વિદેશ જવું છે અને રિજેક્શન નથી જોઇતુ તો આ 5 ભૂલો ક્યારેય ન કરતા, આવી જશે અપ્રુવલ:

વિદેશ જવું છે અને રિજેક્શન નથી જોઇતુ તો આ 5 ભૂલો ક્યારેય ન કરતા, આવી જશે અપ્રુવલ
Email :

વિદેશ પ્રવાસનું સ્વપ્ન કોણ ન જોતું હોય? પરંતુ ઘણીવાર બજેટ કે સમયની સાથે-સાથે વિઝા મેળવવાની પ્રક્રિયા સૌથી મોટો પડકાર બની જાય છે. જુદા-જુદા દેશોના વિઝા નિયમો અલગ હોય છે, અને નાની-નાની ભૂલોને કારણે પણ વિઝા અરજીઓ નકારી કાઢવામાં આવતી હોય છે. જો તમે પણ પહેલીવાર વિદેશ યાત્રાનું આયોજન કરી રહ્યા છો, તો તમારે કેટલીક સામાન્ય ભૂલો ટાળવી ખૂબ જ જરૂરી છે. ઇન્ડિયન એસોસિએશન ઓફ ટૂર ઓપરેટર્સ (IATO) ના પ્રમુખ રવિ ગોસૈને એક મુલાકાતમાં વિઝા રિજેક્શન તરફ દોરી જતી પાંચ મુખ્ય ભૂલો વિશે મહત્વની માહિતી આપી છે.

અરજી ફોર્મમાં ખોટી અથવા અધૂરી માહિતી

સૌથી પહેલી અને સામાન્ય ભૂલ અરજી ફોર્મમાં ખોટી અથવા અધૂરી માહિતી આપવાની છે. તમારા નામ કે પાસપોર્ટ નંબરમાં થતી સામાન્ય ભૂલ પણ વિઝામાં વિલંબ કે રિજેક્શનનું કારણ બની શકે છે, તેથી સબમિટ કરતા પહેલા તમામ વિગતો બે વાર ચોક્કસ તપાસી લેવી જોઈએ. ક્યારેય પણ તમારી અરજીને મજબૂત દેખાડવા માટે ખોટી માહિતી આપવાનો પ્રયાસ ન કરવો. બીજી મહત્વની બાબત નાણાકીય સ્થિતિનો પુરાવો છે. દેશો એ જાણવા માગે છે કે તમારી પાસે મુસાફરી માટે પૂરતા ભંડોળ છે કે નહીં, તેથી બેંક સ્ટેટમેન્ટ કે આવકવેરા દસ્તાવેજો એકદમ સચોટ અને સ્પષ્ટ હોવા અનિવાર્ય છે.

મુસાફરીના હેતુમાં વિરોધાભાસ

ત્રીજી ભૂલ મુસાફરીના હેતુમાં વિરોધાભાસ છે; જો તમે ટુરિસ્ટ વિઝા માટે અરજી કરી રહ્યા છો તો દસ્તાવેજોમાં પણ મુલાકાતનો તે જ હેતુ સ્પષ્ટ દેખાવો જોઈએ. ચોથો અને સૌથી ગંભીર મુદ્દો નકલી દસ્તાવેજોનો ઉપયોગ છે. ક્યારેય પણ બનાવટી રોજગાર પત્રો કે હોટેલ બુકિંગ બતાવવાનો પ્રયાસ ન કરવો જોઈએ, કારણ કે પકડાઈ જવા પર વર્તમાન અરજી રદ થવાની સાથે ભવિષ્યમાં પણ વિઝા મળવામાં મુશ્કેલી થઈ શકે છે.

દસ્તાવેજો અને ઔપચારિકતાઓ પૂરી ન કરવાનું

અંતે, પાંચમી ભૂલ તમામ જરૂરી દસ્તાવેજો અને ઔપચારિકતાઓ પૂરી ન કરવાનું છે. દરેક દેશની જરૂરિયાતો અલગ હોય છે, જેમાં ફોટોગ્રાફ્સ, વીમો અને ઇન્ટરવ્યુનો સમાવેશ થાય છે. કોઈપણ આવશ્યકતા ચૂકી જવાથી અરજી સંપૂર્ણપણે નકારી શકાય છે. તેથી, માત્ર ટ્રાવેલ એજન્ટો પર નિર્ભર રહેવાને બદલે જે દેશમાં જઈ રહ્યા છો તેની સત્તાવાર વેબસાઇટ પરથી સંપૂર્ણ અને સાચી માહિતી મેળવીને જ આગળ વધવું હંમેશાં હિતાવહ છે.

આ પણ વાંચોઃ કેપ્ટન સ્મિત પર હુમલો કરનાર કો-પાયલોટની સોશિયલ મીડિયા પોસ્ટે ખોલ્યા કાળા કારનામા!

Leave a Reply

Related Post