મોહમ્મદ શમીનું ટીમ ઈન્ડિયામાં કમબેક મુશ્કેલ- આકાશ ચોપરા: કોમેન્ટેટરે કહ્યું- તમામ સિલેક્ટર્સનો એક જ મત છે; ભુવનેશ્વરની પસંદગી બાદ ચર્ચા હતી

મોહમ્મદ શમીનું ટીમ ઈન્ડિયામાં કમબેક મુશ્કેલ- આકાશ ચોપરા:કોમેન્ટેટરે કહ્યું- તમામ સિલેક્ટર્સનો એક જ મત છે; ભુવનેશ્વરની પસંદગી બાદ ચર્ચા હતી
Email :

કોમેન્ટેટર આકાશ ચોપરાએ કહ્યું છે કે મોહમ્મદ શમીનું ટીમ ઈન્ડિયામાં કમબેક કરવું મુશ્કેલ છે. 49 વર્ષીય પૂર્વ ભારતીય ક્રિકેટરે કહ્યું કે અજિત અગરકર એકલા શમીની કમબેકના વિરોધમાં નહોતા. આ મુદ્દે તમામ સિલેક્ટર્સનો મત એકસરખો હતો. આકાશે શનિવારે પોતાની યુટ્યુબ ચેનલ પર વન-ડેમાં શમીનું સંભવિત કમબેક અંગે પણ વાત કરી. 36 વર્ષીય ભુવનેશ્વરને ન્યૂઝીલેન્ડ પ્રવાસ માટે સ્થાન મળ્યા બાદ શમીના કમબેક અંગે ઘણી ચર્ચા થઈ રહી છે. આકાશે

કહ્યું- સિલેક્ટર્સ સાથે વાત કરી, તમામનો મત એકસરખો ચોપરાએ કહ્યું- ‘જો ભુવી પાછા આવ્યા છે, તો શું શમી પણ પાછા આવશે? જો આપણે એવું માનીએ કે એક વ્યક્તિ સૌને રોકી રહી હતી, તો આપણે પોતાની જાતને છેતરવી પડશે.’ તેમણે કહ્યું, ‘એવું નહોતું કે માત્ર તેઓ જ શમીને પસંદ કરવાની વિરુદ્ધમાં હતા અને બાકીના બધા તેમને પસંદ કરવા માંગતા હતા. આ શક્ય નથી, કારણ કે આ પાંચ સભ્યોની પસંદગી

સમિતિ છે. મેં પસંદગીકારો સાથે વાત કરી છે અને બધાનો અભિપ્રાય એકસરખો છે.’ તેમણે આગળ કહ્યું, “એવું નથી કે ચેરમેને અચાનક કંઈક કહ્યું અને બાકીના બધા તેની સાથે સહમત થઈ ગયા.” ટીમ ઈન્ડિયાથી બહાર છે શમી મોહમ્મદ શમી ટીમ ઈન્ડિયાથી બહાર છે. તેણે છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ માર્ચ 2025માં રમી હતી. તે દુબઈમાં ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડ સામે ભારતીય ટીમનો ભાગ હતો. તે મુકાબલામાં શમીએ એક વિકેટ લીધી હતી.

Leave a Reply

Related Post