VIRAL VIDEO : ફિલ્મી એક્શન હવે વાસ્તવિક દુનિયામાં! રોબોટે કાર ઉપાડીને લોકોના જીવ બચાવ્યા, જુઓ

VIRAL VIDEO : ફિલ્મી એક્શન હવે વાસ્તવિક દુનિયામાં! રોબોટે કાર ઉપાડીને લોકોના જીવ બચાવ્યા, જુઓ
Email :

અત્યાર સુધી આપણે સાયન્સ ફિક્શન અને એક્શન ફિલ્મોમાં રોબોટ્સને કાર ઉપાડતા, દરવાજા તોડતા કે શક્તિશાળી લડાઈઓ લડતા જોયા છે. પરંતુ હવે આ કાલ્પનિક દ્રશ્યો વાસ્તવિકતામાં બદલાઈ રહ્યા છે. ચીનની પ્રખ્યાત રોબોટિક્સ કંપની 'યુનિટ્રી' (Unitree Robotics) એ એક એવો ગાર્ડિયન રોબોટ તૈયાર કર્યો છે, જેનો આશ્ચર્યજનક વિડીયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ રોબોટના અકલ્પનીય પરાક્રમો જોઈને ટેકનોલોજીના નિષ્ણાતો પણ દંગ રહી ગયા છે.

વાયરલ વિડીયોમાં જોવા મળ્યા રુવાડાં ઊભા કરી દે તેવા સ્ટંટ

ઇન્ટરનેટ પર ધૂમ મચાવી રહેલા આ વિડીયોમાં રોબોટ એક સાચા એક્શન હીરોની જેમ કામ કરતો દેખાઈ રહ્યો છે. એક દ્રશ્યમાં, તે કારમાં ફસાયેલા માણસને બચાવવા માટે ક્ષણભરમાં કારનો મજબૂત દરવાજો તોડી નાખે છે, તો બીજા દ્રશ્યમાં તે આખી કારને જમીન પરથી ઊંચકી લે છે. આ ઉપરાંત, એક ક્લિપમાં તે છરી વડે હુમલો કરવા આવતા શખ્સને હવામાં પછાડીને છોકરીનો જીવ બચાવે છે, જ્યારે અન્ય દ્રશ્યમાં સામેથી આવતા વાહન આગળથી વ્યક્તિને ખેંચીને તેનો અકસ્માત થતાં અટકાવે છે.

=

શું છે યુનિટ્રીનો નવો 'H2-X' ગાર્ડિયન રોબોટ?

ચીની કંપની યુનિટ્રી રોબોટિક્સે આ ગ્રાઉન્ડબ્રેકિંગ હ્યુમનોઇડ મોડેલને 'H2-X: કુંગ ફુ લિજેન્ડ ગાર્ડિયન' નામ આપ્યું છે.

ઊંચાઈ અને વજન: આ રોબોટ ૧.૮ મીટર (અંદાજે ૫.૯ ફૂટ) ઊંચો છે અને તેનું વજન આશરે ૭૦ કિલોગ્રામ છે.

બેટરી બેકઅપ: કંપનીના દાવો અનુસાર, એકવાર સંપૂર્ણ ચાર્જ થયા પછી તે સતત ૮ કલાક સુધી કામ કરી શકે છે.

સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટના અહેવાલ મુજબ, યુનિટ્રી કંપની અગાઉ રોબોટ્સના ડાન્સ અને માર્શલ આર્ટ્સના વિડીયો માટે જાણીતી હતી, પરંતુ હવે રોકાણકારોના દબાણ હેઠળ તે વાસ્તવિક જીવનમાં ઈમરજન્સી બચાવ અને સુરક્ષા કામગીરીમાં ઉપયોગી થાય તેવા રોબોટ્સ બનાવી રહી છે.

=

વિડીયો વાસ્તવિક છે કે પબ્લિસિટી સ્ટંટ?

આ વિડીયો સામે આવ્યા બાદ વિજ્ઞાન જગતમાં ચર્ચા શરૂ થઈ છે કે શું આ રોબોટ સ્વાયત્ત રીતે (પોતાની મેળે) કામ કરે છે કે વિડીયો પૂર્વ-આયોજિત (Pre-planned) છે. જોકે, કંપનીએ આ અંગે કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ વિડીયોના અંતે એક ચેતવણી આપવામાં આવી છે કે સુરક્ષાના કારણોસર લોકોએ આ શક્તિશાળી રોબોટથી ૨ થી ૩ મીટરનું અંતર જાળવવું જરૂરી છે.

આ પણ વાંચોઃ UP Ration Card New Rule: રેશનકાર્ડ ધારકોને મફત રાશન સાથે હવે મળશે 5 લાખ સુધીની મફત સારવાર, જાણો કેવી રીતે?

Leave a Reply

Related Post