17 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે દરિયા કિનારે હૃતિક રોશનનો રોમાન્સ: સબા આઝાદ સાથે 5મી રિલેશનશિપ એનિવર્સરી ઉજવી, PHOTOS; એક્સ-વાઇફે આપ્યું રિએક્શન

17 વર્ષ નાની ગર્લફ્રેન્ડ સાથે દરિયા કિનારે હૃતિક રોશનનો રોમાન્સ:સબા આઝાદ સાથે 5મી રિલેશનશિપ એનિવર્સરી ઉજવી, PHOTOS; એક્સ-વાઇફે આપ્યું રિએક્શન
Email :

બોલિવૂડનો 'ગ્રીક ગોડ' ગણાતો હૃતિક રોશન તેનાથી 17 વર્ષ નાની સબા આઝાદના ગળાડૂબ પ્રેમમાં છે. તાજેતરમાં હૃતિક અને સબાએ પોતાના રિલેશનશિપના 5 વર્ષ પૂરા કર્યા છે. આ ખાસ દિવસે હૃતિકે સબા સાથેના કેટલાક ક્યુટ ફોટો શેર કર્યા. તેના પર હૃતિકની પૂર્વ પત્ની સુઝેન ખાને પણ રિએક્શન આપ્યું છે. દરિયા કિનારે રોમેન્ટિક થયા સબા-હૃતિક હૃતિક રોશને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર ગર્લફ્રેન્ડ સબા આઝાદ સાથેના કેટલાક રોમેન્ટિક ફોટો શેર કર્યા. એક ફોટોમાં બંને નદીના કિનારે બેસીને સેલ્ફી લેતા જોવા

મળ્યા. તો એક ફોટોમાં બંને દરિયા કિનારે સૂર્યાસ્ત સમયે એકબીજાને ગળે લગાવતા જોવા મળ્યા. 'આ અમારો બર્થ ડે છે' જ્યારે અન્ય એક ફોટોમાં હૃતિક અને સબા લંડનના પોર્શ વિસ્તાર મેફેરમાં આવેલા ઐતિહાસિક બ્રિટિશ પબ 'ધ મેસન્સ આર્મ્સ'માં બિયર પીતા જોવા મળી રહ્યા છે. તો અન્ય એક ફોટોમાં બંને હેલિકોપ્ટરની સવારી કરતા પણ જોવા મળી રહ્યા છે. આ રોમેન્ટિક ફોટોની સાથે હૃતિક રોશને લખ્યું, 'આ અમારો બર્થ ડે છે. મારી જાન, 5મી એનિવર્સરી મુબારક.' એક્સ-વાઇફની કમેન્ટે સૌનું ધ્યાન

ખેંચ્યું હૃતિક રોશનના આ ફોટો પર સેલેબ્સ અને ચાહકો ખૂબ પ્રેમ વરસાવી રહ્યા છે. પણ આ બધા વચ્ચે હૃતિકની એક્સ-વાઇફ સુઝેન ખાનની કમેન્ટે સૌનું ધ્યાન ખેંચ્યું છે. સુઝેન ખાને હૃતિકની પોસ્ટ પર લખ્યું, 'સો સ્વીટ... હેપી એનિવર્સિરી.' આ સાથે જ સુઝેને હાર્ટ અને લવ વાળા ઇમોજીઝ શેર કર્યા. હૃતિકની બર્થ ડે પાર્ટીમાં પણ સાથે હતી સુઝેન અને સબા આ પહેલીવાર નથી, જ્યારે સુઝેન અને સબા-હૃતિક વચ્ચે આત્મિયતા જોવા મળી હોય. આ વર્ષે હૃતિકના 52માં બર્થ ડે પર તેણે

એક યૉટ પાર્ટી આપી હતી. આ સમયે તે ગર્લફ્રેન્ડ સબા, એક્સ-વાઇફ સુઝેન સહિત મિત્રો સાથે વેકેશન પર ગયો હતો. આ દરમિયાન તેની પાર્ટીના ફોટો સામે આવ્યા હતા, જ્યાં તે ગર્લફ્રેન્ડ અને એક્સ-વાઇફ સાથે હસીખુશીથી જન્મદિવસ ઉજવતો જોવા મળ્યો હતો. ડેટિંગ એપ પર હૃતિકની પ્રોફાઇલ વાયરલ થતાં બ્રેકઅપની ચર્ચા નોંધનીય છે કે, થોડા મહિના પહેલાં જ હૃતિક રોશન સંબંધિત એક સ્ક્રીનશોટ વાયરલ થયો હતો. વાસ્તવમાં આ સ્ક્રીનશોટ કથિત રીતે 'રાયા' નામના એક સેલિબ્રિટી ડેટિંગ એપનો હોવાનો દાવો કરાયો

હતો, જેમાં હૃતિકની પ્રોફાઇલ હતી. વાયરલ સ્ક્રીનશોટમાં તેના પ્રોફાઇલ બાયોમાં 'એક્ટર/પ્રોડ્યુસર/એન્ટરપ્રેન્યોર' લખેલું દેખાયું હતું અને ફોટો હૃતિકનો હતો. આ સ્ક્રીનશોટ વાયરલ થયાના થોડા સમય પહેલાં જ હૃતિકની કથિત એક્સ-ગર્લફ્રેન્ડ અને ભાજપ સાંસદ કંગના રનૌતે હૃતિક-સબાના સંબંધો પર નિશાન સાધ્યું હતું. ત્યારે હૃતિક અને સબાના સંબંધને કંગનાની નજર લાગી ગઈ હોવાનું યુઝર્સમાં ચર્ચાયું હતું. હૃતિક સબા કરતા 17 વર્ષ મોટો છે હૃતિક અને સબાના ડેટિંગની ચર્ચા ફેબ્રુઆરી 2022માં શરૂ થઈ હતી. બંને ડિનર ડેટ્સ અને કરણ જોહરની 50મી બર્થ

ડે પાર્ટીમાં સાથે જોવા મળ્યાં હતાં, જેના પછી તેમના સંબંધોની ચર્ચા સોશિયલ મીડિયા પર થઈ હતી. આ પછી બંને હૃતિકની એક્સ-વાઇફ સુઝેન અને તેના બોયફ્રેન્ડ અર્સલાન ગોની સાથે પણ જોવા મળ્યાં હતાં. હૃતિક અને સબા વચ્ચે પૂરા 17 વર્ષનો તફાવત છે. હૃતિક અને સુઝેનના છૂટાછેડા થઈ ગયા છે હૃતિકના પહેલા લગ્ન સુઝેન ખાન સાથે થયા હતા. બંનેએ 2014માં છૂટાછેડા લઈ લીધા હતા. બંનેના દીકરાઓનું નામ રેહાન અને રિદાન છે. સુઝેન પણ 2022થી અર્સલાન ગોનીને ડેટ કરી રહી છે.

Leave a Reply

Related Post