ગાંધીનગર મનપામાં વોર્ડ નં-6માં કોંગેસની પેનલ જીતી: વોર્ડ નં-7માં નગીન નાડીયાની જીત; 1, 3, 4, 5, 9, 10માં ભાજપની પેનલ જીતી; જીતેલા ઉમેદવારોનું ફોટો સાથેનું લિસ્ટ

ગાંધીનગર મનપામાં વોર્ડ નં-6માં કોંગેસની પેનલ જીતી:વોર્ડ નં-7માં નગીન નાડીયાની જીત; 1, 3, 4, 5, 9, 10માં ભાજપની પેનલ જીતી; જીતેલા ઉમેદવારોનું ફોટો સાથેનું લિસ્ટ
Email :

ગાંધીનગર મહાનગરપાલિકાના 11 વોર્ડની 44 બેઠકો માટે આજે સવારે 9 વાગ્યાથી સેક્ટર-15ની કોલેજ બિલ્ડિંગના પાંચ રૂમોમાં મતગણતરી ચાલી રહી છે. આ વખતની ચૂંટણીમાં સરેરાશ 59.25% મતદાન નોંધાયું છે, જેમાં કુલ 2,59,985 નોંધાયેલા મતદારોમાંથી 1,54,045 મતદારોએ મતાધિકારનો ઉપયોગ

કરીને ઉમેદવારોના ભાગ્ય સીલ કર્યા છે. આજના ચૂંટણી પરિણામમાં ભાજપની જીત દેખાઈ રહી છે. વોર્ડ નં. 1, 3, 4, 5, 9 અને 10માં ભાજપની પેનલની વિજય બની છે. જ્યારે વોર્ડ નં-7માં ભાજપની પેનલ તૂટી છે અને એક

બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નગીન નાડીયાની જીત થઈ છે. આ સાથે વોર્ડ નંબર 6માં કોંગ્રેસ પેનલની જીત થઈ છે. (મતદાન દિવસની અપડેટ અહિં ક્લિક કરીને જાણો) જીતેલા ઉમેદવારોની યાદી 2021માં ભાજપને 41 બેઠક પર જીત મળી હતી

Leave a Reply

Related Post