દુબઈમાં રાશિદ ખાનના ઘરે અફઘાની દાવત, VIDEO: મહેમાન બની પહોંચેલા ઈરફાન-યુસુફ માટે ખુદ થાળી પીરસી, પઠાણ બ્રધર્સે કહ્યું- "મારા ભાઈ રાશિદ, હજી સ્વાદ ભુલાતો નથી…"

દુબઈમાં રાશિદ ખાનના ઘરે અફઘાની દાવત, VIDEO:મહેમાન બની પહોંચેલા ઈરફાન-યુસુફ માટે ખુદ થાળી પીરસી, પઠાણ બ્રધર્સે કહ્યું- "મારા ભાઈ રાશિદ, હજી સ્વાદ ભુલાતો નથી…"
Email :

ક્રિકેટના મેદાન પર દર્શકોને પોતાના પ્રદર્શનથી મંત્રમુગ્ધ કરનારા અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાન અને ભારતના પૂર્વ ક્રિકેટર ઇરફાન પઠાણ વચ્ચેની મિત્રતા જગજાહેર છે. તાજેતરમાં આ દોસ્તીની એક સુંદર ઝલક દુબઈમાં જોવા મળી, જ્યાં રાશિદ ખાને પઠાણ બંધુઓ—ઇરફાન પઠાણ અને યુસુફ પઠાણ માટે પોતાના નિવાસસ્થાને એક ભવ્ય અને પરંપરાગત અફઘાની ડિનરનું આયોજન કર્યું હતું. હાલ પોતાના પરિવાર સાથે દુબઈમાં રજાઓ ગાળી રહેલા ઇરફાન પઠાણે આ ખાસ મુલાકાતનો એક વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર

શેર કર્યો છે. આ વીડિયોમાં રાશિદ ખાન ખુદ પ્રેમથી ઇરફાન માટે થાળી પીરસતો જોવા મળે છે. રાશિદ અને તેની પત્ની લયલોમા દ્વારા કરવામાં આવેલી આ અદભુત મહેમાનગતિ અને ભોજનના વખાણ કરતાં ઇરફાન થાકતો નથી. ‘હજી પણ એ સ્વાદ ભુલાતો નથી’— ઇરફાન પઠાણ ઇરફાને પોતાના ઇન્સ્ટાગ્રામ પોસ્ટમાં રાશિદ અને તેની પત્નીની પ્રશંસા કરતા લખ્યું: "રાશિદ અને લયલોમા ભાભી શું અદ્ભુત હોસ્ટ છે! અમે અત્યંત સ્વાદિષ્ટ અફઘાની ભોજનનો આનંદ માણ્યો. દરેક વાનગીનો સ્વાદ લાજવાબ હતો, પરંતુ

તેમાં પીરસાયેલો પ્રેમ અને આદર આ સાંજને વધુ ખાસ બનાવી ગયા. મારા ભાઈ રાશિદ, ગઈકાલ રાતના ભોજનનો સ્વાદ હજી પણ મારા મનમાંથી જતો નથી!" મેનૂમાં શું હતું ખાસ? આ પરંપરાગત અફઘાની દાવતમાં ખાસ અફઘાન વાનગીઓ પીરસવામાં આવી હતી, જેમાં પ્રખ્યાત 'કાબુલી પુલાવ' અને ‘મંતૂ’ મુખ્ય આકર્ષણ હતા. ક્રિકેટની દુનિયાના આ દિગ્ગજો વચ્ચેનો ભાઈચારો અને સ્નેહ જોઈને સોશિયલ મીડિયા પર ફેન્સ પણ ખૂબ ખુશ થઈ રહ્યા છે અને આ વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

Leave a Reply

Related Post