Black Neck Home Remedies : ગરદનની જીદ્દી કાળાશ દૂર કરશે આ દેશી નુસખો, મિનિટોમાં ચમકશે

Black Neck Home Remedies : ગરદનની જીદ્દી કાળાશ દૂર કરશે આ દેશી નુસખો, મિનિટોમાં ચમકશે
Email :

દરેક વ્યક્તિ પોતાના ચહેરાની સંભાળ માટે દરરોજ ફેસવોશ અને વિવિધ બ્યુટી પ્રોડક્ટ્સનો ઉપયોગ કરે છે, પરંતુ ગરદનના ભાગની અવારનવાર ઉપેક્ષા થતી હોય છે. સૂર્યપ્રકાશનો સીધો તડકો, ધૂળ-માટી અને પરસેવો જમા થવાને કારણે ગરદન પર કાળી પરત અને ટેનિંગ જામી જાય છે. આ કાળાશને કારણે ગરદન ગંદી દેખાય છે અને તમારો લુક પણ બગડે છે. જો તમે પણ આ સમસ્યાથી મુક્તિ મેળવવા માગતા હો, તો અહીં દર્શાવેલા સરળ અને અસરકારક ઘરેલુ ઉપાયો અજમાવી શકો છો.

બટાકા, લીંબુ અને શેમ્પૂનો અચૂક પ્રયોગ

ગરદનની જીદ્દી કાળાશ દૂર કરવા માટે ફક્ત લીંબુ જ નહીં બટાકા પણ વધુ અસરકારક સાબિત થશે. બટાકા, લીંબુ અને શેમ્પૂનો દેશી નુસખો ગરદનની કાળાશ દૂર કરી ચહેરાની સુંદરતામાં વધારો કરશે. બટાકા અને લીંબુ જેવા ઘરેલુ ઉપાયો કુદરતી બ્લીચિંગનું કામ કરશે. તમે બટાકાના રસમાં લીંબુનો રસ અને થોડું શેમ્પૂ મિક્સ કરીને ગરદન પર 10 થી 15 મિનિટ લગાવી રાખો પછી પાણીથી ધોઈ લો. આ પ્રયોગ કરવાથી ટેનિંગ ઝડપથી દૂર થાય છે. આ ઉપરાંત, અડધા કાપેલા લીંબુ પર થોડું શેમ્પૂ અને એક ચપટી ઈનો અથવા બેકિંગ સોડા ઉમેરીને ગરદન પર 2મિનિટ હળવા હાથે ઘસવાથી જમા થયેલી ગંદકી તુરંત સાફ થઈ જાય છે; જોકે આ ઈનો કે બેકિંગ સોડાવાળો પ્રયોગ ત્વચાની સુરક્ષા માટે અઠવાડિયામાં માત્ર એકથી બે વાર જ કરવો હિતાવહ છે.

ગરદનની કાળાશ દૂર કરવાના હર્બલ ઉપાય

બટાકા અને લીંબુ સિવાય તમે એલોવેરા અને લીમડાનો ઉપયોગ કરી ગરદનની કાળાશ દૂર કરી શકો છો. 2 ચમચી એલોવેરા જેલ લો, 1 ચમચી લીમડાના પાનની પેસ્ટ, હળદર અને કુદરતી બ્લિચીંગ માટે 1 ટી.સ્પૂન લીંબુનો રસ લો. તમામ સામગ્રી મિક્સ કરી પેસ્ટ બનાવી લો. આ પેસ્ટ લગાવતા પહેલાં ગરદનને નવશેકા પાણીથી બરાબર સાફ કરી લુછી લો, જેથી ત્વચાના છિદ્રો ખુલ જાય. તૈયાર કરેલી હર્બલ પેસ્ટને ગરદન પર બરાબર લગાવો અને આંગળીઓ વડે 5 મિનિટ સુધી વર્તુળાકાર (Circular motion) હળવા હાથે મસાજ કરો. મસાજ કર્યા પછી પેસ્ટને ગરદન પર ૧૫ થી ૨૦ મિનિટ માટે સુકાવા દો. પછી સાદા પાણીથી ધોઈ લો. ગરદન સાફ કર્યા પછી થોડું એલોવેરા જેલ અથવા નાળિયેર તેલ લગાવી મોઈશ્ચરાઝ કરો.

ગરદન પર કાળાશ ના થાય માટે આટલું કરો

ગરદન પર કાળાશ જમા ન થાય તે માટે દરરોજ નહાતી વખતે ગરદનને સાબુ કે ફેસવોશથી સારી રીતે સાફ કરવી જોઈએ અને બહાર નીકળતી વખતે તેના પર સનસ્ક્રીન લોશન અચૂક લગાવવું જોઈએ. આ ઉપરાંત, પરસેવા અને ધૂળ-માટીને જામવા ન દેવા માટે ગરદનને સમયાંતરે ભીના રૂમાલથી લૂછતા રહેવું અને અઠવાડિયામાં એક કે બે વાર હળવું સ્ક્રબિંગ કરવું. વધુ પડતી ચુસ્ત કે ઘર્ષણ કરતી જ્વેલરી અને કપડાં પહેરવાનું ટાળવું જોઈએ જેથી ત્વચા પર બળતરા કે કાળાશ ન થાય. યોગ્ય પ્રમાણમાં પાણી પીવું અને સંતુલિત આહાર જાળવવાથી પણ ત્વચાનું કુદરતી નિખાર જળવાઈ રહે છે.

આ પણ વાંચો : Hadjod Chutney : સાંધા અને ઘૂંટણના દુખાવાનો રામબાણ ઇલાજ, સાઉથની આ ઔષધિ

(Disclaimer: આ માહિતી વાચકોને વધારે વિગતો પુરી પાડવા માટે છે અને આ સંદર્ભમાં વધારે જાણકારી મેળવવા માટે આપ તજજ્ઞોનો સંપર્ક સાધી શકશો. )

Leave a Reply

Related Post