ઝોમેટોએ તેનું નામ બદલીને ઇટરનલ રાખ્યું: CEO દીપિન્દર ગોયલે આપી માહિતી, બોર્ડ મિટિંગમાં લેવાયો નિર્ણય

ઝોમેટોએ તેનું નામ બદલીને ઇટરનલ રાખ્યું:CEO દીપિન્દર ગોયલે આપી માહિતી, બોર્ડ મિટિંગમાં લેવાયો નિર્ણય
Email :

ઝોમેટો સંબંધિત ખૂબ જ મોટા સમાચાર સામે આવ્યા છે. બોર્ડ મીટિંગમાં કંપનીએ તેનું નામ બદલવાની મંજૂરી આપી છે. હવે ઝોમેટોનું નામ બદલીને ઇટરનલ કરવામાં આવ્યું છે. આ નિર્ણય 6 ફેબ્રુઆરીના રોજ યોજાયેલી બોર્ડ મીટિંગમાં લેવામાં આવ્યો હતો. કંપનીએ BSEને આપેલી ફાઇલિંગમાં આ અંગે માહિતી આપી છે. જેમાં ઝોમેટોના CEO દીપિન્દર ગોયલે કહ્યું છે કે, તેઓ લાંબા સમયથી કંપની માટે ઇટરનલ શબ્દનો ઉપયોગ કરી રહ્યા છે. કંપનીના CEOએ આપી માહિતી ગોયલે કહ્યું, 'જ્યારથી અમે બ્લિંકિન્ટ હસ્તગત

કર્યું છે, ત્યારથી અમે કંપની અને બ્રાન્ડ/એપ વચ્ચે તફાવત કરવા માટે ઝોમેટોને બદલે કંપનીને ઇટરનલ કહેવાનું શરૂ કર્યું છે. ત્યારે અમે એવું પણ વિચાર્યું હતું કે જો ઝોમેટો સિવાય અમારી અન્ય કોઈ પ્રોડક્ટ અમારા ભવિષ્ય માટે મહત્વપૂર્ણ બનશે, તો અમે જાહેરમાં કંપનીનું નામ બદલીને ઇટરનલ રાખીશું. આજે બ્લિંકિન્ટ સાથે અમે તે સ્થાન પર પહોંચી ગયા છીએ. અમે ઝોમેટો લિમિટેડ, કંપની (બ્રાન્ડ અને એપ નહીં)નું નામ બદલીને ઇટરનલ કરી રહ્યા છીએ.' ઝોમેટોના સ્ટોકનું સ્ટેટસ આજે, NSE પર

Zomatoના શેર 1.22 ટકા ઘટીને રૂ. 229.90 પર બંધ થયા. જોકે, છેલ્લા 5 સત્રમાં આ સ્ટોક 5 ટકા વધ્યો છે. આ વર્ષે અત્યાર સુધીમાં ઝોમેટોના શેર 16 ટકાથી વધુ ઘટ્યા છે. તમને જણાવી દઈએ કે આવતા મહિને ઝોમેટો NSEના મુખ્ય સૂચકાંક નિફ્ટીમાં સ્થાન બનાવી શકે છે. ત્રિમાસિક પરિણામો નાણાકીય વર્ષ 2024-25ના ત્રીજા ક્વાર્ટરમાં ઝોમેટોના પરિણામો નિરાશાજનક રહ્યા. કંપનીની આવક ચોક્કસપણે 65 ટકા વધીને રૂ. 5,404 કરોડ થઈ, પરંતુ નફો 57 ટકા ઘટીને રૂ. 59 કરોડ થયો.

Related Post