અમદાવાદમાં પહેલીવાર મુંબઈએ જીતનો સ્વાદ ચાખ્યો: IPLમાં સતત 4 મેચ હાર્યા બાદ જીત મળી, ગુજરાતને 99 રનથી હરાવ્યું, તિલક વર્માની સદી

અમદાવાદમાં પહેલીવાર મુંબઈએ જીતનો સ્વાદ ચાખ્યો:IPLમાં સતત 4 મેચ હાર્યા બાદ જીત મળી, ગુજરાતને 99 રનથી હરાવ્યું, તિલક વર્માની સદી
Email :

મુંબઈ ઈન્ડિયન્સે (MI) IPL સીઝનમાં સતત 4 મેચ હાર્યા બાદ જીત મેળવી લીધી છે. ટીમે સોમવારે ગુજરાત ટાઇટન્સ (GT) પર 99 રનથી જીત નોંધાવી હતી. આ ઉપરાંત મુંબઈએ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPLના ઇતિહાસમાં પહેલી જીત મળી છે. અમદાવાદમાં ગુજરાતે ટૉસ જીતીને બોલિંગ લીધી હતી. મુંબઈએ 20 ઓવરમાં 5 વિકેટ પર 199 રન બનાવ્યા

હતા. જવાબમાં ગુજરાતની ટીમ 15.5 ઓવરમાં 100 રન પર ઓલઆઉટ થઈ ગઈ હતી. તિલક વર્માની સદીએ મુંબઈને 200 સુધી પહોંચાડ્યું પહેલા બેટિંગ કરી રહેલી મુંબઈની ટીમે પાવરપ્લેમાં 48 રન બનાવવામાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર ક્વિન્ટન ડી કોક 13, ડેબ્યૂ મેચ રમી રહેલા દાનિશ માલેવર 2 અને નમન ધીર 45 રન બનાવીને આઉટ

થયા હતા. નંબર-5 પર ઉતરેલા તિલક વર્માએ 45 બોલ પર 101 રન બનાવીને મુંબઈને 199 રન સુધી પહોંચાડ્યું હતું. આ ઇનિંગમાં 8 ચોગ્ગા અને 7 છગ્ગા સામેલ હતા. નમન ધીરે 45 રન બનાવ્યા હતા. GT તરફથી કાગિસો રબાડાએ 3 વિકેટ ઝડપી હતી. ગુજરાતની ખરાબ શરૂઆત, પાવરપ્લેમાં 3 વિકેટ ગુમાવી 200 રનના ટાર્ગેટને ચેઝ કરી રહેલી

ગુજરાતની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે પહેલા જ બોલે વિકેટ ગુમાવી દીધી હતી, જ્યારે બુમરાહે સાઈ સુદર્શનને ડેબ્યૂ મેચ રમી રહેલા ક્રિષ ભગતની મદદથી કેચ આઉટ કરાવ્યો હતો. ટીમે પાવરપ્લેમાં 45 રન બનાવવામાં 3 વિકેટ ગુમાવી દીધી હતી, જેમાં જોસ બટલર (5 રન) અને કેપ્ટન શુભમન ગિલ (14 રન)ની વિકેટ સામેલ હતી. અશ્વિની કુમારે

4 વિકેટ ઝડપી પાવરપ્લેની છેલ્લી ઓવરમાં ગિલને આઉટ કરનાર અશ્વિની કુમારે કુલ 4 વિકેટ ઝડપી હતી. તેણે રાહુલ તેવટિયા (8 રન), શાહરૂખ ખાન (17 રન) અને રાશિદ ખાન (4 રન)ને પેવેલિયન ભેગા કરીને ગુજરાતની વાપસી કરવાની આશાઓ પર પાણી ફેરવી દીધું હતું. બન્ને ટીમની પ્લેઇંગ-11 ગુજરાત ટાઇટન્સ (GT): સાઈ સુદર્શન, શુભમન ગિલ (કેપ્ટન), જોસ બટલર

(વિકેટકીપર), વોશિંગ્ટન સુંદર, ગ્લેન ફિલિપ્સ, શાહરૂખ ખાન, રાશિદ ખાન, કાગીસો રબાડા, અશોક શર્મા, મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ ક્રિષ્ના. ઇમ્પેક્ટ પ્લેયર્સ: રાહુલ તેવટિયા. મુંબઈ ઈન્ડિયન્સ (MI): ક્વિન્ટન ડી કોક (વિકેટકીપર), દાનિશ માલેવાર, નમન ધીર, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા (કેપ્ટન), તિલક વર્મા, શેરફન રધરફોર્ડ, મિચેલ સેન્ટનર, ક્રિશ ભગત, જસપ્રીત બુમરાહ અને અલ્લાહ ગઝનફર. ઇમ્પેક્ટ પ્લેયર: અશ્વિની કુમાર.

Leave a Reply

Related Post