23 ઓક્ટોબરે ભારત-ઝિમ્બાબ્વે મહિલા ટીમો વચ્ચે સિરીઝની પ્રથમ વન-ડે રમાશે: વડોદરાના કંટાબી સ્ટેડિયમમાં બંને ટીમોની પ્રેક્ટિસ, સ્મૃતિ મંધાનાની આગેવાનીમાં ટીમ મદાનમાં ઉતરશે

23 ઓક્ટોબરે ભારત-ઝિમ્બાબ્વે મહિલા ટીમો વચ્ચે સિરીઝની પ્રથમ વન-ડે રમાશે:વડોદરાના કંટાબી સ્ટેડિયમમાં બંને ટીમોની પ્રેક્ટિસ, સ્મૃતિ મંધાનાની આગેવાનીમાં ટીમ મદાનમાં ઉતરશે
Email :

વડોદરા જિલ્લાના કોટંબી સ્થિત બરોડા ક્રિકેટ એસોસિએશન (BCA) સ્ટેડિયમ ખાતે 23 ઓક્ટોબરે ભારત અને ઝિમ્બાબ્વેની મહિલા ક્રિકેટ ટીમો વચ્ચે ત્રણ મેચની વન-ડે આંતરરાષ્ટ્રીય સિરીઝની પ્રથમ મેચ રમાશે. બપોરે 2 વાગ્યે શરૂ થનારી આ મેચને લઈને ક્રિકેટપ્રેમીઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. આંતરરાષ્ટ્રીય સ્તરની આ મેચને સફળતાપૂર્વક યોજવા માટે ક્રિકેટ એસોસિએશન અને સંબંધિત તંત્ર દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી છે. બંને ટીમોએ મેદાન પર પ્રેક્ટિસ કરીને બેટિંગ, બોલિંગ અને ફિલ્ડિંગનો અભ્યાસ કર્યો હતો અને પ્રથમ મુકાબલામાં શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે તૈયારીઓ તેજ કરી છે. બંને

ટીમોના કેપ્ટને જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. ટીમમાં હરમનપ્રીત કૌર સહિતના સ્ટાર ખેલાડીઓનો સમાવશે ભારતીય મહિલા ટીમની કમાન સ્મૃતિ મંધાના સંભાળશે. ભારતીય ટીમમાં શેફાલી વર્મા, હરમનપ્રીત કૌર, દીપ્તિ શર્મા, રિચા ઘોષ, પ્રતિકા રાવલ, હરલીન દેઓલ અને યાસ્તિકા ભાટિયા સહિતની ખેલાડીઓનો સમાવેશ થાય છે. જ્યારે બોલિંગ વિભાગમાં રેણુકા ઠાકુર, ક્રાંતિ ગૌડ, સાયલી સાતઘરે અને શ્રી ચરણિ જેવી ખેલાડીઓ પર મહત્વપૂર્ણ જવાબદારી રહેશે. ભારતીય ટીમ ઘરઆંગણે સારો દેખાવ કરીને સિરીઝની શરૂઆત જીત સાથે કરવા પ્રયાસ કરશે. વન-ડે ફોર્મેટમાં બંને ટીમો વચ્ચેના મુકાબલો પર ક્રિકેટપ્રેમીઓની નજર બીજી તરફ,

ઝિમ્બાબ્વેની મહિલા ટીમ જોસેફિન એનકોમોના નેતૃત્વ હેઠળ મેદાનમાં ઉતરશે. ઝિમ્બાબ્વેની ટીમમાં મોડેસ્ટર મુપાચિકવા, ચિપો મુગેરી-તિરિપાનો, લોરિન ફિરી, કેલિસ એનડ્લોવુ, બેલવ્ડ બિઝા અને નોમવેલો સિબાન્ડા સહિતની ખેલાડીઓ સામેલ છે. ઝિમ્બાબ્વેની ટીમ પણ ભારતીય ટીમને ટક્કર આપવા માટે વ્યૂહરચના ઘડી રહી છે. તાજેતરમાં ભારતે ઝિમ્બાબ્વે સામેની ત્રણ મેચની T20 સિરીઝમાં જીત મેળવી હતી. હવે વન-ડે ફોર્મેટમાં બંને ટીમો વચ્ચે કેવો મુકાબલો જોવા મળે છે તેના પર ક્રિકેટપ્રેમીઓની નજર રહેશે. વડોદરા જિલ્લા પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત આંતરરાષ્ટ્રીય મેચ દરમિયાન ખેલાડીઓ, અધિકારીઓ અને દર્શકોની સુરક્ષા જળવાઈ રહે તેમજ મેચનું

