ભારતીય ક્રૂ વાળા ઓઇલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો: બ્લેક સીમાં 2 હુમલા, યુક્રેનિયન ડ્રોન ઓઇલ ટેન્કર સાથે અથડાયું; હોર્મુઝમાં પણ 1 જહાજ પર હુમલો

ભારતીય ક્રૂ વાળા ઓઇલ ટેન્કર પર 48 કલાકમાં ત્રીજો હુમલો:બ્લેક સીમાં 2 હુમલા, યુક્રેનિયન ડ્રોન ઓઇલ ટેન્કર સાથે અથડાયું; હોર્મુઝમાં પણ 1 જહાજ પર હુમલો
Email :

રશિયાના બ્લેક સી કાંઠા નજીક એક તેલ ટેન્કર પર દરિયાઈ ડ્રોનથી હુમલો કરવામાં આવ્યો. હુમલા બાદ ટેન્કરમાં આગ લાગી ગઈ. ટેન્કર પર 23 લોકોનો ક્રૂ હતો. બધા ભારતીય નાગરિકો હતા અને તેમને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યા. રશિયાના પરિવહન મંત્રાલય અનુસાર, લાઇબેરિયાનો ધ્વજ ધરાવતા આ ટેન્કર પર હુમલા બાદ બ્લેક સીના પાણીમાં કાચું તેલ સળગ્યું. તેના કારણે રશિયાના રિસોર્ટ શહેર સોચીના કેટલાક વિસ્તારોમાં આકાશ કાળા ધુમાડાથી ઢંકાઈ ગયું છે. છેલ્લા 48 કલાકમાં ભારતીય નાવિકો

ધરાવતા જહાજોને નિશાન બનાવવાની આ ત્રીજી ઘટના છે. હુમલા બાદની તસવીરો… હોર્મુઝમાં હુમલા બાદ 11 ભારતીયો ઘાયલ થયા આ પહેલા 5 અને 6 ઑક્ટોબરે હોર્મુઝ સ્ટ્રેટ અને બ્લેક સીમાં પણ ભારતીય નાવિકો ધરાવતા જહાજો પર હુમલો થયો હતો. આ હુમલાઓમાં કોઈ ભારતીયનું મૃત્યુ થયું નથી. 6 ઑક્ટોબર: હોર્મુઝ સ્ટ્રેટમાં પનામાના ધ્વજવાળા વેપારી જહાજ પર હુમલો થયો હતો. જહાજમાં કુલ 19 લોકો સવાર હતા. તેમાં 17 ભારતીય નાગરિકો હતા. વિદેશ મંત્રાલય અનુસાર, તેમાં 11 ભારતીય

ક્રૂ સભ્યો ઘાયલ થયા હતા. 5 ઑક્ટોબર: બ્લેક સીમાં રોમાનિયા નજીક એક જહાજ પર હુમલો થયો હતો. તેમાં 3 ભારતીય નાવિકો સવાર હતા. દુર્ઘટના બાદ જહાજ ડૂબી ગયું અને 2 વિદેશી નાગરિકોનાં મૃત્યુ થયાં. જ્યારે ભારતીયો સહિત 11 ક્રૂ સભ્યોને સુરક્ષિત બચાવી લેવામાં આવ્યા હતા. યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ દાવો કર્યો હતો કે જહાજ પર રશિયન ડ્રોનથી હુમલો થયો હતો. લાઇબેરિયાના ટેન્કરમાં ભીષણ આગ લાગવાથી બચાવ કામગીરી મુશ્કેલ બની બ્લેક સીમાં લાઇબેરિયાના ધ્વજવાળા તેલના ટેન્કર

પર હુમલા પહેલાં મરીનટ્રાફિકે જહાજનું છેલ્લું સ્થાન બ્લેક સીમાં રશિયા-જ્યોર્જિયા સરહદ નજીક હોવાનું જણાવ્યું હતું. રશિયાના પરિવહન મંત્રાલયના જણાવ્યા મુજબ આગની તીવ્રતાને કારણે શરૂઆતમાં ફાયરફાઇટર્સ જહાજની નજીક પહોંચી શક્યા નહોતા. મંત્રાલયે બાદમાં જણાવ્યું કે આગની તીવ્રતા ઘટ્યા પછી ઇમરજન્સી ટીમો પાસે તેને નિયંત્રિત કરવા માટે પૂરતા સાધનો હતા. જહાજ યુક્રેનની પ્રતિબંધિત યાદીમાં સામેલ હતું ધ કીવ ઇન્ડિપેન્ડન્ટ અનુસાર, આ જહાજ યુક્રેનની પ્રતિબંધિત યાદીમાં સામેલ હતું. તેને રશિયાના કથિત શેડો ફ્લીટનો હિસ્સો ગણાવવામાં આવ્યું હતું.

