ઓસ્ટ્રેલિયાની સૌથી વયસ્ક ટેસ્ટ-11: 149 વર્ષમાં પહેલી વાર ટીમમાં 20થી 29 વર્ષની વયનો એકપણ ખેલાડી નહીં; તમામ 11 ખેલાડીઓ 30+ વયના

ઓસ્ટ્રેલિયાની સૌથી વયસ્ક ટેસ્ટ-11:149 વર્ષમાં પહેલી વાર ટીમમાં 20થી 29 વર્ષની વયનો એકપણ ખેલાડી નહીં; તમામ 11 ખેલાડીઓ 30+ વયના
Email :

ઓસ્ટ્રેલિયાએ સાઉથ આફ્રિકા સામે ડરબનમાં એવી ટીમ ઉતારી, જેના તમામ 11 ખેલાડીઓની ઉંમર 30 વર્ષ અથવા તેનાથી વધુ છે. 149 વર્ષના ટેસ્ટ ઇતિહાસમાં પહેલીવાર ટીમમાં 20થી 29 વર્ષની ઉંમરનો કોઈ ખેલાડી નથી. આ ટીમની સરેરાશ ઉંમર 34.59 વર્ષ છે. ક્રિકેટ રેકોર્ડ્સના જાણકાર રિક ફિનલે મુજબ, લગભગ 100 વર્ષમાં આ ઓસ્ટ્રેલિયાની સૌથી વધુ

ઉંમરની ટેસ્ટ ટીમ છે. આ પહેલાં 1926માં લોર્ડ્સ ખાતે ઇંગ્લેન્ડ સામે રમાયેલી ઓસ્ટ્રેલિયન ટીમની સરેરાશ ઉંમર 35 વર્ષ અને 341 દિવસ હતી. પાંચ ખેલાડીઓની ઉંમર 35 વર્ષ અથવા તેનાથી વધુ 38 વર્ષના સ્પિનર નાથન લાયન ટીમના સૌથી વધુ ઉંમરના ખેલાડી છે. 30 વર્ષના મેટ રેનશો સૌથી યુવા ખેલાડી છે. ટીમમાં પાંચ

ખેલાડીઓની ઉંમર 35 વર્ષ અથવા તેનાથી વધુ છે. તેમાં નાથન લાયન, 37 વર્ષના સ્ટીવ સ્મિથ, 36 વર્ષના મિચેલ સ્ટાર્ક, 35 વર્ષના એલેક્સ કેરી અને 35 વર્ષના જોશ હેઝલવુડનો સમાવેશ થાય છે. મેડિન્સનના કમબેકથી બદલાયું સમીકરણ ઓસ્ટ્રેલિયાના ઓપનિંગ બેટર્સમાં સતત ફેરફાર થતો રહ્યો હતો. તેના કારણે છેલ્લા ઘણા મહિનાઓથી ટીમમાં ઓછામાં ઓછો એક

ખેલાડી 30 વર્ષથી ઓછી ઉંમરનો રહેતો હતો. ડરબન ટેસ્ટ માટે 34 વર્ષીય નિક મેડિન્સનના કમબેકથી આ સ્થિતિ બદલાઈ ગઈ. મેડિન્સન ડિસેમ્બર 2016 પછી પહેલીવાર ટેસ્ટ રમી રહ્યો છે. મેડિન્સને અત્યાર સુધી માત્ર ત્રણ ટેસ્ટ રમી છે. તેની આ તમામ ટેસ્ટ 2016માં રમાઈ હતી. ઓસ્ટ્રેલિયાની 18 સભ્યોની ટીમની સરેરાશ ઉંમર ઓસ્ટ્રેલિયાની 18

સભ્યોની ટીમની સરેરાશ ઉંમર આશરે 32.6 વર્ષ છે. તેમાં 30 વર્ષથી ઓછી ઉંમરના માત્ર ત્રણ ખેલાડીઓ છે. 23 વર્ષનો કૂપર કોનોલી ટીમના સૌથી યુવા ખેલાડી છે. તેના પછી 27 વર્ષના કેમેરન ગ્રીન અને 29 વર્ષનો સેમ હાર્પર છે. ઓસ્ટ્રેલિયાએ પ્રથમ દિવસે 6 વિકેટે 187 રન બનાવ્યા સાઉથ આફ્રિકા સામે ડરબનના કિંગ્સમીડ મેદાન

પર પહેલી ટેસ્ટના પ્રથમ દિવસે ઓસ્ટ્રેલિયાએ 6 વિકેટે 187 રન બનાવ્યા. ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની ટીમ માટે મેટ રેનશો 46 રન બનાવીને અણનમ છે. કેપ્ટન પેટ કમિન્સ 33 રન બનાવીને તેને સાથ આપી રહ્યો છે. સાઉથ આફ્રિકા તરફથી માર્કો યાન્સેન, વિયાન મુલ્ડર અને એનરિક નોર્કિયાએ 2-2 વિકેટ લીધી.

Leave a Reply

Related Post