એશિયન ગેમ્સમાં ભારતને 1 મિનિટમાં 2 ગોલ્ડ: બોક્સિંગમાં લવલીના, પરવીન પછી અંકુશનો ગોલ્ડન પંચ; રેસલર સુજીત પણ ગોલ્ડ જીત્યો; આજના દિવસનો ભારતને પાંચમો ગોલ્ડ મળ્યો

એશિયન ગેમ્સમાં ભારતને 1 મિનિટમાં 2 ગોલ્ડ:બોક્સિંગમાં લવલીના, પરવીન પછી અંકુશનો ગોલ્ડન પંચ; રેસલર સુજીત પણ ગોલ્ડ જીત્યો; આજના દિવસનો ભારતને પાંચમો ગોલ્ડ મળ્યો
Email :

ભારતે એશિયન ગેમ્સમાં શુક્રવારે એક મિનિટની અંદર 2 ગોલ્ડ મેડલ જીત્યા. બપોરે 3:08 વાગ્યે બોક્સર અંકુશ પંઘાલ મેન્સ 80 kg વેઇટ કેટેગરીમાં ચેમ્પિયન બન્યે. આના બરાબર એક મિનિટ પહેલાં સુજીત કલકલે રેસલિંગના મેન્સ 65 kgમાં ગોલ્ડ જીત્યો. બોક્સર પરવીન હુડાએ

મહિલાઓની 65 kg વેઇટ કેટેગરીમાં અને લવલીના બોરગોહેને 75 kgમાં ગોલ્ડ મેડલ અપાવ્યા. પહેલીવાર ભારતની 2 મહિલા બોક્સરોએ એક જ એશિયન ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યા છે. મેરી કોમે 2014માં ગોલ્ડ જીત્યો હતો. સવારે ભારતીય મહિલા તીરંદાજી ટીમે પણ રિકર્વમાં ગોલ્ડ અપાવ્યો.

આમ, ભારતના 15 ગોલ્ડ મેડલ થઈ ગયા છે. તે મેડલ ટેલીમાં પાંચમા નંબર પર આવી ગયું છે. બીજી તરફ, ભારત અને ચીન વચ્ચે વુમન્સ હોકીની ફાઇનલ મેચ ચાલુ છે. ભારત 1-0 થી આગળ છે. એશિયન ગેમ્સના અપડેટ્સ વાંચવા નીચેનો બ્લોગ વાંચો…

Leave a Reply

Related Post