Daily Horoscope: કારતક સુદ નવમીને બુધવાર, કુષ્માંડ નવમી પર જાણો રાશિફળ

Daily Horoscope: કારતક સુદ નવમીને બુધવાર, કુષ્માંડ નવમી પર જાણો રાશિફળ
Email :

રાશિફળનું આપણા જીવનમાં ખૂબ મહત્ત્વ હોય છે રાશિફળ (Rashifal)થી ભવિષ્યમાં થનારી ઘટનાઓનો આભાસ થાય છે. રાશિફળનું નિર્માણ ગ્રહ ગોચર અને નક્ષત્રની ચાલના આધાર પર કરવામાં આવે છે તો આવો જોઇએ આજનો તમારો દિવસ કેવો રહેશે.

જાણો આપનું આજનું રાશિફળ અને જાણો આપનો આજનો દિવસ કેવો રહેશે. કઇ બાબતોથી થશે આપને ફાયદો અને કોનાથી રહેવું દૂર. સાથે જાણો કે ક્યા કાર્યોમાં થશે પ્રગતી અને કઇ બાબતો વધારશે આપની તકલીફ. આપને ક્યાં રહેશે સાનુકુળતા અને ક્યાં કરવો પડશે ઝંઝાવાતનો સામનો આવો જાણીએ તમામ રાશિનું રાશિફળ

મેષ રાશિ

આપના સ્વાભિમાનને ઠેસ ન પહોંચે તે માટે નરમ અને ઉદાર વલણ જરૂરી બને, નાણાભીડ રહે.

વૃષભ રાશિ

રુકાવટોને પાર કરીને આપ કાર્ય સફળતાનું ધ્યેય પામી શકશો, ગૃહજીવનમાં સમાધાન કારી વલણ ઉપયોગી.

મિથુન રાશિ

કોઈ પણ સમસ્યા સૂલઝાવવા ઈશ્વર અને મહેનત પર આધાર રાખવો પડે, પ્રવાસ, મુલાકાતો ફળે

કર્ક રાશિ 

સાહસ અને આવેશ પર વિવેકબુદ્ધિનો સંયમ જરૂરી, કૌટુંબિક બાબત અંગે સાનુકૂળતા, આર્થિક ચિંતા દૂર થાય.

સિંહ રાશિ

કલ્પનાઓના ઘોડાઓને નાથીને વાસ્તવિક્તાને સમજી ચાલવા સલાહ છે. ગૃહકાર્ય થવા સફળતાની તક.

કન્યા રાશિ

આપના અગત્યના કામકાજ અંગે યોગ્ય વાતાવરણ સર્જી શકશો, કૌટુંબિક બાબત હલ કરી શકે.

તુલા રાશિ

મહત્ત્વના પ્રશ્નો હલ કરી શકશો, મિત્ર-ઇશ્વરની મદદ મળતી જણાય, આર્થિક ચિંતા ઉકેલાય.

વૃશ્ચિક રાશિ

તણાવ-ચિંતા- ક્રોધ પર કાબુ રાખજો, નસીબની મદદ મેળવી કાર્ય સફળતાની તક સર્જાય.

ધન રાશિ

આપના પ્રયત્નો ફળદાયી બને, લાભદાયી કાર્ય રચના, મનની સ્વસ્થતા, શાંતિ ટકાવી લેજો.

મકર રાશિ

આપના મનની મૂંઝવણનો ઉકેલ મળે, તણાવ, મુક્તિ મેળવી શકશો, ખર્ચ વધવા ન દેશો.

કુંભ રાશિ

આવક કરતાં જાવકનું પલ્લું નમી જતું લાગશે, મિત્ર-સ્વજન ઉપયોગી બને, પ્રવાસનું આયોજન.

મીન રાશિ

આત્મવિશ્વાસ ટકાવી રાખજો, પડકારને પહોંચી વળવા ઈશ્વરીય પ્રેરણા ઉપયોગી બને.

Leave a Reply

Related Post