ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયન ગેમ્સની ફાઇનલ રમાશે: ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 124 રનથી હરાવ્યું, ઈશાનના નોટઆઉટ 80 રન, બુમરાહ-અક્ષર-અભિષેકે 2-2 વિકેટ લીધી

ભારત-પાકિસ્તાન વચ્ચે એશિયન ગેમ્સની ફાઇનલ રમાશે:ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 124 રનથી હરાવ્યું, ઈશાનના નોટઆઉટ 80 રન, બુમરાહ-અક્ષર-અભિષેકે 2-2 વિકેટ લીધી
Email :

એશિયન ગેમ્સના ઇતિહાસમાં પહેલીવાર ભારત અને પાકિસ્તાનની ક્રિકેટ ટીમ ગોલ્ડ મેડલ માટે ટકરાશે. ગુરુવારે ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 124 રનથી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો. જ્યારે, પાકિસ્તાને બાંગ્લાદેશને 6 વિકેટથી હરાવ્યું. ફાઇનલ 3 ઓક્ટોબરે સવારે 10 વાગ્યાથી રમાશે. જાપાનના નિશિનમાં ભારતે ટૉસ હારતા પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ પર 169 રન બનાવ્યા હતા. જવાબમાં શ્રીલંકન ટીમ 9.5 ઓવરમાં માત્ર 45 રન પર ઓલઆઉટ થઈ ગઈ. શ્રીલંકાના 6 બેટર્સ તો ખાતું પણ ખોલાવી શક્યા નહોતા. જસપ્રીત બુમરાહ, અક્ષર

પટેલ અને અભિષેક શર્માએ 2-2 વિકેટ ઝડપી. જ્યારે 3 બેટર્સ રનઆઉટ થયા. ભારત તરફથી ઈશાન કિશને નોટઆઉટ 80 રનની ઇનિંગ રમી. તેણે 4 ચોગ્ગા અને 5 છગ્ગા ફટકાર્યા. વૈભવ સૂર્યવંશીએ પણ 21 બોલમાં 38 રન બનાવ્યા. વૈભવે 6 ચોગ્ગા અને 2 છગ્ગા માર્યા. કેપ્ટન શ્રેયસ અય્યરે 13 રનનું યોગદાન આપ્યું. પાકિસ્તાને જીતી 13-13 ઓવરની મેચ મેન્સ ક્રિકેટ ટુર્નામેન્ટની પહેલી સેમિફાઇનલ મેચ વરસાદથી પ્રભાવિત થઈ હતી. જેથી તેને 13-13 ઓવરની કરી દેવામાં આવી હતી. બાંગ્લાદેશની ટીમે પહેલા બેટિંગ

કરતા 7 વિકેટ પર 111 રન બનાવ્યા. પાકિસ્તાને 11.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને ટાર્ગેટ ચેઝ કરી લેતા જીત મેળવી હતી. બન્ને ટીમની પ્લેઇંગ-11 ભારત (IND): વૈભવ સૂર્યવંશી, અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શ્રેયસ અય્યર (કેપ્ટન), ઈશાન કિશન, તિલક વર્મા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ અને જસપ્રીત બુમરાહ. શ્રીલંકા (SL): લસિથ ક્રૂસ્પુલે, સિનેથ જયવર્ધને, સોહન ડી લિવેરા (વિકેટકીપર), અશેન બંડારા, સહાન અરાચિગે (કેપ્ટન), નુવાનિદુ ફર્નાન્ડો, ચામિકા કરુણારત્ને, વાનુજા સહન, વિજયકાંત વિયાસકાંત, થારિન્દુ રત્નાયકે અને બિનુરા ફર્નાન્ડો.

Leave a Reply

Related Post