આયોજન શાંતિપૂર્ણ રીતે પૂર્ણ થાય તે માટે વડોદરા જિલ્લા પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત રહેશે. સ્ટેડિયમના પ્રવેશદ્વારો, પાર્કિંગ વિસ્તાર અને આસપાસના માર્ગો પર સુરક્ષા તથા ટ્રાફિક વ્યવસ્થાનું ધ્યાન રાખવામાં આવશે. દર્શકોની અવરજવર દરમિયાન ભીડનું નિયંત્રણ, વાહનવ્યવહારનું નિયમન અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે પોલીસ દ્વારા જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. બંને ટીમો પૂરેપૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચેની આ વન-ડે સિરીઝની બીજી મેચ 25 ઓક્ટોબરે અને ત્રીજી મેચ 28 ઓક્ટોબરે કોટંબીના BCA સ્ટેડિયમ ખાતે રમાશે. આમ, ત્રણેય મુકાબલાઓ વડોદરામાં યોજાવાના હોવાથી

શહેરના ક્રિકેટપ્રેમીઓને આંતરરાષ્ટ્રીય મહિલા ક્રિકેટનો રોમાંચ માણવાની તક મળશે. પ્રથમ મેચમાં જીત મેળવી સિરીઝમાં સરસાઈ મેળવવા બંને ટીમો પૂરેપૂરી તાકાત સાથે મેદાનમાં ઉતરશે. 300થી વધુ રન બનાવવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરશે: દીપ્તિ શર્મા ભારતીય મહિલા ક્રિકેટ ટીમના વાઇસ કેપ્ટન દીપ્તિ શર્માએ જણાવ્યું હતું કે, ઝિમ્બાબ્વેની ટીમ નવી છે, પરંતુ તેમાં સારા ખેલાડીઓ છે. ભારતીય ટીમને પ્રથમ બેટિંગ કરવાની તક મળશે તો 300થી વધુ રન બનાવવાની તૈયારી સાથે મેદાનમાં ઉતરશે. આ ઉપરાંત તેમણે કોટંબી સ્ટેડિયમની સુવિધાઓની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે, મહિલા પ્રીમિયર લીગ દરમિયાન અહીં

રમવાનો અનુભવ ખૂબ જ શાનદાર રહ્યો હતો. કોટંબી સ્ટેડિયમમાં આવીને તેમને ખૂબ જ ખુશી થઈ રહી છે: જોસેફિન એનકોમો ઝિમ્બાબ્વે મહિલા ક્રિકેટ ટીમના કેપ્ટન જોસેફિન એનકોમોએ જણાવ્યું હતું કે, કોટંબી સ્ટેડિયમમાં આવીને તેમને ખૂબ જ ખુશી થઈ રહી છે. અહીં ખેલાડીઓ માટે તમામ જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ છે. ભારત સામેની આગામી મેચ માટે તેમની ટીમ જોરશોરથી તૈયારીઓ કરી રહી છે. ભારતીય મહિલા ક્રિકેટ ટીમ મજબૂત ટીમ હોવા છતાં તેની સામે રમવા માટે તેમની ટીમ માનસિક રીતે સંપૂર્ણ તૈયાર છે અને સારો દેખાવ કરવાનો વિશ્વાસ ધરાવે છે.

Leave a Reply

Related Post