રશિયાનો શેડો ફ્લીટ એવા ટેન્કરો અને જહાજોનું નેટવર્ક છે, જેનો ઉપયોગ રશિયા પશ્ચિમી પ્રતિબંધોથી બચીને તેલ સહિત અન્ય સામાનની નિકાસ કરવા માટે કરે છે. યુક્રેને ફેબ્રુઆરીમાં જહાજો પર પ્રતિબંધો લગાવ્યા હતા. તેનું કહેવું હતું કે આ નેટવર્કના જહાજો રશિયાને જરૂરી ઊર્જા આવક જાળવી રાખવામાં મદદ કરે છે. આ જ આવકથી રશિયા યુક્રેન વિરુદ્ધના યુદ્ધને ભંડોળ પૂરું પાડે છે. રશિયા-યુક્રેને બ્લેક સીમાં 300 જહાજો પર હુમલા કર્યા રશિયા-યુક્રેન યુદ્ધમાં બ્લેક સી હવે યુદ્ધનું મોટું મોરચું

બની ગયું છે. છેલ્લા લગભગ 2 મહિનામાં બંને દેશોએ 300થી વધુ જહાજોને નિશાન બનાવ્યાં છે. આમાં અનાજ લઈ જતાં જહાજો, તેલના ટેન્કરો અને અન્ય માલવાહક જહાજોનો સમાવેશ થાય છે. સતત થઈ રહેલા હુમલાઓની અસર વિશ્વની ખાદ્ય સપ્લાય પર પડવાનો ખતરો છે. ઘઉં અને મકાઈના ભાવમાં વધારો થઈ શકે છે. રશિયા અને યુક્રેન મળીને વિશ્વના લગભગ 30% ઘઉંની નિકાસમાં ભાગ ધરાવે છે. બંને દેશોનું મોટાભાગનું અનાજ બ્લેક સી માર્ગે અન્ય દેશો સુધી પહોંચે છે. હવે

માત્ર 16 દેશો જ રશિયાથી ઘઉં ખરીદે છે રશિયન ઘઉં ખરીદનારા દેશોની સંખ્યા 43થી ઘટીને 16 રહી ગઈ છે. બીજી તરફ, રશિયાથી અનાજ મોકલનારા બંદરોની સંખ્યા 47થી ઘટીને 10 રહી ગઈ છે. દેશના સૌથી મોટા બંદર નોવોરોસિસ્કથી શિપમેન્ટ 24.9 લાખ ટનથી ઘટીને 10.4 લાખ ટન થઈ ગયું છે. બંદરો અને જહાજો પર હુમલા વધવાને કારણે અનાજનો દરિયાઈ વેપાર પ્રભાવિત થયો છે. બંને દેશોના ગોડાઉનોમાં અનાજ ઉપલબ્ધ છે, પરંતુ તેને ખરીદદાર દેશો સુધી પહોંચાડવામાં મુશ્કેલી

આવી રહી છે. આની અસર આંતરરાષ્ટ્રીય બજારમાં પણ જોવા મળી રહી છે. ઘઉંના ભાવ છેલ્લા એક વર્ષમાં લગભગ 30% વધી ચૂક્યા છે. યુક્રેને માર્ગ-રેલ માર્ગે નિકાસ વધારી, પરંતુ સપ્લાય ઘટ્યો બ્લેક સીના દરિયાઈ માર્ગને અસર થયા બાદ યુક્રેન માર્ગ અને રેલ નેટવર્ક દ્વારા અનાજ અન્ય દેશો સુધી મોકલી રહ્યું છે. જોકે આ માર્ગોની ક્ષમતા બ્લેક સીના બંદરોની સરખામણીમાં ઘણી ઓછી છે. ડેન્યુબ નદીના માર્ગે પણ મર્યાદિત માત્રામાં અનાજ મોકલવામાં આવી રહ્યું છે. પરંતુ જળસ્તર

અને પરિવહન ક્ષમતાને કારણે આ વિકલ્પ દરિયાઈ માર્ગની સંપૂર્ણ ભરપાઈ કરી શકતો નથી. મકાઈના વૈશ્વિક સપ્લાય પર પણ અસરનું જોખમ બ્લેક સીમાં વધતા તણાવની અસર માત્ર ઘઉં પર જ નહીં, પરંતુ મકાઈના સપ્લાય પર પણ પડી શકે છે. 2025-26માં યુક્રેને 2.3 કરોડ ટન મકાઈની નિકાસ કરી હતી. આ વિશ્વના કુલ મકાઈ નિકાસના આશરે 12% જેટલું હતું. જો હાલની પરિસ્થિતિ લાંબા સમય સુધી ચાલુ રહેશે, તો આંતરરાષ્ટ્રીય બજારમાં મકાઈનો પુરવઠો પણ પ્રભાવિત થઈ શકે છે.

Leave a Reply

Related Post