમલમાં આવશે. આ બે કંપનીઓ ઇન્ડેક્સમાં ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિમિટેડ (BPCL) અને FMCG કંપની બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝનું સ્થાન લેશે. આ ફેરફારો નિફ્ટી 50 ઈક્વલ વેઇટ ઇન્ટેક પર પણ લાગુ પડશે. આ

રિબેલેન્સિંગ 1 ઓગસ્ટથી 31 જાન્યુઆરી સુધીના સરેરાશ ફ્રીફ્લોટ માર્કેટ કેપ પર આધારિત છે. NSEની એક નોંધમાં જણાવાયું છે કે Zomatoનું સરેરાશ ફ્રી-ફ્લોટ માર્કેટ કેપિટલાઇઝેશન રૂ. 1,69,837 કરોડ છે. જ્યારે જિયો ફાઇનાન્શિયલ સર્વિસીસ પાસે રૂ. 1,04,387 કરોડ છે. BPCLનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ. 60,928 કરોડ છે અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝનું માર્કેટ કેપ રૂ. 64,151 કરોડ છે. નિફ્ટી 50 ઇન્ડેક્સમાં સમાવેશ કરવા માટે, સ્ટોક માટે FO સેગમેન્ટનો ભાગ

બનવું ફરજિયાત છે. નિફ્ટી 50માં ઝોમેટોના સમાવેશથી 702 મિલિયન ડોલરનો ઈનફ્લો થશે જેએમ ફાઇનાન્શિયલ્સનો અંદાજ છે કે નિફ્ટી 50 ઇન્ડેક્સમાં ઝોમેટોના સમાવેશથી 702 મિલિયન ડોલરનો નિષ્ક્રિય રોકાણપ્રવાહ આવી શકે છે અને જિયો ફાઇનાન્શિયલ્સ 404 મિલિયન ડોલરનો નિષ્ક્રિય રોકાણપ્રવાહ જોઈ શકે છે. બીજી બાજુ, BPCLને ઇન્ડેક્સમાંથી દૂર કરવાથી $240 મિલિયનનો આઉટફ્લો થઈ શકે છે અને બ્રિટાનિયા ઇન્ડસ્ટ્રીઝને દૂર કરવાથી $260 મિલિયનનો આઉટફ્લો થઈ શકે છે.

Related Post