ટ્રમ્પ 'એકલા' પડ્યા! પોતાની જ પાર્ટીમાં મોટો બળવો: 70% અમેરિકનો નારાજ, વ્હાઇટ હાઉસ પરથી સત્તા સરકતાં જ રિપબ્લિકન નેતાઓએ છેડો ફાડ્યો

ટ્રમ્પ 'એકલા' પડ્યા! પોતાની જ પાર્ટીમાં મોટો બળવો:70% અમેરિકનો નારાજ, વ્હાઇટ હાઉસ પરથી સત્તા સરકતાં જ રિપબ્લિકન નેતાઓએ છેડો ફાડ્યો
Email :

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વિરુદ્ધ તેમની પોતાની રિપબ્લિકન પાર્ટીમાં બળવાના સંકેતો દેખાવા લાગ્યા છે. ટ્રમ્પની લોકપ્રિયતા ઘટી રહી છે. પાર્ટીના નેતાઓને ડર છે કે મધ્યાવધિ ચૂંટણીમાં ટ્રમ્પનો સાથ આપવાથી તેમને નુકસાન થઈ શકે છે. નવેમ્બરમાં યોજાનારી ચૂંટણી પહેલાં ઘણા રિપબ્લિકન ઉમેદવારો ટ્રમ્પથી અંતર જાળવી રહ્યા છે. કેટલાકે પોતાની ચૂંટણીલક્ષી વેબસાઇટ પરથી ટ્રમ્પ અને તેમના ‘અમેરિકા ફર્સ્ટ’ એજન્ડાનો ઉલ્લેખ હટાવી

દીધો છે. કેટલાક નેતાઓ તેમની સાથે મંચ વહેંચવાનું પણ ટાળી રહ્યા છે. એપી-નોર્ક સર્વે મુજબ, માત્ર 30% અમેરિકનો ટ્રમ્પના કામકાજથી ખુશ છે. અર્થતંત્રના મામલે તેમની મંજૂરી રેટિંગ 26% છે. મોંઘવારીનો સામનો કરવાના મામલે આ આંકડો માત્ર 17% છે. 65%થી વધુ અમેરિકનો વધતી કિંમતો માટે ટ્રમ્પની નીતિઓને જવાબદાર માને છે. ટ્રમ્પની નીતિઓ વિરુદ્ધ ઘણા રિપબ્લિકન આયોવાના સાંસદ અને સેનેટ ઉમેદવાર

એશ્લે હિન્સન તથા મિશિગનના સેનેટ ઉમેદવાર માઈક રોજર્સે ઈરાન યુદ્ધ ઝડપથી સમાપ્ત કરવાની માગ કરી છે. બંને અગાઉ ટ્રમ્પની સૈન્ય કાર્યવાહીનું સમર્થન કરતા હતા. આયવાના સાંસદ જેક નન અને મેરિયાનેત મિલર-મીક્સે ટ્રમ્પની યુદ્ધસંબંધિત સત્તાઓ મર્યાદિત કરવા માટે ડેમોક્રેટ્સ સાથે મતદાન કર્યું. ફ્લોરિડાના સાંસદ મારિયાએ ટ્રમ્પની કડક ઇમિગ્રેશન નીતિ પર સવાલ ઉઠાવ્યા છે. ઘણા ઉમેદવારોએ કહ્યું છે કે તેઓ ટ્રમ્પનો

પ્રચાર કરવા માંગતા નથી. અર્થવ્યવસ્થા સૌથી મોટી નબળાઈ, ટ્રમ્પને 26% સમર્થન ટ્રમ્પથી અંતર રાખનારા જૂથમાં મોટા નામ; ગવર્નરથી સાંસદો સુધી વિરોધ સર્વે: ટ્રમ્પના ગઢ ઓહાયોમાં ગવર્નરની રેસમાં ભારતીય મૂળના રામાસ્વામી પણ 6 પોઈન્ટ પાછળ ઓહાયોના ગવર્નરપદની ચૂંટણી ભારતીય મૂળના વિવેક રામાસ્વામી માટે મોટી પરીક્ષા બની ગઈ છે. ટ્રમ્પે 2024માં આ રાજ્ય 11 પોઈન્ટથી જીત્યું હતું, પરંતુ 24થી 27 સપ્ટેમ્બર

દરમિયાન થયેલા મેરિસ્ટ સર્વેમાં ડેમોક્રેટ એમી એક્ટનને 50% સમર્થન મળ્યું છે, જ્યારે રામાસ્વામીને 44% સમર્થન મળ્યું છે. આ જ સર્વેમાં ટ્રમ્પની અપ્રૂવલ રેટિંગ 42% રહી. 41% મતદારોએ કહ્યું કે ચૂંટણીમાં તેમનો મત મુખ્યત્વે ટ્રમ્પ વિરુદ્ધ હશે. વિપક્ષી ડેમોક્રેટ્સ 9 પોઈન્ટથી આગળ, હાઉસમાં આટલી સરસાઈ રિપબ્લિકન્સ માટે મોટું જોખમ રિપબ્લિકન પાર્ટીની ચિંતા રાષ્ટ્રીય ચૂંટણીના આંકડાઓથી પણ વધી રહી છે. નેટ

સિલ્વરના સરેરાશ મુજબ સપ્ટેમ્બરની શરૂઆતમાં કોંગ્રેસના જેનરિક બેલેટમાં ડેમોક્રેટ્સની સરસાઈ 6.7 પોઈન્ટ હતી, જે હવે વધીને 9 પોઈન્ટ થઈ ગઈ છે. હાઉસમાં આટલી સરસાઈ રિપબ્લિકન માટે ગંભીર ખતરો છે. સેનેટમાં પણ સ્થિતિ અગાઉની તુલનામાં વધુ મુશ્કેલ બની છે. રિપબ્લિકન હાલમાં 53-47ની સરસાઈ ધરાવે છે, પરંતુ કેટલીક એવી બેઠકો પણ સ્પર્ધાત્મક બની ગઈ છે, જેને અગાઉ સુરક્ષિત માનવામાં આવતી હતી.

Leave a Reply

Related Post